SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૮ तम्मूलं मिच्छत्तं आभिग्गहिआइ तं च पंचविहं । भव्वाणमभव्वाणं आभिग्गहिअं वणाभोगो ।।८।। तन्मूलं मिथ्यात्वमाभिग्रहिकादि तच्च पञ्चविधम् । भव्यानामभव्यानामाभिग्रहिकं वाऽनाभोगः ||८ ।। तम्मूलंति । तस्य=अनन्तसंसारहेत्वशुभानुबन्धस्य मूलं मिथ्यात्वं, उत्कटहिंसादिदोषानामपि मिथ्यात्वसहकृतानामेव तद्धेतुत्वाद्, अन्यथा दोषव्यामूढताऽनुपपत्तेः । तच्चाभिग्रहिकादिकं पञ्चविधं=आभिग्रहिकमनाभिग्रहिकमाभिनिवेशिकं सांशयिकमनाभोगं चेति पञ्चप्रकारम् । यद्यपि जीवादिपदार्थेषु तत्त्वमिति निश्चयात्मकस्य सम्यक्त्वस्य प्रतिपक्षभूतं मिथ्यात्वं द्विविधमेव पर्यवस्यति - (१) जीवादयो न तत्त्वमिति विपर्यासात्मकं, (२) जीवादयस्तत्त्वमिति निश्चयाभावरूपानधिगमात्मकं च । तदाह वाचकमुख्यः-‘अनधिगमविपर्ययौ च मिथ्यात्वं' () इति, तथापि 'धर्मेऽधर्मसंज्ञा' इत्येवमादयो दश भेदा इवोपाधिभेदात्पञ्चैते भेदाः शास्त्रप्रसिद्धाः । तत्राभिग्रहिकम्-अनाकलिततत्त्वस्याप्रज्ञापनीयताप्रयोजकस्वस्वाभ्युपगतार्थश्रद्धानम्, यथा ગાથાર્થ : તે અશુભાનુબંધનું મૂળ મિથ્યાત્વ છે. તે ભવ્યોને આભિગ્રહિકાદિ પાંચે પ્રકારનું હોય છે. જ્યારે અભવ્યોને આભિગ્રહિક કે અનાભોગિક એમ બે પ્રકારનું હોય છે. અનંતસંસારના હેતભૂત તે અશુભાનુબંધનું મૂલ મિથ્યાત્વ છે. કેમકે ઉત્કટહિંસાદિદોષો પણ મિથ્યાત્વસકૃત હોય તો જ અશુભાનુબંધના હેતુ બને છે. નહીંતર તો (મિથ્યાત્વસહષ્કૃત ન હોય તો) હિંસાદિ હોવા છતાં દોષવ્યામૂઢતા (દોષને ગુણકર માનવાનો વિપર્યાસ) ન હોવાથી અશુભાનુબંધ શી રીતે પડે ? તે મિથ્યાત્વ આભિગ્રહિકાદિ પાંચ પ્રકારે છે. (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગ. જો કે જીવ વગેરે પદાર્થો અંગે આ તત્ત્વ છે એવો નિશ્ચય હોવા રૂપ જે સમ્યક્ત્વ છે તેના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ બે પ્રકારનું જ હોવું ફલિત થાય છે. - “જીવાદિ પદાર્થો તત્ત્વ નથી” એવા વિપર્યાસાત્મક અને જીવાદિ પદાર્થો તત્ત્વ છે.” એવો નિશ્ચય ન હોવા રૂપ અનધિગમાત્મક. શ્રીઉમાસ્વાતિમહારાજે પણ કહ્યું છે કે ‘(તત્ત્વોનો) અનધિગમ અને વિપર્યય એ મિથ્યાત્વ છે.” છતાં પણ મિથ્યાત્વના “ધર્મમાં અધર્મસંજ્ઞા વગેરે રૂપ દશ ભેદો જેમ ઉપાધિના ભેદથી કહેવાય છે તેમ આ પાંચ ભેદો પણ ઉપાધિના ભેદથી હોવા શાસ્ત્રપ્રસિદ્ધ છે. તેમાં આભિગ્રહિક મિથ્યાત્વ ઃ- તત્ત્વોના અજાણ જીવની પોતે માનેલા પદાર્થોની એવી શ્રદ્ધા હોય કે જે તે જીવને અપ્રજ્ઞાપનીય બનાવે તે શ્રદ્ધા એ આ પ્રકારનું મિથ્યાત્વ છે. એટલે કે યથાસ્થિત તત્ત્વોને યથાર્થપણે જે જાણતો નથી, તેમજ પોતે જે તત્ત્વોને જેવા માનેલા છે તે તત્ત્વો વાસ્તવમાં તેવા જ છે એની
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy