SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता १३७ હવે મૂળ વાત પર આવીએ - વર્તમાનકાળમાં પણ સામાચારીભેદ, મતભેદ એ બધું તો હોવાનું જ. પણ તેટલા માત્રથી વ્યામોહ કરવામાં કાંક્ષામોહનીય કર્મનો ઉદય થાય. એટલે તેનું બહુશ્રુતો પાસે સમાધાન મેળવી લઈને નિઃશંક થઈ જવું. અને પછી યોગ્ય માર્ગ અમલમાં મૂકવો (બાકી સામાચારીભેદ વગેરે હોવા માત્રથી તે સામાચારી વગેરેનું પાલન જ ન કરવું - એ યોગ્ય માર્ગ નથી..). | નિષ્કર્ષ - વર્તમાનકાળમાં પોત-પોતાની સામાચારી મુજબ યતનાપૂર્વક સંયમનું પાલન કરનારા સાધુઓ સુવિહિત-નિગ્રંથો જ છે.. એટલે તેમનો નિગ્રંથ' તરીકે જ વ્યવહાર કરવો અને તેથી જ તેઓને વંદનાદિ પણ કરવા જ.. આ જ વાતને જણાવે છે - तस्माद् व्यवहारतो यतमाना यतयो धर्मार्थिना वन्द्या एव । यतः श्रीउत्तराध्ययने - "धम्मज्जियं च ववहारं, बुद्धेहाऽऽयरियं सया । તમારતો વણાર, રિહં નમ/છ I૪રા” (સૂત્ર) – ગરગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચનઃ- અંદર રહેલો ચારિત્રપરિણામ એ તો છદ્મસ્થ પુરુષો જાણી શકે નહીં.. એટલે વ્યવહારનયને આશ્રયીને આલય-વિહાર વગેરે શાસ્ત્રવિહિત આચારોનું જેઓ યથાસામર્થ્ય યતનાપૂર્વક આચરણ કરે છે, તેઓ સુવિહિત-નિગ્રંથ જ છે અને ધર્મના અભિલાષકે તેઓને વંદન કરવા જ જોઈએ. કારણ કે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે - “આલય-વિહાર વગેરે સાધુઓના કર્તવ્યરૂપ જે વ્યવહાર ( ધન્નયંત્ર) ક્ષમા વગેરે ધર્મોથી યુક્ત હોય, અને (વૃદ્ધહારિબંકો જાણેલા તત્ત્વવાળા એવા જીવો વડે આચરાયેલો હોય, તથા જે (વ્યવહાર=) વિશેષથી પાપકર્મોનો અપકાર કરનાર હોય, તેવો વ્યવહાર હંમેશાં આચરતો જીવ કદી નિંદાને ન પામે.” (ઉત્તરાધ્યયનસૂત્ર ૧/૪૨) વ્યવહારનયની પ્રધાનતા બતાવતા બીજે પણ કહ્યું છે કે श्रीआवश्यके - "ववहारोऽवि हु बलवं जं छउमत्थंपि वंदई अरहा । ના તો ગામો નાતો ઘમર્ષણં શરરા” (1) जई जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुअहा । ववहारनउच्छेए तित्थुच्छेओ हवइ जम्हा ।।२३८२।। (विशेषावश्यके)
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy