SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫, ૬ त्सूत्रभाषिणोऽनवच्छिन्नमिथ्यात्वसन्तानपरमहेतोस्तीर्थोच्छेदाभिप्रायवतो बलभद्रजीवस्याप्यनन्तसंसारोत्पत्तिः प्रसज्येत, न चैतदशास्त्रीयं वचनम्, त्रिषष्टीयनेमिचरित्रेऽप्येवमुक्तत्वात् । तथा हि (૮-૨૨-૮૩) – 'प्रतिपद्य तथा रामो जगाम भरतावनौ । तथैव कृत्वा ते रूपे दर्शयामास सर्वतः ।। एवमूचे च भो लोकाः ! कृत्वा नौ प्रतिमाः शुभाः । प्रकृष्टदेवताबुद्ध्या यूयं पूजयतादरात् ।। वयमेव यतः सृष्टिस्थितिसंहारकारिणः । वयं दिव इहायामो यामश्च स्वेच्छया दिवम् ।। निर्मिता द्वारकाऽस्माभिः संहता च यियासुभिः । कर्ता हर्ता च नान्योऽस्ति स्वर्गदा वयमेव च ।। एवं तस्य गिरा लोकः सर्वो ग्रामपुरादिषु । प्रतिमाः कृष्णहलिनोः कारंकारमपूजयन् ।। प्रतिमाऽर्चनकर्तृणां महान्तमुदयं ददौ । स सुरस्तेन सर्वत्र तद्भक्तोऽभूज्जनोऽखिलः ।।' इति ।।५।। ननु बलभद्रस्योत्सूत्रवचनमिदं न स्वारसिकमतो न नियतं, नियतोत्सूत्रं च निह्नवत्वकारणं। અવ્યવચ્છિન્ન રીતે ચાલેલ મિથ્યા પરંપરાના મુખ્ય કારણભૂત અને તેથી જ તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા એવા બળભદ્રના જીવને પણ અનંતસંસાર હોવાની આપત્તિ આવે. બળભદ્રજીવે આવી મિથ્યાકલ્પનાઓ ફેલાવી છે એવી અમારી આ વાત અશાસ્ત્રીય પણ નથી, કેમકે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અંતર્ગત શ્રીનેમિચરિત્રમાં પણ આવું કહ્યું જ છે-“(કૃષ્ણની તે વાત) સ્વીકારીને બળરામદેવ ભરતક્ષેત્રમાં ગયા અને કૃષ્ણ કહ્યા મુજબ જ તે બે રૂપો કરીને બધે દેખાડ્યા. અને કહ્યું કે “હે લોકો ! અમારી સુંદર પ્રતિમાઓ કરીને પ્રકૃષ્ટ દેવતાની બુદ્ધિથી આદરપૂર્વક પૂજો. કેમ કે અમે જ વિશ્વના સર્જન-સ્થિતિ અને સંહાર કરનારા છીએ. અમે દેવલોકમાંથી અહીં આવીએ છીએ. અમે જ દ્વારિકા બનાવી, અને પાછા જવાની ઇચ્છાવાળા અમે જ એને સંહરી લીધી. તેથી સૃષ્ટિનો કર્તા હર્તા (નાશક) બીજો કોઈ નથી. વળી અમે જ સ્વર્ગ આપનારા છીએ.” તેના આવા વચનથી બધા લોકોએ ગામનગરાદિમાં કૃષ્ણ-બળરામની પ્રતિમાઓ બનાવી બનાવીને પૂજી. તે બળદેવે પ્રતિમાની પૂજા કરનારાઓનો મહાન અભ્યદય કર્યો. તેથી સર્વત્ર સંપૂર્ણલોક તેઓનો ભક્ત બન્યો.” પી. બળભદ્રનું આ વચન સ્વારસિક નહોતું અર્થાત્ પોતાની તેવી તીવ્ર ઇચ્છાથી(માન્યતાથી) બોલાયેલું નહોતું અને તેથી નિયત નહોતું. જેનો રસ પેદા થઈ ગયો હોય તે જ હંમેશાં મુખ્યતયા બોલાય અને તેથી નિયત હોય. વળી નિહ્નવ અને યથાછંદ બંને ઉસૂત્ર બોલનારા હોવા છતાં બંનેને પૃથગુ પૃથર્ જણાવ્યા છે તેથી ખ્યાલ આવે છે કે એમાં કોઈક વિશેષ ભેદ હોવો જોઈએ. આગમોમાં આપેલ નિતવપ્રરૂપણાનું અને યથાણંદપ્રરૂપણાનું પરિશીલન કરવાથી જણાય છે કે જે કોઈ નિકૂવો થયા તેઓ કોઈ કોઈ એક કે બે ચોક્કસ (નિયત) વાત અંગે ઉસૂત્રપ્રરૂપણા કરી છે જ્યારે યથાછંદોએ અનેક બાબતોમાં સ્વકલ્પના મુજબ ઉસૂત્રપ્રરૂપણા કરી છે. અર્થાત્ ક્યારેક “મુહપત્તિનો જ પૂંજણી તરીકે ઉપયોગ કરવો' એવી ઉસૂત્રપ્રરૂપણા કરી છે તો ક્યારેક પાત્રકનો જ માત્રક તરીકે ઉપયોગ કરવો' ઇત્યાદિ ઉસૂત્રપ્રરૂપણા
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy