SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૬૯ 'देवकिब्बिसिया णं भंते! ताओ देवलोगाओ आउक्खएणं (भवक्खएणं) ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिंति? कहिं उववज्जिहिंति? गोयमा! जाव चत्तारि पंच णेरइअतिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई संसारं अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिंति, बुज्झिहिंति जाव अंतं काहेति' त्ति त्वया सामान्यसूत्रमगीक्रियते, ततश्चोक्तस्य 'चत्तारि पंच' इत्यादिविशेषसूत्रस्य नारकगतिप्रतिषेधमात्रेणैव विशेषोऽभ्युपगम्यते न त्वधिकः कश्चिदपीति । अथ अस्त्वन्यत्र यथा तथा, भगवत्यपेक्षया तु (९-३३) जमालेरनन्ता एव भवा लभ्यन्ते, यतो 'यावत्' शब्दः सामान्यसूत्रेऽस्ति, तस्य च प्रयोगः क्वचिद्विशेष्यत्वेन क्वचिच्च विशेषणत्वेन स्यात्, तत्र विशेष्यत्वेन प्रयुक्तो 'यावत्' शब्द उक्तगणसंबन्धिभ्यामाद्यन्तपदाभ्यां विशिष्टः सनेव गणमध्यवर्तिनां पदार्थानां सङ्ग्राहको भवति, यथा - નહિ, કેમ કે ઉસૂત્રભાષી અંગેના સામાન્યસૂત્ર કરતાં જમાલિના વિશેષસૂત્રમાં તમે “જમાલિને નરકમાં જવાનું નથી એટલો જ ફેર માનો છો, બીજો કોઈ નહિ. નવ જાતિઓમાં અનંતકાળ ભ્રમણ વગેરે તો સામાન્યસૂત્રને તુલ્ય જ માનો છો. તાત્પર્ય એ છે કે જમાલિના સૂત્રને તમે ઉસૂત્રભાષી અંગેના વિશેષસૂત્ર રૂપે માનો છો. તે અંગેનું સાક્ષાત્ તો કોઈ સામાન્યસૂત્ર મળતું નથી. તેથી માત્ર ઉક્ત ફેરવાળા જ એવા આ નીચેના સૂત્રને જ તમે એ સામાન્યસૂત્ર તરીકે સ્વીકારો છો. “હે ભગવન્! કિલ્બિષિક દેવો તે દેવલોકમાંથી આયુક્ષય થવાથી, ભવક્ષય થવાથી, સ્થિતિક્ષય થવાથી ત્યાંથી ચ્યવીને સીધા ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! યાવત્ ચાર-પાંચ નારક-તિર્યંચયોનિક-મનુષ્ય દેવભવ ગ્રહણ કરીને સંસારમાં રખડીને તે પછી સિદ્ધ થશે, બુદ્ધ થશે, યાવત્ અંતક્રિયા કરશે.” | (સૂત્રગત યાવત’ શબ્દ વિશેષ્ય કે વિશેષણ રૂપે હોય-પૂર્વપક્ષ) પૂર્વપક્ષ: બીજા ગ્રંથોમાં ભલે ગમે તે કહ્યું હોય, ભગવતીજી (૯-૩૩)ના સૂત્રથી તો જમાલિના અનંતભવ હોવા જ સિદ્ધ થાય છે, કારણ કે સામાન્ય સૂત્રમાં “ભાવ” શબ્દ વપરાયો છે જે ક્યારેક વિશેષ તરીકે અને ક્યારેક વિશેષણ તરીકે વપરાય છે. (વિશેષ્યરૂપ “યાવતુ’ શબ્દનો અર્થ - પૂર્વપક્ષ) જ્યારે વિશેષ્ય તરીકે વપરાયો હોય ત્યારે સૂત્રમાં કહેલા ગણ (સમૂહ)ના પહેલાં અને છેલ્લા પદથી વિશિષ્ટ થઈને જ ગણના મધ્યવર્તી પદાર્થોનો તે સંગ્રહ કરે છે. (અર્થાત્ તે બે પદ સાથે વપરાઈને મધ્યપદાર્થનો સંગ્રાહક બને છે.) જેમ કે – - - १. देवकिल्बिषिका भदन्त ! तस्माद्देवलोकादायुःक्षयेण भवक्षयेण स्थितिक्षयेणानन्तरं च्यवं च्युत्वा क्व गमिष्यन्ति ? क्वोत्पत्स्यन्ते ? गौतम ! यावच्चत्वारि पञ्च नैरयिकतैर्यग्योनिकमनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यन्ति भोत्स्यन्ति यावदन्तं करिष्यन्तीति।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy