SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ યુગાદિદેશના. પિગીની જેમ નિશ્ચળ આત્માવાળે, અન્ય વ્યાપારથી મુક્ત અને શૂન્ય મનવાળે થઈ ગયે, અને જેમ ઓકારી આવતી હોય તે વખતે સારૂં ભેજન પણ પ્રિય ન લાગે તેમ તે સુંદરી હૃદયમાં આવતાં - જાને બીજી એક પણ પ્રિયા રૂચી નહિ ધારું છું કે, દેવતાઓમાં સાચા પરચાવાળે દેવ તે એક સ્મર (કામદેવ) જ છે, કે જે પોતે અનંગ (અંગ રહિત) છતાં સકલ (કલા સહિત) રાજાને પણ જેણે વિકલ (વ્યાકુળ) કરી નાખે છે. કહ્યું છે કે – "विकलयति कलाकुशलं, हसति शुचिं पण्डितं विडम्बयति; - अधरयति धीरपुरुषं, क्षगेन मकरध्वजो देवः." મકરધ્વજદેવ, કલાકશલ માણસને વિક્લ (ભાન રહિત) બનાવી દે છે, પવિત્રતાને હસી કહાડે છે, પડિત પુરૂષને વિડંબના પમાડે છે અને ધીર પુરૂષને ક્ષણવારમાં નીચે પાડે છે.” - હવે સેવાને માટે આવેલા મંત્રીએ રાજાને તેવી સ્થિતિમાં જેઇને પૂછયું કે “હે સ્વામિન! આજે તમે આમણમણું કેમ દેખાએ છે?” એટલે રાજાએ કહ્યું કે “હે મહામાત્ય! કામદેવના બાણથી પીડાયલા એવા મને તે શ્રેષ્ઠી કન્યાનું શરણ છે અથવા તો મરણનું શરણ છે. આ પ્રમાણે સાંભળીને પ્રધાન વિચાર કરવા લાગે કે:-“ચિંતા, સંગમેચ્છા, નિ:શ્વાસ, જવર, અંગમાં દાહ, અન્નપર અરૂચિ, મૂચ્છ, ઉન્માદ, પ્રાણદેહ અને મરણ-કામીઓની આ દશ અવસ્થાઓ હેય છે. માટે પ્રથમ રાજાને યુકિતથી આશ્વાસન આપીને પછી હું સુમંગળ શેડ પાસે જાઉ. કારણ કે પાણી ગયા પછી સેતુબંધ નિરર્થક છે. આ પ્રમાણે વિચાર કરી તેણે રાજાને કહ્યું: હે રાજન ! આ કાર્ય તે આપણા હાથમાં જ છે. કારણ કે આ સુમંગળ શેઠ આપણું આજ્ઞાને વશવર્તી છે. હું તેને ઘેર જઈને સુમન ગળને એવી રીતે મીઠાં વચનથી સમજાવીશ, કે જેથી હે સ્વામિન!
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy