SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ २४ गुरुतत्त्वसिद्धिः કરનાર વિવિધ પ્રકારની આહુતિ અને મંત્રોનાં પદોથી અભિષેક કરેલા અગ્નિને નમે છે. તેમ મનુષ્ય અનંત જ્ઞાન પામવા છતાં પણ આચાર્યની સેવા કરવી જોઈએ.. જેમની પાસે હું ધર્મના પદો શીખ્યો, તેમની પાસે મારે મન, વચન, કાયાથી નિરન્તર વિનય કરવો જોઈએ. મસ્તક વડે સત્કાર કરવો જોઈએ અને બે હાથ જોડવા જોઈએ. વચનથી પ્રશંસાપરક વાક્યો અને મનથી પણ અહો-અહો એવો તેમના પ્રત્યેનો પરિણામ હરહંમેશ રહેવો જોઈએ.” આ પ્રમાણે વર્તમાનકાલીન સાધુઓ=ગુરુઓ પર અત્યંત અહોભાવ રાખવો જોઈએ એવો ઉપદેશ આપીને, હવે જે લોકો ‘વર્તમાનકાળમાં ચારિત્ર છે જ નહીં' એવું કહે છે તે લોકોને હિતશિક્ષા આપતા જણાવે છે કે – किञ्च - सौम्य! किमेवं मुधा सम्यक्सिद्धान्तानभिज्ञोऽपि पार्श्वस्थत्वादिदोषारोपेण साम्प्रतिकसाधून दूषयसि ? । यतः श्रीनिशीथे - संतगुणायणा खलु, परपरिवाओ य होइ अलियं च । ___ धम्मे य अबहमाणो, साहुपदोसे य संसारो ॥५४२९।। ૨. નિશીથસૂત્રે ‘પાસનાકૃતિ પd: I ૨. ‘મરક્નમાળો' તિ પૂર્વમુદ્રિત, શત્ર A-B-C પ્રતાd., નિશીથસૂત્રપાઠશ્વ | – ગુરુગુણરશ્મિ - ભાવાર્થ-વળી- સૌમ્ય! સારી રીતે સિદ્ધાંતને ન જાણનાર પણ તું પાર્થસ્થપણાદિનું દોષારોપણ કરીને વર્તમાનકાલીન સાધુઓને ફોગટ કેમ વખોડે છે? શ્રીનિશીથસૂત્રમાં કહ્યું છે કે- “વિદ્યમાન ગુણોને ઢાંકવાથી પરપરિવાદ અને અલીકવાદ થાય છે. અને ધર્મ પર અબહુમાન થાય અને સાધુ પર દ્વેષ હોતે છતે સંસાર થાય છે..” * સાધુનિંદાથી સંસારસર્જન-નિશીથવચન * વિવેચન - ઉપર કહેલા ઢગલાબંધ શાસ્ત્રપાઠોથી સિદ્ધ થાય છે કે વર્તમાન કાળમાં પણ સાચા સાધુઓ છે જ અને તેઓમાં ચારિત્ર હોવાનું પણ સિદ્ધ જ છે; તો તેઓને અવંદનીય શી રીતે કહી શકાય? એટલે કે સૌમ્ય ! હકીકતમાં તું સિદ્ધાંતના મર્મનો જાણકાર નથી. તો પછી “વર્તમાનકાલીન સાધુઓ પાર્થસ્થાદિ જ છે' - એવો આરોપ મૂકીને હમણાના સાધુઓને કેમ વખોડે છે? અને આવું બોલવા દ્વારા ફોગટનું સંસારસર્જન કેમ કરે છે.? નિશીથસૂત્રમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે – આવું બોલનાર નિયમા પોતાનો સંસાર વધારી દે છે. (શ્લોક-૫૪૨૯) જુઓ તે નિશીથસૂત્રનું સ્પષ્ટ વિધાનઃ
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy