SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः આચરણ કરતા હોય છે, પણ તેવા કેટલાંક જીવોના દોષોને જોઈને આખા શાસન ૫૨-શાસનમાં રહેલા બધા જીવો પર દોષારોપ મૂકવો (અને તેવો આરોપ મૂકવા દ્વારા શાસનની બદનામી કરવી, બે-ચારના વ્યક્તિગત દોષોના આધારે સમસ્ત જૈનસંઘને દોષી જાહેર કરવો..) એ બધું લેશમાત્ર પણ યોગ્ય નથી.. ११८ * સંઘહીલના કરનારને અત્યંત કટુવિપાકો * તે પ્રમાણે સંઘની હીલના કરનારો જીવ, અત્યંત કટુવિપાકો પ્રાપ્ત કરે છે - એવું ચૈત્યવંદનમહાભાષ્યમાં જણાવ્યું છે. જુઓ તેનું વચન – શ્લોકાર્થ :- સંઘના અવયવનું (=સંઘની અમુક વ્યક્તિઓનું) અનુચિત આચરણ જોઈને જે જીવ સંપૂર્ણ જૈનસંઘની અવહીલના કરે છે, તે જીવ ભવોભવ સર્વ લોકોથી અવહીલના કરવા યોગ્ય થાય છે.. (૧) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૩) શ્લોકાર્થ :- જો કર્મવશથી કેટલાકો અનુચિત આચરણ કરે, તો એમાં સંઘને શું ? સંઘનો શો દોષ ? શું કાગડા કે ભીલ વડે ક્યારેય ગંગા અપવિત્ર કરાય છે ? (૨) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક૧૩૪) તાત્પર્યાર્થ :- ગંગા નદી અત્યંત પવિત્ર છે, ક્યારેક કોઈ સ્થળે કાગડો પગ નાંખી જાય કે પાણી પી જાય,કે ભીલ જેવા લોકો સ્નાન કરી જાય તો પણ ગંગા નદી અપવિત્ર બનતી નથી. તેમ પ્રસ્તુતમાં સંઘમાં કેટલીક વ્યક્તિઓ અનુચિત આચરણ કરે તેથી આખો સંઘ દોષિત બની જતો નથી. શ્લોકાર્થ :- વળી જે શ્રમણ સંઘના સાચા કે ખોટા દોષોને છુપાવે છે, તે નિર્મળ યશકીર્તિને પામીને શીઘ્ર મોક્ષને પામે છે.. (૩) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૫) શ્લોકાર્થ :- જેવી રીતે ધાન્યણોના રક્ષણ માટે પરાળનું (=જેમાં અનાજના ડૂંડા હોય તેવી લાંબી સોટીઓનું) પણ યત્નથી રક્ષણ કરવામાં આવે છે, તેવી રીતે શાસનની મલિનતાના ભયથી કુશીલની (=અનુચિત આચરણ કરનારની) પણ રક્ષા કરવી જોઈએ, અર્થાત્ તેના અનુચિત આચરણને છુપાવવું જોઈએ.. (૪) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૬) એટલે અનુચિત આચરણ કરનારા કેટલાક જીવોના દોષોને જોઈને, શાસનમાં રહેલા બધા પર તેવો દોષારોપ મૂકવો ઉચિત નથી.. સાર ઃ- જે સાધુઓ શક્તિ-સામર્થાનુસારે યતનાપૂર્વક સુવિહિત આચારોનું પાલન કરી રહ્યા છે, તે સાધુઓ વંદનીય છે.. અલબત્ત, પ્રમાદાદિના કારણે કેટલાક દોષોનું સેવન કરતા હોવાથી તેઓ પાર્શ્વસ્થાદિરૂપ પણ છે, તે છતાં પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ તેઓ શુદ્ધ છે અને એટલે જ તેઓને વંદન કરવામાં કોઈ બાધ નથી.. * શ્રમણસંઘના અનુચિત આચરણનો છાપાઓ દ્વારા કે મોબાઈલના sms આદિ દ્વારા પ્રચાર કરનારાઓએ આ વાતને ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy