SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ कारणात्, देशाराधको युक्त इति । नन्वेतदयुक्तं, मिथ्यादृशां प्राणातिपातादिविनिवृत्तेरप्यधर्मपक्षे निवेशितत्वात् तया तेषां देशाराधकत्वाभावात् । तदुक्तं सूत्रकृताङ्गे (२-२-१९) 'अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ, जे इमे भवंति आरण्णिआ' इत्यादि यावत् 'जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहु' त्ति । एतद्वृत्त्येकदेशो यथा 'अत्र चाधर्मपक्षेण युक्तो धर्मपक्षो मिश्र इत्युच्यते, तत्राऽधर्मस्येव भूयिष्ठत्वादधर्मपक्ष एवायं द्रष्टव्यः ।' एतदुक्तं भवति-यद्यपि मिथ्यादृष्टयः काञ्चित्तथाप्रकारां प्राणातिपातादिविनिवृत्तिं विदधति तथाप्याशयस्याशुद्धत्वादभिनवे पित्तोदये सति शर्करामिश्रक्षीरपानवदूषरप्रदेशे वृष्टिवद्विवक्षितार्थाऽसाधकत्वानिरर्थकतामापद्यते, ततो मिथ्यात्वानुभावान्मिश्रपक्षोऽप्यधर्मपक्ष एवावगन्तव्य इति' इत्यादि इति चेत्? सत्यं, न हि वयमपि सन्मार्गगर्हादिहेतुप्रबलमिथ्यात्वविशिष्टया प्राणातिपातादिविनिवृत्तिक्रियया રહેલ પણ માર્ગાનુસારીજીવ જિનેન્દ્રશ્રુતમૂલક અર્થપદને અનુસરનારો હોઈ દેશઆરાધક હોવો યુક્ત છે. શંકાઃ તમારી આ વાત યોગ્ય નથી, કેમ કે મિથ્યાત્વીઓની પ્રાણાતિપાતાદિથી થયેલ નિવૃત્તિને પણ અધર્મપક્ષમાં જ માનેલી હોઈ તે ક્રિયાના કારણે તેઓમાં દેશ આરાધકત્વ આવી શકતું નથી. સૂત્રકૃતાંગ (૨-૨-૧૯)માં કહ્યું છે કે “હવે ત્રીજા મિશ્રક સ્થાનનો વિભંગસ્વરૂપ આ પ્રમાણે કહેવાય છે. જે આ તાપસ વગેરે કે અન્યગૃહસ્થો હોય છે તેઓ કોઈક પાપસ્થાનથી અટક્યા હોવા છતાં પ્રબળ મિથ્યાત્વથી હણાયેલા હોઈ ઉપવાસ વગેરે મોટા કાયક્લેશના કારણે દેવગતિમાં જવા છતાં કિલ્બિષિક વગેરે થાય છે અને પછી મનુષ્યભવમાં મૂંગા બહેરા વગેરે રૂપે થઈ અનંત કાળ સંસારમાં રખડે છે. તેથી તેઓની આ ક્રિયા વગેરે રૂપ માર્ગ સર્વદુઃખનો ક્ષય કરનાર નથી, એકાન્ત મિથ્યા છે અને સર્વથા અસુંદર છે” આની વૃત્તિનો એક ભાગ આવો છે – “અધર્મપક્ષથી યુક્ત ધર્મપક્ષ મિશ્ર કહેવાય છે. તેમાં અધર્મ જ ઘણો હોવાથી વસ્તુતઃ આને અધર્મપક્ષ જ જાણવો. તાત્પર્ય એ છે કે જો કે મિથ્યાત્વીઓ તેવા પ્રકારની કાંઈક હિંસાનિવૃત્તિ વગેરે કરે છે ખરાં, છતાં પણ તેઓનો આશય અશુદ્ધ હોવાથી વિવક્ષિત અર્થસાધકન બનવાના કારણે તે બધી ક્રિયાઓ નિરર્થક જ બને છે. જેમ કે નવા પિત્તોદયવાળા માણસની સાકરવાળું દૂધ પીવાની ક્રિયા કે ઉખરભૂમિમાં મેઘ વરસવાની ક્રિયા. તેથી મિશ્ર એવો પણ તેનો પક્ષ મિથ્યાત્વના પ્રભાવે અધર્મપક્ષ જ બની જાય છે.” (મિથ્યાત્વીની દ્રવ્યવિરતિમાં પ્રધાનતા-અપ્રધાનતાનો વિભાગ) સમાધાનઃ તમારી વાત સાચી છે, તેમ છતાં અમારી વાત પણ અયોગ્ય નથી. કેમ કે અમે પણ કાંઈ સન્માર્ગની નિંદા વગેરેના હેતુભૂત પ્રબળ મિથ્યાત્વયુક્ત અહિંસા વગેરેના કારણે દેશઆરાધકતા १. अथापरस्ततीयस्य स्थानस्य मिश्रकस्य विभङ्ग एवमाख्यायते - य इमे भवन्त्यारण्यिकाः (यावत) असर्वदःखप्रक्षीणमार्गमेकान्त मिथ्यमसाध्विति।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy