SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता १२७ સંયમપાલનમાં ઉદ્યમશીલ હોઈ તેઓને પણ શાસ્ત્રોમાં ગુરુ તરીકે કહ્યા છે જ.)” (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૭૦) આ જ વાત ૩૫૫ ગાથા પ્રમાણ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રભાષ્યમાં પણ કરી છે કે - तथा ३५५गाथामाने श्राद्धप्रतिक्रमणसूत्रभाष्येऽप्युक्तं । किञ्च - सम्मग्गगुणजु पत्तं पाविज्जए न दुसमाए । ईअरम्मि वि तो भत्ती कायव्वा तम्मि भणि च ।।१।। पलए महागुणाणं०॥२॥ भूरिगुणो विरलोच्चिअ, इक्कगुणो वि हु जणो न सव्वत्थ । निदोसाण वि भदं, पसंसिमो थेव दोसे वि ।।३।। હંસાનાવિત્તિ તવ પાસા રૂતિ / – ગુરુગુણરશ્મિ ભાવાર્થ +વિવેચનઃ- વળી આ વિશે જાણવું કે “(૧) આ દુઃષમાકાળમાં સમગ્ર ગુણોથી યુક્ત એવું પાત્ર ( ગુરુ બનવાને યોગ્ય બધા ગુણોથી યુક્ત એવું પાત્ર તો) ન મેળવી શકાય. તેથી બીજામાં પણ ( ઓછા ગુણવાળા વિશે પણ) ભક્તિ કરવી, આંતરિક બહુમાન રાખવું. કારણ કે તે વિશે કહ્યું છે કે (૨) મોટા ગુણોના અભાવમાં નાના ગુણો પણ સેવાને યોગ્ય બને છે. લોકો સૂર્ય અસ્ત થયે છતે દીવાને પણ ઝંખે છે. (૩) (ક) ઘણા ગુણોવાળા જીવો વિરલા જ હોય છે, (ખ) એક ગુણવાળો પણ માણસ બધે મળતો નથી.(ગ) નિર્દોષ જીવોનું પણ કલ્યાણ થાય. (ઘ) અલ્પદોષવાળા જીવોની પણ પ્રશંસા કરીએ છીએ.. (પુષ્પમાલા શ્લોક-૪૫૮) વિશેષાર્થ:- (૧) જે જીવો ઘણા ગુણવાળા છે, અને (૨) જેમનામાં કેટલાંક ગુણો છે, અથવા (૩) જેમનામાં કેવળ સર્વથા દોષાભાવ છે, અથવા (૪) દોષો થોડા છે, તે બધા જીવો પ્રશંસા કરવા યોગ્ય જ છે. (૪) જે જીવોમાં (પાર્થસ્થ વગેરેમાં) જિનપ્રણીત દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય * 'पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणा वि। अत्थमिए दिणनाहे अहिलसइ जणो पईवंपि ॥' - इति पूर्णश्लोकः।। 2 અહીં ઘણાગુણો, અલ્પગુણો, દોષાભાવ અને અલ્પદોષ એમ ચાર મુદ્દા છે. * 'दंसणनाणचरितं, तवविणयं जत्थ जत्तिअंपासे। जिणपन्नत्तं भत्तीइ, पूअए तं तहिं भावं ।' - इति पूर्णश्लोकः।' (ભૂહિત્પમાળે-૪૩, તિનક્ષ/સમુદ-૧૨૪) - - - - - - - - - - - - - - - - - -
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy