SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता - ગુરુગુણરશ્મિ ! ભાવાર્થ + વિવેચનઃ- જો પાર્શ્વસ્થાદિમાં સર્વથા ચારિત્ર ન હોય, તો આગમમાં કારણે જે પાર્શ્વસ્થોને વંદનીય કહ્યા છે, તે સંગત નહીં થાય.. તેનું કારણ કહે છે – કેટલું પણ મોટું કારણ આવી પડે, તો પણ સિદ્ધાંતમાં (=આગમશાસ્ત્રમાં) ક્યાંય પરતીર્થિકોને વંદન કરવાનું કહ્યું નથી. તેનું કારણ શું ? એ જ કે તેઓ અસંયત છે, લેશમાત્ર પણ તેઓમાં ચારિત્ર નથી.. તો જેમ ચારિત્ર ન હોવાથી પરતીર્થિકો અવંદનીય છે, તેમ પાર્શ્વસ્થો પણ એકાંતે અવંદનીય થશે ! કારણ કે તમારી માન્યતા મુજબ તેઓમાં પણ ચારિત્ર નથી. (એટલે તો આગમવિહિત કારણે પણ પાર્શ્વસ્થોને વંદન નહીં થાય.) १०५ એટલે માનવું જ રહ્યું કે, પાર્શ્વસ્થોમાં પણ લેશચારિત્ર હોય છે જ અને તેથી જ તેઓને તે કારણે વંદન થાય છે.. (તેથી તેઓને મિથ્યાદષ્ટિ માનવાની ગંભીર ભૂલ ન કરવી..) આ જ વાતની સાબિતી, ગ્રંથકારશ્રી ઓઘનિર્યુક્તિગ્રંથના અનુસારે કરે છે - જી तथा श्री ओनिक् एस गमो पंचण्हवि नियाईणं गिलाणपडिअरणे । – - फासुअकरणनिकायण कहण पडिक्कामणागमणं ।। ३९ ।। (भा.) इत्यत्र पार्श्वस्थादीनां ग्लानत्वे प्रतिजागरणं संविग्नविहारं प्रत्यभ्युत्थितत्वे सति साधुना सङ्घाटकरणं च न हि तेषां मिथ्यादृष्टित्वे सति संभवतीति । -- ગુરુગુણરશ્મિ નુ ભાવાર્થ :- તથા શ્રી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે - “ગ્લાનની સેવાના વિષયમાં નિત્યવાસી વગેરે પાંચેયમાં પણ આ જ વિધિ જાણવી (માત્ર) પ્રાસુક વડે કરવું, નિકાચના કરવી, કથન-પ્રતિક્રમણ-આગમન કરવું..” હવે જો પાર્થસ્થાદિ મિથ્યાર્દષ્ટિ હોય, તો (૧) તેઓ ગ્લાન થાય તો તેમની સેવા કરવી, (૨) સંવિગ્ન વિહાર પ્રત્યે અત્થિત થાય તો સાધુએ તેને પોતાના સંઘાટક તરીકે બનાવવો.. એ બધું કેવી રીતે સંભવે ? વિવેચનઃ- ઓઘનિયુક્તિમાં પાર્શ્વસ્થ વગેરે ગ્લાન થાય, તો તેઓની વૈયાવચ્ચ કરવાનું, તેમની સાથે રહેવાનું, તેમને સંઘાટક બનાવવાના એ બધું કહ્યું છે જ.. જુઓ તે ઓઘનિર્યુક્તિભાષ્યનું વચન : “ગ્લાનસેવાની જે વિધિ કહી, તે જ વિધિ (૧) નિત્યવાસીગ્લાન, (૨) પાર્શ્વસ્થગ્લાન, (૩) અવસન્નપ્લાન વગેરેની સેવા કરવાના અવસરમાં નીચે પ્રમાણે સમજવી – જ (ક) નિત્યવાસી ગ્લાન વગેરેની વૈયાવચ્ચ પ્રાસુક ભોજન – પાણી વગેરેથી જ કરવી..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy