SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ गुरुतत्त्वसिद्धिः उप्पन्नसंसया जे सम्मं पुच्छंति नेव गीअत्थे । चुक्कंति सुद्धमग्गा ते पल्लवगाहि पंडिच्चा ।। ८३३ ।। जो मोहकलुसिअमणो, कुणइ अदोसे वि दोससंकप्पं । सो अप्पाणं वंचइ पेआवमगो वणिसुउव्व । । १०३ ।। अवसउणकप्पणाए सुंदरसउणो असुंदरं फलइ । इय सुंदरावि किरिआ असुहफला मलिणहि अयस्स ।। १०५ ।। " इति । -- ગુરુગુણરશ્મિ -- * સંઘવ્યવહારદૂષકની આત્મવંચના * ભાવાર્થ + વિવેચન :- આ વિશે બૃહદ્ભાષ્ય=ચૈત્યવંદનમહાભાષ્યમાં પણ જણાવ્યું છે કે શ્લોકાર્થ ઃ- પોતાની ક્રિયાને વખાણવી અને સકળ સંઘના વ્યવહારને દોષિત કરવો (=આ ખોટું છે એવો દોષારોપ મૂકવો) એનાથી પણ અધિક સંઘની અવજ્ઞા બીજી કઇ હોઈ શકે ? અર્થાત્ એનાથી અધિક સંઘની બીજી કોઈ અવજ્ઞા નથી.. (૧) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૨) શ્લોકાર્થ :- સૂત્ર અને અર્થમાં સંશયવાળા જેઓ, બીજા ગીતાર્થોને બરાબર પૂછતાં જ નથી. (પલ્લવાહિ=) ઉ૫૨-ઉ૫૨થી થોડું થોડું ભણીને પંડિત બનેલા તેઓ શુદ્ધમાર્ગથી ભ્રષ્ટ થાય છે.. (૨) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૮૩૩) શ્લોકાર્થ :- મોહથી કલુષિત મનવાળો જે જીવ નિર્દોષમાં પણ દોષની કલ્પના કરે છે, તે જીવ (પેયાવમ=) રાબડીની ઊલટી કરનાર વણિકપુત્રની જેમ પોતાને જ છેતરે છે.(૩) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૦૩) તાત્પર્યાર્થ ઃ- રાબડીની ઊલટી કરનાર વણિકપુત્રનો પ્રસંગ આ પ્રમાણે છે – એક નગરમાં એક શેઠ હતો, તેની પત્ની બાળકને જન્મ આપી મૃત્યુ પામી.. એટલે શેઠે બીજીવાર લગ્ન કર્યા. બીજી પત્નીએ એક બાળકને જન્મ આપ્યો.. માતા, પક્ષપાત વગર બંને બાળકો પ્રત્યે સમભાવ રાખે છે.. બાળકો પાઠશાળામાં ભણતા હતા.. હવે એક વખત સ્નેહવાળી માતાએ, કોઈ જુએ નહીં એ માટે એકાંતમાં તે બંને બાળકોને મતિ-બુદ્ધિને વધારનારી ઔષધયુક્ત અડદની રાબ પીવા માટે આપી.. રાબને પીતાં પીતાં સાવકાપુત્રે વિચાર્યું કે- “ખરેખર ! આ તો મરેલી માખીઓ છે, મને મારી નાખવા માટે મારી સાવકી માતાએ આમ કર્યું છે..” આવી શંકા રાખી તેણે રાબ પીધી. . પહેલા માનસિક દુઃખ થાય અને તેના પછી શારીરિક દુઃખો થાય.. આ શંકાના કારણે ઊલટીઓ થવા લાગી અને છેવટે તે મૃત્યુ પામ્યો. એટલે તે આ લોકના ભોગસુખોનો ભાગી ન થયો.. બીજાએ વિચાર્યું કે – મારી માતા અહિત ન ચિંતવે, શંકા વિના તેણે રાબ પીવાનું શરૂ કર્યું, રાબ તેના શરીરમાં પરિણમી ગઇ. તેનું શરીર આરોગ્યવાળું થયું. તે ઘણી વિદ્યાઓ ભણ્યો અને તેથી આ લોકના ભોગોનો ભાગી થયો..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy