SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता . * (૧) પાર્થસ્થનું સ્વરૂપ * * (પર્વે તિષ્ઠતીતિ પર્થી:. એ અર્થને આશ્રયીને ) જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પાસે રહે=જુદો રહે, તે પાર્શ્વસ્થ. * (પશેષ તિકતીતિ પાસ્થ. એ અર્થને આશ્રયીને -) મિથ્યાત્વ વગેરે બંધના કારણોને પાશ=બંધન કહેવાય, તેવા પાશમાં રહેનારો (અર્થાત્ પોતાના શિશિલાચારોના કારણે જે મિથ્યાત્વ વગેરે પાશોથી બંધાય) તે પાશસ્થ કહેવાય. * સ્વરૂપદર્શક શ્લોકો * 'सो पासत्थो दुविहो सव्वे देसे य होइ णायव्यो । सव्वंमि णाणदंसणचरणाणं जो उ पासंमि ।।१।। (૧) તે પાર્થસ્થ બે પ્રકારનો છેઃ (ક) સર્વથી, અને (ખ) દેશથી.. તેમાં (ક) જે જ્ઞાન-દર્શનચારિત્રથી જુદો રહે, અર્થાત્ જ્ઞાનાચારાદિનું પાલન ન કરે, તે સર્વપાર્થસ્થ કહેવાય. देसंमि य पासत्यो सिज्जायरऽभिहड रायपिंडं वा । णिययं च अग्गपिंडं भुंजति णिक्कारणेणं च ।।२।। (૨) અને દેશપાર્થસ્થ આ પ્રમાણે જાણવો-શૈય્યાતરપિંડ, અભ્યાહતપિંડ અથવા રાજપિંડ, નિત્યપિંડ અથવા અગ્રપિંડને જે નિષ્કારણ વાપરે.. कुलणिस्साए विहरइ ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए गच्छइ तह संथवं कुणई ।।३।।' (૩) * કુલની નિશ્રાએ વિચરે (અર્થાત્ જે શ્રાવકાદિકુલોમાં સ્નિગ્ધાહાર-મિઠાઈ વગેરે સારી સારી વસ્તુઓ મળતી હોય, તેવા કુલોમાં જ ફરે.) * કારણ વગર સ્થાપનાકુલોમાં (=આચાર્ય, ગ્લાન વગેરે માટે સ્થાપેલા કુલોમાં) પ્રવેશ કરે.. * સંખડી વગેરેને કુતૂહલાદિથી જોવા જાય.. * “તમે મારા પિતા જેવા છો' વગેરે રૂપે ગૃહસ્થોનો પરિચય કરે અથવા ગોચરી વહોર્યા પહેલાં કે પછી દાતાની ગુણસ્તુતિરૂપ સ્તવના કરે .. જેના ઘરે રાતે સૂઈને સવારે પ્રતિક્રમણ કર્યું અથવા રાતે જાગતા રહીને સવારનું પ્રતિક્રમણ કર્યું, તે ઘરવાળો શય્યાતર કહેવાય. અથવા રાતે બીજે સૂઈને સવારે બીજે પ્રતિક્રમણ કર્યું હોય, તો બંને ઘરવાળા શય્યાતર થાય.. તેના અશનાદિ ચાર, પાદપૂંછણ, વસ્ત્ર, પાત્ર, કંબલ, સોય, છરી, કર્ણશોધિકા અને નખ કાપવાનું સાધન-આ બાર પ્રકારનો પિંડ અકથ્ય છે, તે “શય્યાતરપિંડ' કહેવાય. શ પોતાના કે બીજા ગામમાંથી સાધુના માટે જે લવાય, તેને “અભ્યાહતપિંડ' કહેવાય. છે. ‘મારે ત્યાં રોજ વહોરવા આવવું એ પ્રમાણે આમંત્રણ મળ્યા બાદ રોજ ત્યાંથી અશનાદિ લેવા, તેને “નિત્યપિંડ’ કહેવાય. | # તરત જ ઉતારેલી, આખી ભરેલી તપેલીમાંથી ઉપરના ભાગમાંનું લેવું, તેને “અગ્રપિંડ' કહેવાય. - - - - - - - - - - - - - - — — — — —
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy