SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पण्णवेमाणो । एसो उ अहाछंदो इच्छाछंदुत्ति एगट्ठा ।। इत्यावश्यकनियुक्तिवचनात् () । तासां चैकावतारित्वं प्रसिद्धमिति नायं नियमो युक्तः । यत्तु उन्मार्गमाश्रितानामाभोगवतामनाभोगवतां वा नियमेनानन्तः संसारः, प्रतिसमयं तीर्थोच्छेदाभिप्रायेण साम्यात्; यथाछन्दस्तु क्वचिदंशेऽनाभोगादेवोत्सूत्रभाषी स्यात्, तस्यानाभोगोऽपि प्रायः सम्यगागमस्वरूपापरिणतेः, न च तस्य तदुत्सूत्रभाषणमनन्तसंसारहेतुः, तीर्थोच्छेदाभिप्रायहेतुकस्यैव तस्यानन्तसंसारहेतुत्वाद् इति, तदसंबद्धं, एतादृशनियमाभावात् । न ह्युन्मार्गपतिताः सर्वेऽपि तीर्थोच्छेदपरिणामवन्त एव, सरलपरिणामानामपि केषाञ्चिद्दर्शनात्। न च यथाछन्दादयोऽनाभोगादेवोत्सूत्रभाषिणः, जानतामपि तेषां बहूनां सुविहितसाधुसमाचारप्रद्वेषदर्शनात् । यस्त्वाहयथाछन्दत्वभवनहेतूनां पार्श्वस्थभवनहेतूनामिव नानात्वेनागमे भणितत्वाद् यथाछन्दमात्रस्योજ એ ઉસૂત્રભાષક હોવી પણ સિદ્ધ થઈ જાય છે; કેમકે શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “ઉસૂત્રને આચરતો અને ઉત્સુત્રને જ પ્રરૂપતો આ યથાછંદ છે, છંદ અને ઇચ્છા એકાWક શબ્દો છે.” આમ કાલીદેવી વગેરે યથાવૃંદ હોવી અને તેથી ઉત્સુત્રભાષી હોવી પણ સિદ્ધ છે અને છતાં તેઓ એકાવતારી હોવી પણ શ્રી જ્ઞાતાધર્મકથામાં કહી છે. તેથી ઉસૂત્રભાષી નિયમા અનંત સંસારી હોવાનો નિયમ યુક્ત નથી. “ઉન્માર્ગમાં રહેલા ઉત્સુત્રભાષી જીવો આભોગયુક્ત હોય કે અનાભોગવાળા હોય તો પણ સમયે સમયે તીર્થોચ્છેદનો અભિપ્રાય તો તે બધાને એક સરખો જ હોવાથી તેઓને તો દરેકને નિયમો અનંત સંસાર હોય છે, જ્યારે યથાછંદ તો કોઈક અંશમાં અનાભોગથી જ ઉત્સુત્રભાષી હોય છે. અને તેનો એ અનાભોગ પણ પ્રાયઃ આગમ વચનો સમ્યફ પરિણમ્યા (સમજાયા) ન હોવાના કારણે જ હોય છે. તેથી તેઓનું તે ઉસૂત્રભાષણ અનંતસંસારનું કારણ બનતું નથી. કેમ કે તીર્થોચ્છેદના અભિપ્રાયથી થયેલું જ તે અનંતસંસારનો હેતુ હોય છે” આવું કોઈનું જે કથન છે તે અસંબદ્ધ જાણવું, કેમ કે “તીર્થોચ્છેદઅભિપ્રાય હેતુક ઉસૂત્રભાષણ જ અનંતસંસાર હેતુ બને છે” એવો કોઈ નિયમ નથી. એમ ઉન્માર્ગપતિત બધા જીવો તીર્થોચ્છેદ પરિણામવાળા જ હોય એવું પણ નથી; કેમ કે કેટલાક સરળ પરિણામી પણ જોવા મળે છે. તેમજ યથાશૃંદાદિ અનાભોગથી જ ઉત્સુત્ર બોલે છે એવું પણ નથી, કેમ કે તેઓમાંના ઘણા સાધુસામાચારીના જાણકારોમાં પણ સુવિહિત સાધુઓની સામાચારી માટે ઉછળતો દ્વેષ જોવા મળે છે. વળી કોઈકે જે કહ્યું છે કે “યથાછંદ બનવાના હેતુઓ પાર્થસ્થાદિ બનવાના હેતુઓની જેમ વિવિધ હોવા - - - - - - - - - - - - - १. उत्सूत्रमाचरन्नुत्सूत्रं चैव प्रज्ञापयन् । एष तु यथाच्छन्द इच्छाछन्द इत्येकार्थौ ॥ २. काली णं भंते ! देवी ताओ देवलोगाओ अणंतरं उवट्टिता कहिं गच्छिहिति कहिं उववज्जिहिति ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिति त्ति।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy