SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૨૩ – स्त्येव । यदाचारसूत्रे-सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बितिया मन्दस्स बालया । णि अट्टमाणा वेगे आयारगोयरमाइक्खंति नाणभट्ठो दंसणलूसिणोत्ति ।। एतद्वृत्तिर्यथां शीलमष्टादशशीलाङ्गसहस्रसंख्यं, यदि वा महाव्रतसमाधानं पञ्चेन्द्रियजयः कषायनिग्रहस्त्रिगुप्तिगुप्तता चेत्येतच्छीलं विद्यते येषां ते शीलवन्तः । तथोपशान्ताः कषायोपशमाद् अत्र शीलवद्ग्रहणेनैव गतार्थत्वात् ‘उपशान्ताः' इत्येतद्विशेषणं कषायनिग्रहप्राधान्यख्यापनार्थम् । सम्यक् ख्याप्यते = प्रकाश्यतेऽनयेति संख्या=प्रज्ञा, तया रीयमाणाः संयमानुष्ठानेन पराक्रममाणाः, कस्यचिद्विश्रान्तभागधेयतया 'अशीला एते' इत्येवमनुवदतो अनु = पश्चाद् वदतः पृष्ठतोऽपवदतः अन्येन वा मिथ्यादृष्ट्यादिना कुशीलाः इत्येवमुक्तेऽनुवदतः पार्श्वस्थादेर्द्वितीयैषा मन्दस्य = अज्ञस्य बालता = मूर्खता । एकं तावत्स्वतश्चारित्रापगमः पुनरपरानुद्युक्तविहारिणोऽपवदतीत्येषा द्वितीया बालता । यदि वा 'शीलवन्त एते, उपशान्ता वा' इत्येवमन्येनाभिहिते 'क्वैषां प्रचुरोपकरणानां शीलवत्तोपशान्तता वा' इत्येवमनुवदतो हीनाचारस्य द्वितीया बालता भवतीति । अपरे तु वीर्यान्तरायोदयात्स्वतोऽ સાધુઓની જે નિંદા કરે છે કે જેને શાસ્ત્રોમાં તેઓની દ્વિતીય બાલતાનું નિયામક કહ્યું છે તે જ તેઓનું નિયત ઉત્સૂત્ર છે. કેમકે નિહ્નવે જેમ ખોટું બોલવાની ચોક્કસ વાત પકડેલી હોય છે તેમ દ્વિતીય બાલતાવાળા પાસસ્થા વગેરેએ પણ સુવિહિતસાધુઓની ખોટી નિંદા કર્યા કરવાની ચોક્કસ વાત પકડેલી જ હોય છે. શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે - ‘શીલવાન્, ઉપશાન્ત, પ્રજ્ઞાથી પરાક્રમ કરતાં એવા સાધુઓની પાછળ ‘આ લોકો કુશીલ છે' એવું બોલતાં પાર્શ્વસ્થાદિની આ બીજી બાલતા છે. સંયમથી નિવૃત્ત થતા કેટલાક યથાસ્થિત આચારોને જણાવે છે. પણ જેઓ એ જણાવતા નથી તેઓ જ્ઞાનભ્રષ્ટ અને સ્વ-પરના દર્શનના લોપક બને છે” આ સૂત્રની વ્યાખ્યા આવી છે-અઢાર હજાર શીલાંગરૂપ કે મહાવ્રતપાલન-પાંચ ઇન્દ્રિયોનો જય-કષાયનિગ્રહ અને ત્રિગુપ્તિયુક્તતારૂપ શીલવાળા સાધુઓ તે શીલવાન્. તેઓ જ, કષાયોનો ઉપશમ કર્યો હોવાથી ‘ઉપશાન્ત’ છે. આમ તો ‘શીલવા’ શબ્દથી જ ઉપશાન્તતા જણાઈ જાય છે, છતાં કષાયનિગ્રહની મુખ્યતા જણાવવા આ વિશેષણ પૃથક્ મૂક્યું છે. જેનાથી પદાર્થો સારી રીતે વિખ્યાત=પ્રકાશિત થાય –જણાવાય તે સંખ્યા એટલે કે પ્રજ્ઞા. આ પ્રજ્ઞાથી રીયમાણ=સંયમ અનુષ્ઠાનોમાં પરાક્રમ ફોરવનાર સાધુઓને ઉદ્દેશીને; ભાગ્ય ફૂટી ગયું હોવાના કારણે, ‘આ લોકો અશીલ છે’ આ રીતે પીઠ પાછળ નિંદા કરનાર અથવા કોઈક મિથ્યાદષ્ટિ વગેરેએ ‘આ લોકો કુશીલ છે’ ઇત્યાદિ બોલ્યે છતે તેનો જ અનુવાદ થાય એવું બોલનાર મંદ=અજ્ઞ પાર્શ્વસ્થાદિની આ બીજી બાલતા=મૂર્ખતા છે. પોતે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે એ તો એક મૂર્ખતા છે જ અને ઉપરથી બીજા ઉઘુક્તવિહારી સાધુઓની નિંદા કરે છે તેથી એ તેઓની બીજી મૂર્ખતા છે. અથવા સુવિહિતસાધુઓ અંગે “આ સાધુઓ શીલવાન્ છે અથવા ઉપશાન્ત છે’” ઇત્યાદિ કોઈ કહે ત્યારે “આટલી બધી ઉપધિ રાખનાર આ સાધુઓમાં શીલવત્તા કે ઉપશાન્તતા ક્યાંથી હોય ?’’ એમ બોલનાર હીનઆચારવાળા પાર્શ્વસ્થાદિની આ બીજી મૂર્ખતા છે. જ્યારે બીજા કેટલાક હીનઆચારવાળા જીવો વીર્યાન્તરાયકર્મોદયના કારણે પોતે
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy