SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ पुग्गलपरिअट्टस्स णियमा सिज्झिहिति सम्मदिट्ठी वा मिच्छादिट्ठी वा हुज्जा,' इति दशाश्रुतस्कन्धचूर्युपासकप्रतिमाऽधिकारादिवचनात् क्रियारुचित्वेनावश्यं शिवगामितया यथाप्रवृत्तकरणादुत्तीर्णोऽपूर्वकरणसूर्योदये स्वं भ्रान्तं मन्यमानोऽकामनिर्जरायोगादिना कथञ्चिन्मनुजभवं प्राप्य कर्मक्षयोपशमवशाज्जाततत्त्वान्वेषणश्रद्धो मिश्रादिगुणस्थानकयोगादपगतदिङ्मोहसममिथ्यात्वहेतुकतत्त्वव्यामोहः कथमपि यक्षसमसद्गुरुं प्राप्य तदुपदेशबहुमानादवगतं ज्ञानादिमोक्षमार्ग तदनुगतसम्यगनुष्ठानादिना भजमान उत्कर्षतः पुद्गलपरावर्त्तमध्ये परेभ्यः पञ्चभ्योऽपि मित्रेभ्यः पश्चादनन्तेन कालेन स्वेष्टपुरसमं मोक्षमवाप्नोतीति।' ननु यद्यप्येवं दशाश्रुतस्कन्धचूर्ण्यनुसारेण क्रियावादिनः सम्यग्दृष्टिमिथ्यादृष्ट्यन्यतरत्वमुत्कर्षतोऽन्तःपुद्गलपरावर्त्तमानसंसारत्वेन शुक्लपाक्षिकत्वं च नियमतो लभ्यते, अक्रियावादिनश्च नियमात् मिथ्यादृष्टित्वं कृष्णपाक्षिकत्वं च, तथापि नात्र निश्चयः कर्तुं पार्यते, अन्यत्रापार्द्धपुद्गलपरावर्ताधिकसंसारस्यैव कृष्णपाक्षिकत्वप्रतिपादनात् । तदुक्तं - સુધી હવે ત્યાં પહોંચવાનો નથી. “ક્રિયાવાદી નિયમા ભવ્ય અને શુક્લપાક્ષિક હોય છે. તે સમ્યકત્વી હોય કે મિથ્યાત્વી પણ પુદ્ગલપરાવર્તકાળની અંદર અવશ્ય સિદ્ધ થશે.” ઇત્યાદિ દશાશ્રુતસ્કંધચૂર્ણિ ઉપાસકપ્રતિમાધિકાર વગેરેના વચનથી જણાય છે કે તે ક્રિયારુચિવાળો હોવાના કારણે અવશ્ય મોક્ષે જવાનો છે. તેથી યથાપ્રવૃત્તકરણને પસાર કરી અપૂર્વકરણરૂપ સૂર્યોદયે પોતાને ભ્રમિત થયેલો માનતો તે અકામનિર્જરા વગેરે થવાના કારણે ગમે તે રીતે માનવભવ પામી કર્મક્ષયોપશમવશાત્ તત્ત્વ ઓળખવાની શ્રદ્ધાવાળો થઈ મિશ્ર વગેરે ગુણસ્થાનકની પ્રાપ્તિ થવાથી મિથ્યાત્વહેતુક અને દિલ્મોહસમાન એવા તત્ત્વવ્યામોહથી મુક્ત બને છે. પછી ગમે તે રીતે યક્ષસમાન સદ્ગુરુને પામીને તેમના ઉપદેશબહુમાનાદિથી જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગને જાણે છે તેમજ તેને અનુકૂલ સમ્યગું અનુષ્ઠાનાદિથી તેને આરાધે છે. આમ આરાધતો તે ક્રિયાવાદી બન્યા પછી પુગલપરાવર્ત કાળની અંદર પોતાના બીજા પાંચ મિત્રો કરતાં અનંતકાળ મોડો પોતાના ઇષ્ટનગર સમાન મોક્ષને મેળવે છે.” (ક્રિયાવાદીનું શુક્લપાક્ષિકપણું ભજનાએ - શ્રાવકપ્રજ્ઞપ્તિનો ફલિતાર્થ) શંકાઃ જો કે દશાશ્રુતસ્કંધચૂર્ણિને અનુસરીને તો આ રીતે નીચેની વાતો જણાય છે કે (૧) ક્રિયાવાદી જીવો સમ્યકત્વી કે મિથ્યાત્વી બંને હોવા સંભવે છે. (૨) ઉત્કૃષ્ટથી ધૂન પુદ્ગલપરાવર્ત સંસારવાળો હોય છે તેમજ (૩) અવશ્ય શુક્લપાક્ષિક હોય છે. અને (૪) અક્રિયાવાદી જીવો નિયમા મિથ્યાત્વી તેમજ કૃષ્ણપાક્ષિક હોય છે. તેમ છતાં આ બાબતનો નિર્ણય કરી શકાતો નથી, કેમ કે બીજા શાસ્ત્રોમાં દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કરતાં અધિક સંસાર જેઓનો શેષ હોય તેવા જ જીવો કૃષ્ણપાક્ષિક કહ્યા છે. - - - - - - - - -- - - - - - - - - - -- - - १. पुद्गलपरावर्तस्य सिध्यति, सम्यग्दृष्टिर्वा मिथ्यादृष्टिर्वा भवेत् ।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy