SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સકામ-અકામનિર્જરા વિચાર ૨૩૧ नुष्ठानाभावात्, तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमारजीवहस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् । युक्तं चैतत्पञ्चस्वनुष्ठानेषु तद्धत्वमृतानुष्ठानयोरिव(रेव) सकामनिर्जराङ्गत्वव्यवस्थितेः । अत एवानुचितानुष्ठानमकामनिर्जराङ्गमुक्तम् । तथा च धर्मबिन्दुसूत्रवृत्तिवचनम् - ‘મનનુષ્ઠાનમન્યવનિર્નર મુવિપર્યયતિ It' (૬/૫) 'अननुष्ठानमनुष्ठानमेव न भवति, अन्य-विलक्षणमुचितानुष्ठानात्, तर्हि कीदृशं तत्? इत्याह-अकामनिर्जराङ्गम्; अकामस्य=निरभिलाषस्य, तथाविधबलीवर्दादेरिव या निर्जरा कर्मक्षपणा, तस्या अङ्ग=निमित्तं, न तु मुक्तिफलाया निर्जरायाः। कुतः? इत्याह-उक्तविपर्ययाद्-उदग्रविवेकाभावेन रत्नत्रयाराधनाऽभावादिति ।।' उचितानुष्ठानं च साध्वादीनां यथा शुद्धचारित्रपालनादिकं तथा मार्गानुसारिणां मिथ्यादृशामपि सामान्यतः सदाचारादिकम्, भूमिकाभेदेनौचित्यव्यवस्थानात्। ततोऽधिकारिभेदेन यद्यदोचितमनुष्ठानं तत्तदा साक्षात्पारम्पर्येण वा निर्वाणफलमिति सकामनिर्जराङ्गम्, यच्चानुचितं तद् 'अनुचितप्रतिपत्तौ नियमादसदभिनिवेशोऽन्यत्रानाभोगमात्राद्' इति वचनादभिनिवेशसहकृतत्वेन विपरीतफलमिति જેવી પરિણામે સકામનિર્જરા થતી નથી, કેમ કે માર્થાનુસારી અનુષ્ઠાન હોતું નથી. જ્યારે પ્રકટ મોક્ષ અભિલાષા ન હોવા છતાં સ્વાભાવિક અનુકંપા વગેરે ગુણવાળા મેઘકુમારના જીવ હાથી વગેરેને નિબંધ રીતે સકામનિર્જરા થઈ હતી તે વિચારવું. આ વાત યોગ્ય પણ છે જ, કારણ કે પાંચે અનુષ્ઠાનમાં તદ્ધતુઅમૃત અનુષ્ઠાનમાં જ સકામનિર્જરાની કારણતા રહેલી છે. (એટલે કે અનનુષ્ઠાન વગેરેમાં તે રહી નથી) તેથી જ અનુચિત અનુષ્ઠાનને અકામનિર્જરાનું કારણ કહ્યું છે. જેમ કે ધર્મબિંદુ (૬-૧૫) સૂત્ર અને વૃત્તિમાં કહ્યું છે કે “ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ અન્ય અનુષ્ઠાન અનુષ્ઠાનરૂપ બનતું નથી માટે એ અનનુષ્ઠાન હોય છે. નિર્જરાની અભિલાષા વગરના તેવા બળદિયા વગેરેને ભારવહનાદિ કરવાથી જે અકામનિર્જરા થાય છે તેવી અકામનિર્જરાનું જ તે અનનુષ્ઠાનરૂપ અનુષ્ઠાન કારણ બને છે. પણ મુક્તિ અપાવી શકે એવી સકામનિર્જરાનું કારણ બનતું નથી, કેમકે પ્રબળ વિવેક ન હોવાના કારણે તે અનુષ્ઠાન રત્નત્રયીની આરાધનારૂપ બનતું નથી.” આ વચનો પરથી જણાય છે કે અનુચિત અનુષ્ઠાન અકામનિર્જરાનું અંગ બને છે. વળી સાધુ વગેરેને શુદ્ધ ચારિત્રપાલનાદિ જેમ ઉચિત અનુષ્ઠાનરૂપ હોય છે તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીઓના પણ સામાન્ય સદાચારપાલનાદિ તેઓ માટે તો ઉચિત અનુષ્ઠાન રૂપ જ હોય છે, કારણ કે જુદી જુદી ભૂમિકાએ ઔચિત્ય પણ જુદું જુદું હોય છે. તેથી અધિકારીની અપેક્ષાએ જે અનુષ્ઠાન જ્યારે ઉચિત હોય છે ત્યારે તે સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષફળક બનતું હોઈ સકામનિર્જરાનું કારણ બને છે. અને જે અનુષ્ઠાન અનુચિત હોય છે તે, “અનાભોગ સિવાય થતી અનુચિત પ્રવૃત્તિમાં અવશ્ય અસદ્ અભિનિવેશ હોય છે. એ વચનથી અભિનિવેશયુક્ત હોવું જણાય
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy