SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता ૧૦૭ તાત્પર્ય - કોઈ ફક્ત એકાકીપણાનો જ દોષ સેવતો હોય, તો કોઈ ફક્ત પાર્શ્વસ્થપણાનો જ દોષ સેવતો હોય.. એવા એકેકના પાંચ ભાંગા થાય. બન્નેના સંયોગવાળા ૧૦ ભાંગા થાય. દા.ત. કોઈ એકાકી અને પાસFો હોય, કોઈ એકાકી અને સ્વચ્છેદ હોય.. એવી જ રીતે ૩-૩ના સંયોગવાળા ૧૦ ભાંગા થાય. દા.ત. કોઈ એકાકી, પાસત્યો અને સ્વચ્છંદ હોય.. એમ ૪-૪ ના સંયોગવાળા ૫ ભાંગા અને પાંચના સંયોગવાળો એક ભાગો થાય.. તો અહીં પૂર્વ-પૂર્વ કરતાં બ્રિકસંયોગી વગેરે ઉત્તરોત્તર ભાંગાઓ વધારે મોટા દોષવાળા સમજવા, કારણ કે પાર્થસ્થ વગેરે જેટલા પદો વધે તેટલા દોષોનો વધારો થાય.. અને પાર્થસ્થાદિથી વિપરીત સુસાધુઓમાં, જેટલા પદો વધે તેટલા ગુણોનો વધારો થાય - એવું જણાવવા કહે છે - “(પાસત્યાદિથી ક્રમશઃ વિપરીત સુસાધુ-) (૧) ગચ્છવાસી હોય, (૨) જ્ઞાન-દર્શન-ચારિત્રની સાથે સંબંધવાળો, (૩) ગુરુપરતંત્ર, (૪) અનિયત=માસકલ્યાદિ મર્યાદાયુક્ત વિચરવાવાળો, અને (૫) કુળg=રોજની ક્રિયાઓમાં ગાયુf=અપ્રમાદી હોય.. તો અહીં પદોના જોડાણથી તેઓ સંયમના આરાધક કહેવાયા છે. અર્થાત્ જેટલા વધુ પદો ભેગા મળે, તેટલા તેઓ વધુ સંયમના આરાધક બને.” (ઉપદેશમાલા શ્લોક-૩૮૮) અહીં ગચ્છવાસી વગેરે પાંચ અનુક્રમે એકાકી આદિરૂપ ન હોય - તે જણાવવા કહે છે - (૧) ગચ્છમાં રહેલો સુસાધુ એકલો ન હોય.. (૨) અનુયોગી ( જ્ઞાન, દર્શન, ચારિત્રની સાથે સંબંધ રાખનારો) સુસાધુ, પાર્શ્વ ન હોય.. (૩) આજ્ઞાધીન રહી ગુરુને સેવનારો સુસાધુ સ્વછંદ ન હોય.. (૪) અનિયતવાસી એક ઠેકાણે સદાસ્થાયી ન હોય.. (૫) આયુક્ત (ત્રક્રિયાઓમાં ઉદ્યમી) સુસાધુ, અવસત્ર=શિથિલાચારવાળો ન હોય.. અને અહીં પદોના વધારાથી ગુણોનો પણ વધારો થાય છે. (દા.ત.ગચ્છવાસ-અનુયોગી કરતાં, ગચ્છવાસી અનુયોગી-ગુરુપરતંત્રમાં ગુણોનો વધારો હોય છે..) તો આનો ફલિતાર્થ - * પાશ્વસ્થમાં સંયમનું આરાધકપણું* (૧) કોઈ જીવ ગચ્છવાસી-ગુરુપરતંત્ર-અનિયતવાસી અને આયુક્ત એમ૪ પદોના જોડાણવાળો હોય, તો તે જીવમાં અનુયોગીપણું ન હોવામાં અને તેના બદલે તેના વિરોધી પાર્શ્વસ્થપણું હોવામાં પણ - તે ચતુઃસંયોગી ભાંગાવાળો હોવાથી - સંયમનો આરાધક કહેવાયો છે. અને સંયમનો આરાધક કહેવા દ્વારા તેવા પાર્થસ્થનું પણ ચારિત્રીપણું કહેવાયું જ.. ઉપદેશમાલામાં જ કહ્યું છે કે પદોની વૃદ્ધિથી ગુણવૃદ્ધિ થાય અને ગુણવૃદ્ધિવાળો જીવ સંયમનો આરાધક થાય.. એટલે ચાર પદના જોડાણવાળો પાર્થસ્થ પણ ગુણવર્ધક હોઈ સંયમનો આરાધક છે જ.. - - - - - --
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy