SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः (૩) જેમ અશુચિસ્થાનમાં પડેલી ચંપકમાલા ગળે પહેરાતી નથી, તેમ પાર્શ્વસ્થાદિસ્થાનોમાં રહેતા સાધુઓ પણ અપૂજ્ય છે.. (આવશ્યકનિયુક્તિ-૧૧૧૨) (૪) પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, નિત્ય, સંસક્ત અને યથાચ્છંદ- આ છને જાણીને, સુવિહિતોએ તેઓને બધા પ્રયત્નથી વર્લ્ડવા.. (ઉપદેશમાલા-૩૫૩) ८४ આવા બધા વાક્યો ભયવાક્યરૂપ છે અને તેઓ એટલું જ જણાવે છે કે – “શય્યાતરપિંડ લેવો વગેરે પાર્શ્વસ્થપણાનું-કુશીલપણાદિનું કારણ છે, એટલે તે બધું છોડવું.. અને પાર્શ્વસ્થાદિનો સંગ ન કરવો, કારણ કે તેમના સંગથી તેમના દોષો આપણામાં આવે – એવી સંભાવના છે.” - પણ તે ભયવાક્યો ‘પાર્શ્વસ્થાદિ એકાંતે અવંદનીય જ છે' એવું બતાવનારા નથી.. આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે - O यथा हि लोके दुर्विनीतं पुत्रादिकं प्रति एतस्य भोजनं न दातव्यमित्यादिवाक्यानि दुर्विनयशिक्षणपराणि, न तु भोजननिषेधपराणि । - ગુરુગુણરશ્મિ -- : ભાવાર્થ + વિવેચન :- જેમ લોકમાં દુર્વિનીત (=વિનય ન કરનારા) પુત્ર વગેરેના પ્રત્યે ‘આજે આને જમવા ન આપવું' એવાં વાક્યો માત્ર તેના અવિનયની શિક્ષા કરવા પૂરતા હોય છે (તેવો અવિનય ફરી ન થાય – એવું શીખવાડવા પૂરતા હોય છે..) બાકી તેને જમવાનો નિષેધ કરવા માટે નથી હોતા.. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.. (પાર્શ્વસ્થોને વંદન ન કરવા - એવું વાક્ય એટલું જણાવે છે કે, પાર્શ્વસ્થાપણાનાં કારણરૂપ શય્યાતરપિંડ લેવા વગેરેનો દોષ ન આવે એનું ધ્યાન રાખવું. . બાકી પાર્શ્વસ્થો એકાંતે અવંદનીય છે – એવું આ વાક્ય જણાવતું નથી.) પ્રશ્ન :- પણ આવી રીતે સૂત્રનો ભયવાક્યરૂપ અર્થ હોઈ શકે ? ઉત્તર ઃ- હા, કારણ કે સૂત્રો અનેક પ્રકારના હોય છે – કોઈ વિધિવાક્યરૂપ, કોઈ ઉદ્યમવાક્યરૂપ, કોઈ પ્રશંસાવાક્યરૂપ, કોઈ ભયવાક્યરૂપ વગેરે.. એટલે પ્રસ્તુતમાં પાર્શ્વસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો ભયવાક્યરૂપ માનવામાં કોઈ બાધ નથી.. જી ધર્મરત્નપ્રકરણ નામના ગ્રંથમાં સૂત્રો અનેક પ્રકારના હોય છે અને તેનો યથાયોગ્ય વિભાગ ન જાણનાર મોહ ઊભો કરે છે - એવું જણાવ્યું છે. જુઓ તેનું વચન – * અલબત્ત, તેઓને વંદન કરવામાં, તેઓની પાસે જવામાં, તેમના દોષોથી આપણે ભાવિત થઈએ એવી પૂરી સંભાવના છે.. એટલે જ જ્યારે સુવિહિત સાધુઓ મળે, ત્યારે તેમનો (=પાર્શ્વસ્થાદિનો) લેશમાત્ર પણ સંગ નથી કરવાનો.. પણ જ્યારે સુવિહિત સાધુઓ મળે જ નહીં, ત્યારે પણ ‘પાર્શ્વસ્થાદિ એકાંતે અવંદનીય છે’ એવું માનીને તેમના પાસેથી જ્ઞાનાદિ ન લઈને, ધર્મના લાભથી સાવ જ વંચિત રહેવું – એવું ન થાય, તે માટે ત્યારે પાર્શ્વસ્થાદિને વંદન પણ સ્વીકાર્ય છે જ. પણ ત્યારે કાળજી રાખવી કે તેમના દોષો આપણામાં ન આવે.. આમ સર્વત્ર મોટા દોષોને ટાળવા, નાના દોષનો આદર કરીને પણ ગુરુલાઘવની વિચારણાપૂર્વક પ્રવૃત્તિ કરવી - એ ઉચિત જ છે.
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy