SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ इति गुणस्थानक्रमारोहसूत्रवृत्त्यनुसारेणाभव्यानां व्यक्तमपि मिथ्यात्वं भवतीत्यापातदृशापि व्यक्तमेव પ્રતીય ા. → किञ्च स्थानाङ्गानुसारेणाप्यभव्यानामाभिग्रहिकमिथ्यात्वं व्यक्तं प्रतीयते । तदुक्तं तत्र द्वितीयस्थानके प्रथमोद्देशके-'आभिग्गहियमिच्छदंसणे दुविहे पण्णत्ते, तंजहा-सपज्जवसिए चेव अपज्जવસિ વેવ ત્તિ', I एतवृत्तिर्यथा-'आभिग्गहिए इत्यादि, आभिग्रहिकमिथ्यादर्शनं सपर्यवसितं सपर्यवसानं सम्यक्त्वप्राप्तौ, अपर्यवसितं अभव्यस्य, सम्यक्त्वाऽप्राप्तेः, तच्च मिथ्यात्वमात्रमप्यतीतकालनयानुवृत्त्याऽऽभिग्रहिकमिति व्यपવિતે ' તિ અને તેની વૃત્તિના આ વચનોને અનુસારે “અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ પણ સંભવે છે એ વાત ઉપરછલ્લી દૃષ્ટિએ વિચારનારને પણ સ્પષ્ટ રીતે જણાય છે. (ઠાણાંગસૂત્રથી આભિગ્રહિક મિથ્યાત્વનું સમર્થન) વળી ઠાણાંગ સૂત્ર પરથી પણ “અભવ્યોને આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે એ વાત સ્પષ્ટ રીતે જણાય છે. (તેથી તેઓને વ્યક્ત મિથ્યાત્વ હોતું જ નથી. એવી જે કુકલ્પના તેઓમાં આભિગ્રહિક મિથ્યાત્વનો નિષેધ કરવા માટે તમે કરો છો તે સાવ અયોગ્ય જ છે.) ઠાણાંગ સૂત્રના દ્વિતીય સ્થાનકના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે કે “આભિગ્રહિક મિથ્યાદર્શન બે પ્રકારે કહેવાયું છે. તે આ પ્રમાણે - સપર્યવસિત (સાન્ત) અને અપર્યવસિત (અનંત) + એની વૃત્તિમાં કહ્યું છે કે + “આભિગ્રહિક મિથ્યાદર્શન સપર્યવસિત અંત સહિતનું હોય છે. સમ્યકત્વની પ્રાપ્તિકાળે તેનો અંત થાય છે. તેમજ અભવ્યોને અપર્યવસિત (=અંત વિનાનું) હોય છે, કેમકે તેઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ જ થતી નથી. જો કે અભવ્યને આવેલું આ મિથ્યાત્વ પણ પછીના અનંતકાળ માટે, સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોવાના કારણે મિથ્યાત્વ સામાન્ય તરીકે રહે જ છે, તો પણ તે આભિગ્રહિક મિથ્યાત્વ તરીકે તો રહેતું નથી જ, કેમ કે એકેન્દ્રિયાદિ ભવોમાં અવશ્ય જનારા તેને અનાભોગિક મિથ્યાત્વ હોય છે. અને તેથી તેના પણ આભિગ્રહિક મિથ્યાત્વને અપર્યવસિત કહી શકાતું નથી. તેમ છતાં, પછીથી એકેન્દ્રિયાદિમાં ગયેલા તેનું મિથ્યાત્વ અતીતકાળમાં આવેલા આભિગ્રહિક મિથ્યાત્વને આશ્રયીને અતીતકાલયના અભિપ્રાયે “વૃતઘટ' વગેરે ઉલ્લેખની જેમ “આભિગ્રહિક મિથ્યાત્વ' તરીકેનો ઉલ્લેખ પામે છે. અને તેથી એ અપર્યવસિત કહેવાયું છે.'+ ૧. – આવા ચિહ્નની વચમાં રહેલો પાઠ ૫. ઉપાધ્યાયજી મહારાજે પછીથી ઉમેર્યો હોય એવું લાગે છે. અન્ય હસ્તલિખિત પ્રતોમાં કે મુદ્રિત પ્રતમાં તે જોવા મળ્યો નથી. પણ સંવેગીજૈન ઉપાશ્રયની (હાજા પટેલની પોળ, અમદાવાદ) હસ્તલિખિત પ્રતમાં તેના પૃ. નં. ૮ પરનાં હાંસિયામાં આ પાઠ ઉમેરેલો છે. માટે અમે પણ એનો ગ્રન્થમાં સમાવેશ કરી દીધો છે, એ રીતે હ.લિ. પ્રતના ૩૨માં પૃષ્ઠ પર પણ હાંસિયામાં પાઠ ઉમેરેલો છે. તેનો પણ આગળ શ્લોક નં. ૩૭ની ટીકામાં અમે ચિહ્ન વચ્ચે સમાવેશ કર્યો છે એ જાણવું.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy