SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ पराभिप्रायेण प्रकृतस्तुतिवृत्तव्याख्याने च 'त्वत्तः समुदीर्णाः' इति वाच्ये 'त्वयि समुदीर्णाः' इति पाठस्य क्लिष्टत्वापत्तिः । किञ्च, ‘एवं परेषां भगवदभिहितार्थश्रद्धानं भगवतश्च तल्लेशस्याप्यश्रद्धानं' एतावता भगवत्यतिशयालाभः । सांप्रदायिके त्वर्थे 'भगवत्यन्यदृष्टयः समवतरन्ति, भवांस्तु न तासु' इत्येवं स्वेतरसकलदर्शनार्थव्याप्यार्थकप्रवचनवक्तृत्वरूपातिशयलाभ इत्युपमया व्यतिरेकालङ्काराक्षेपात् पुष्टार्थकत्वं काव्यस्य स्यात् । किञ्च, एवमपि परेषां जिनाभिहितार्थश्रद्धानाभ्युपगमे सत्प्रशंसारूपबीजलाभाभ्युपगमप्रसङ्गः । न च तेषां क्वचिद् यथार्थजिनोक्तश्रद्धानेऽपि तत्प्रणेतर्यर्हति देवत्वेन भावाभावाद् 'देवो रागद्वेषरहितः વગેરેને પણ નિર્દોષ માનવા જોઈએ. નહીંતર તો ભગવાનની દેશના પણ કુધર્માદિની પણ નિમિત્ત બનતી હોઈ દોષરૂપ જ બની જવાની આપત્તિ આવે.” (ઉદધાવિવ.ની પૂર્વપક્ષવ્યાખ્યામાં અસંગતિ) વળી સ્વવાતની પુષ્ટિ માટે પૂર્વપક્ષીએ ‘૩૬ધવિવ....' શ્લોકની જે વ્યાખ્યા કરી છે તેમાં તો ‘ત્વ: સમુદ્રી એવો પંચમ્યન્ત અર્થ કાઢવો પડે છે. (કેમકે એણે જે “પતિના સંબંધથી સ્ત્રીઓ ઉદય પામે છે' ઇત્યાદિ જે દૃષ્ટાન્ન આપ્યું છે તેમાં પતિને પંચમી વિભક્તિ લગાડવી પડે છે.) એને તો પછી “વૈચિ સમુવી?' એવો પાઠતે અર્થ કાઢવા માટે ક્લિષ્ટ બને છે. વળી, “આમ બીજાઓ ચિનોક્ત ક્રિયા વગેરેને માને છે પણ ભગવાન તો તેઓએ કહેલ અર્થને લેશમાત્ર પણ માનતા નથી. આવું જ કહ્યું છે એના પરથી પણ કંઈ ભગવાનમાં અતિશય હોવો સિદ્ધ થતો નથી. જ્યારે તે શ્લોકનો સાંપ્રદાયિક જેવો અર્થ પ્રચલિત છે તેવો અર્થ કરવામાં, “ભગવાનમાં અન્યદર્શનોનો સમાવતાર થાય છે, પણ ભગવાનનો અન્યદર્શનોમાં નહિ એવો જે અર્થ કરાય છે તેના પરથી ભગવાનમાં પોતાનાથી જુદા બીજા બધા દર્શનોને માન્ય અર્થને વ્યાપ્ય જે અર્થ હોય તેવા અર્થને જણાવનાર પ્રવચનનું વક્નત્વરૂપ અતિશય જણાય છે. તેથી નદી સમુદ્રની ઉપમાથી વ્યતિરેક અલંકાર ઊભો થતો હોઈ કાવ્ય પુષ્ટાર્થક બનવાનો લાભ થાય છે. વળી “ઉદધાવિવ....' ઇત્યાદિ સ્તુતિનો પૂર્વપક્ષીએ કલ્પલ અભિપ્રાય મુજબ પણ “જિનોક્ત પદાર્થની ઇતરોને શ્રદ્ધા હોય છે એવો જે સ્વીકાર કરાયો છે તેના કારણે તેઓને સત્વશંસારૂપ બીજની પ્રાપ્તિ થઈ ગઈ છે. એવું માનવાની પણ પૂર્વપક્ષીને આપત્તિ આવશે. (આ પૂર્વપક્ષીને જ આપત્તિરૂપ છે એ જાણવું, કેમ કે ઇતરદર્શનસ્થ જીવો માર્ગાનુસારી માન્યા ન હોઈ બીજપ્રાપ્તિ વગેરે પણ માન્યા નથી.) શંકા ઈતરદર્શનસ્થ જીવોને જિનોક્ત કોઈક પદાર્થની શ્રદ્ધા હોવા છતાં તેને કહેનાર શ્રી અરિહંત પરમાત્મામાં દેવ' તરીકેની શ્રદ્ધા હોતી નથી. જેમ કે શાક્ય વગેરે પરદર્શનીઓની માન્યતા એવી હોય
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy