SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ त्वन्यमार्गस्थस्य क्षमादिकमपि' इति परस्य कल्पनाजालमपास्तं, सामान्येनैव कुशलव्यापाराणामादिधार्मिकयोग्यानामनुमोद्यत्वप्रतिपादनात् असत्कल्पनाऽनवकाशात् । तीव्रप्रमादादिशबलस्य सम्यक्त्वस्येव तीव्राभिनिवेशदुष्टस्य मोक्षाशयादेरप्यननुमोद्यत्वेऽपि जात्या तदनुमोद्यत्वाऽनपायादिति फलतः स्वरूपतश्चानुमोद्यत्वविशेषव्यवस्थायां न काऽप्यनुपपत्तिरिति । यस्त्वाह-सम्यग्दृष्टय एव क्रियावादिनः शुक्लपाक्षिकाश्च, न तु मिथ्यादृष्टय इति तेषां कृत्यं किमपि नानुमोद्यमिति-तेन न सुष्ठु दृष्टं, धर्मरुचिशालिनां सम्यग्दृशां मिथ्यादृशां चाविशेषेण क्रियावादित्वस्य शुक्लपाक्षिकत्वस्य च प्रतिपादनात् । तदुक्तं दशाश्रुतस्कन्धचूर्णा - जो अकिरियावाई सो भविओ अभविओ वा, णियमा कण्हपक्खिओ । किरियावादी णियमा भविओ णियमा सुक्कपक्खिओ अन्तो पुग्गलपरिअट्टस्स णियमा सिज्झिहिति, सम्मदिछी वा मिच्छदिछि वा हुज्जत्ति ।। વગેરે માગનુસારી કૃત્યો અનુમોદનીય છે નહિ કે અન્ય માર્ગમાં રહેલા જીવના ક્ષમા વગેરે પણ... (અનુમોદનીયના બે વિભાગ સ્વરૂપ અને ફળતઃ ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવા પૂર્વપક્ષનું ઉપર કહી ગયેલા વચનોથી જ નિરાકરણ થઈ ગયેલું જાણવું, કેમ કે આરાધનાપતાકા પંચસૂત્ર વગેરેમાં આદિધાર્મિક યોગ્ય કુશળ વ્યાપારોને સામાન્ય રીતે (સમ્યકત્વાભિમુખત્વ વગેરે વિશેષણ વિના) જ અનુમોદનીય કહ્યા હોવાથી આવી બધી કુકલ્પનાઓ દોડાવવાને કોઈ અવકાશ જ રહેતો નથી. તીવ્ર પ્રમાદ વગેરેથી કલંકિત થયેલા સમ્યકત્વની જેમ તીવ્ર અભિનિવેશથી દુષ્ટ થયેલ મોક્ષાશય વિગેરે વિશેષ પ્રકારે અનુમોદનીય ન હોવા છતાં જાતિથી અનુમોદનીય હોવા કંઈ મટી જતા નથી.તેથી અનુમોદનીય ચીજોના ફળતઃ અનુમોદનીય અને સ્વરૂપતઃ અનુમોદનીય એમ વિભાગ કરી દેવાથી પછી કોઈ અસંગતિ રહેતી નથી. (ક્રિયાવાદી નિયમા ભવ્ય, શુક્લપાક્ષિક અને ન્યૂનપુદ્ગલાવર્તસંસારી જ હોય-દશા. ચૂર્ણિમત) “સમ્યગ્દષ્ટિ જીવો જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક હોય છે, મિથ્યાત્વીઓ નહિ. તેથી તેઓનું કોઈપણ કૃત્ય અનુમોદનીય હોતું નથી.” આવું જેણે કહ્યું છે તેણે શાસ્ત્રોને બરાબર જોયા નથી. કારણ કે શાસ્ત્રોમાં ધર્મની રુચિવાળા સમ્યક્ત્વીઓને અને મિથ્યાત્વીઓને બંનેને સામાન રીતે ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક કહ્યા છે, જેમ કે શ્રી દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે “જે અક્રિયાવાદી હોય તે ભવ્ય હોય કે અભવ્ય પણ નિયમા કૃષ્ણપાક્ષિક હોય છે, જે ક્રિયાવાદી હોય તે નિયમા ભવ્ય હોય છે, નિયમો શુક્લપાક્ષિક હોય છે. તેમજ સમ્યકત્વી હોય કે મિથ્યાત્વી હોય તો પણ નિયમા પુદ્ગલપરાવર્તની અંદર १. योऽक्रियावादी स भव्योऽभव्यो वा, नियमात्कृष्णपाक्षिकः । क्रियावादी नियमाद् भव्यो नियमाच्छुक्लपाक्षिकः, अन्तः पुद्गलपरावर्तस्य नियमात्सेत्स्यति, सम्यग्दृष्टिर्वा मिथ्यादृष्टिर्वा भवेदिति ।।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy