SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः ___यथा पार्श्वस्थादिवन्दनदोषात् भीयते । तथा – “माणे १ अविणय २ खिंसा ३, नीअगोअं ४ अबोहि ५ भववुड्डी ६ । अनमंते छद्दोसा ।।" इति साध्ववन्दनजनिताबोध्यादिदोषेभ्यः कस्मान भीयते ? ।। - ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચનઃ- જેમ તમે “આ પાર્થસ્થોને વંદન કરીશું તો દોષ લાગશે એમ વિચારીને પાર્થસ્થ વગેરેને વંદન કરવાથી ડરો છો, તેમ સાધુને વંદન ન કરવાથી થનારા અબોધિ-ભવવૃદ્ધિ વગેરે દોષોથી કેમ ડરતા નથી? કહ્યું છે કે (૧) અહંકાર, (૨) અવિનય, (૩) હીલના, (૪) નીચગોત્ર કર્મનો બંધ, (૫) અબોધિ= જૈનધર્મની પ્રાપ્તિનો અસંભવ, અને (૬) ભવપરંપરાની વૃદ્ધિ - આ પ્રમાણે વંદન-નમન ન કરવામાં છ દોષો લાગે.” એટલે તાત્પર્ય એ કે, વર્તમાનકાળમાં યતનાપૂર્વક વિચરતા સાધુઓને જોઈને, પહેલો વિચાર તમને એવો જ કેમ આવે છે? કે આ સાધુઓ કદાચ પાર્શ્વસ્થ હશે ને તેમને વંદન કરવાથી અમને દોષ લાગશે.. વગેરે. આના બદલે એવો વિચાર કેમ નથી આવતો? કે આ સાધુઓને જો હું વંદન નહીં કરું, તો મને દુર્લભબોધિ વગેરે દોષો સર્જાશે!. તેથી સ્પષ્ટ જણાય છે કે તમારી માન્યતા માત્ર એકતરફી છે. એટલે પહેલાં તટસ્થ બનો અને તથ્યને વિચારો - એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે - ___ ततो मोक्षार्थिन् ! सकलसङ्घप्रमाणीकृतं मार्गमवगणय्य साम्प्रतमेवास्मदादिदृष्टचरेणाग्राह्यनामधेयेन केनापि पुरुषाधमेन साधूनामुपरि जातमत्सरेण निजकुमतिपरिकल्पितेषु च वचनेषु मा कर्णं देहि । – ગુરુગુણરશ્મિ - * સ્વછંદ બુદ્ધિવાળાનાં વચનો પર ધ્યાન ન આપશો * ભાવાર્થ - તેથી હે મોક્ષાર્થિનું! આખા સંઘે પ્રમાણ કરેલા માર્ગને અવગણીને, હમણાં જ અમારા જોવામાં આવેલા, જેનું નામ પણ ન લઈ શકાય અને જેને સાધુઓ પર તીવ્રરોષ ભર્યો છે, તેવા કોઈક પુરુષાધમ વડે પોતાની બુદ્ધિથી કલ્પાયેલાં વચનો પર કાન ન આપ... વિવેચનઃ-આલય-વિહારાદિ શાસ્ત્રોક્તવિધિ મુજબ શક્તિ-સામર્થ્યને અનુસાર યથાવત્ આચરણ
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy