SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः દુર્વિપાક પ્રાપ્ત થાય.. જેમ કે આધાકર્મી ખાવું, એ માંસ ખાવા બરાબર..’ અને આવું કહેવાથી તે તે દોષો સેવતી વખતે ખચકાટ ઊભો રહે અને તેથી કારણે જ તે દોષોનું સેવન થાય, તે સિવાય તે તરફ રુચિ ન રહે અને એવું થવાથી સન્માર્ગ ઊભો રહે ને ઉન્માર્ગથી બચી જવાય.. (નહીંતર તે જ દોષો ફરી ફરી સેવવા દ્વારા કુસંસ્કારો ઊભા થાય અને તેનાથી નિષ્ઠુરતાના પરિણામો થવા દ્વારા અનંત સંસાર વગેરે ઉન્માર્ગનું સર્જન થાય જ.) એટલે મહાનિશીથસૂત્રમાં તેવા અપવાદરુચિવાળા જીવોને પરમસંવેગ ઉત્પન્ન થાય, તેઓ નિષ્કારણ અપવાદ સેવનથી પાછા ફરે, ઉત્સર્ગ તરફ ઢલાણવાળા થાય..એ બધા માટે પ્રાયઃ કરીને ભયવાક્યો જ બૈતાવાયા છે.. જેમ કે – ६६ * ઉપધાન વિના નમસ્કારપાઠથી ઘોર આશાતના * “હે ગૌતમ ! જે જીવો ઉપધાન (યોગોદ્ધહન) કર્યા વિના સુપ્રશસ્તજ્ઞાનને(=નમસ્કારપાઠાદિ, દશવૈકાલિક, આચારાંગ વગે૨ે શ્રુતજ્ઞાનને) ભણે છે, બીજાને ભણાવે છે, ઉપધાન વગર ભણનારની અનુમોદના કરે છે, તે જીવો મહાપાપી છે અને તેઓ સુપ્રશસ્ત જ્ઞાનની મોટી આશાતના કરે છે..” (સૂત્ર - ૩/૯) તથા - જે કોઈ આવું નિયંત્રણ (=ઉપધાન કરીને જ શ્રુત ભણવાનું નિયંત્રણ) ન ઇચ્છે, વિનયઉપધાન કર્યા વિના જ પંચમંગલાદિ (=નવકારાદિ) શ્રુતજ્ઞાનને ભણે કે ભણાવે કે ભણાવનારને અનુજ્ઞા આપે, તે જીવો પ્રિયધર્મી નથી, દૃઢધર્મી નથી, ભક્તિથી યુક્ત નથી.. તેવા જીવો સૂત્રની હીલના કરે છે, અર્થની હીલના કરે છે, સૂત્ર-અર્થ ઉભયની હીલના કરે છે, ગુરુની હીલના કરે છે.. અને જેઓ સૂત્ર, અર્થ, ઉભય કે યાવત્ ગુરુની હીલના કરે, તેઓ અતીત, અનાગત અને વર્તમાન ત્રણે કાળના તીર્થંકરોની આશાતના કરે છે, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુની આશાતના કરે છે.. અને આવી રીતે જે શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ, સાધુની આશાતના કરે છે, તે દીર્ઘતર કાળ સુધી અનંતસંસારરૂપી સાગરમાં ભમતો રહે છે. વગેરે..” (સૂત્ર-૩/૨૭) આ પ્રમાણે મહાનિશીથસૂત્રમાં ઉપધાન વગર શ્રુતજ્ઞાન ભણનારાઓને પ૨મસંવેગ ઊભો ક૨વા ♦ અને આવું બતાવવું ઉચિત જ છે, કારણ કે આશ્રવ તરફના ઢલાણવાળા જીવોને – સંવરનું મહત્ત્વ બતાવવું, તેનું પુષ્ટીકરણ કરવું, સંવર ન સેવનારની દુર્દશા બતાવવી – એ બધું યોગ્ય જ છે, અન્યથા તેઓનું તે તરફનું ઢલાણ ઓછું ન થાય.. આ વિધિ સ્યાદ્વાદગર્ભિત છે.. જેમ કે એકાંત અનિત્યવાદીનો એકાંત દૂર થાય, તે માટે તેને નિત્યતાની સાબિતી માટેના જ તર્કો અપાય છે અને આવું કરવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ કે – તેઓનો અનિત્યત્વ તરફનો એકાંત દૂર થાય. . પ્રસ્તુતમાં - અપવાદની રુચિ.. આદિ બધું દૂર થાય, એ માટે જ તેવા ભયવાક્યો બતાવાય છે – એમ સમજવું..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy