SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ इयं च पुरुषविशेषानुपग्रहात्सामान्यप्रशंसैवेति । यद्यप्यत्रापि वाक्यार्थस्य विशेष एव पर्यवसानं, तथापि साधारणगुणानुरागस्यैवाभिव्यङ्ग्यत्वान्न मिथ्यात्वाभिवृद्धिरिति द्रष्टव्यम् । स्यादत्र परस्येयमाशङ्का - 'एवं सति मिथ्यादृष्टेः पुरुषविशेषस्य दयाशीलादिगुणपुरस्कारेण प्रशंसा न कर्त्तव्या स्यात्, अन्यतीर्थिकपरिगृहीतार्हत्प्रतिमाया विशेषेणावन्द्यत्ववदन्यतीर्थिकपरिगृहीतगुणानामपि विशेषतोऽप्रशंसनीयत्वात्, दोषवत्त्वेन प्रतिसन्धीयमाने पुरुषे तद्गतगुणप्रशंसायास्तद्गतदोषानुमतिपर्यवसितत्वात्, अत एव सुखशीलजनवन्दनप्रशंसयोस्तद्गतप्रमादस्थानानुमोदनाऽऽपत्तिरुक्ता - "किइकम्मं च पसंसा सुहसीलजणंमि कम्मबंधाय । जे जे पमायठाणा ते ते उववृहिया हंति ।।" इत्यादिनाऽऽवश्यकादाविति' । तत्र ब्रूमः-यदि नाम तद्गतदोषज्ञानमेव तत्प्रशंसायास्तदीय નહિ, બીજાએ પોતાના પર કરેલા ઉપકારને સભામાં યાદ કરવા, લક્ષ્મીનો ગર્વ ન કરવો, નિંદાપરાભવ વગેરેથી શૂન્ય જ પરકથા કરવી, શાસ્ત્ર ભણવામાં અસંતોષ રાખવો, આવા બધા ગુણો જીવમાં સુંદરતા આવ્યા વગર શી રીતે હોય?” આવું કથન કોઈ જૈનમાર્ગસ્થ કે ઇતરમાર્ગસ્થ પુરુષ વિશેષને ઉદ્દેશીને બોલાતું ન હોવાથી સામાન્ય પ્રશંસા રૂપ જ છે. જો કે અહીં પણ વાક્યર્થ પુરુષવિશેષમાં જ ફલિત થાય છે, છતાં પણ એનાથી સાધારણ ગુણોનો અનુરાગ જ અભિવ્યક્ત થતો હોઈ મિથ્યાત્વની વૃદ્ધિ થતી નથી એ જાણવું. અહીં કોઈને શંકા થાય કે (દોષસહચરિત ગુણની અનુમોદના દોષની અનુમોદનામાં પરિણમે?) શંકાઃ આ રીતે તો કોઈ મિથ્યાત્વી વ્યક્તિવિશેષની તેના દયા શીલ વગેરે ગુણોને આગળ કરીને પણ પ્રશંસા કરી શકાશે નહિ, કેમકે અન્ય તીર્થિક વડે પરિગૃહીત જિનબિંબ જેમ વિશેષ પ્રકારે અવંદ્ય છે તેમ અન્યતીર્થિક વડે પરિગૃહીત ગુણો પણ વિશેષ પ્રકારે (તે પુરુષના ઉલ્લેખપૂર્વક) તો અપ્રસંશનીય જ છે. કારણ કે મિથ્યાત્વ વગેરે રૂપ દોષ જણાયા પછી તે વ્યક્તિમાં રહેલા ગુણોની કરેલી પ્રશંસા તેમાં રહેલાં દોષોની અનુમોદનામાં જ ફલિત થાય છે. માટે તો સુખશીલતાને આચરનાર શિથિલવિહારી સાધુને કરાતાં વંદન-પ્રશંસા તેમાં રહેલા પ્રમાદોની અનુમોદના રૂપે પરિણમે છે એવું આવશ્યક વગેરે શાસ્ત્રમાં કહ્યું છે. જેમ કે સુખશીલજન વિશે કરેલાં વંદન અને પ્રશંસા કર્મબંધ માટે થાય છે, કેમ કે તેનામાં જે જે પ્રમાદો રહ્યા હોય તે બધાની આ વંદન અને પ્રશંસાથી ઉપબૃહણા થાય છે.” સમાધાનઃ આ શંકા અંગે અમારું કહેવું છે કે ગુણવાનું વ્યક્તિમાં રહેલા દોષનું જ્ઞાન જ જો १. कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तान्युपबृंहितानि भवन्ति ।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy