SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨ विशेषाद्, द्रव्यतश्चोभयाराधकत्वाविशेषादिति । यत्तु तेषां द्रव्यतोऽपि स्वेच्छाविशेषाद व्रतांशस्यैव ग्रहणं न तु श्रद्धानांशस्य इति परस्य मतं तदुन्मत्तप्रलपितं, अखंडसामाचारीपालनबलेनैव तेषां ग्रेवेयकोत्पादाभिधानादिति ।।२१।। दोषान्तरमप्याह - तह णिण्हवाण देसाराहगभावो अवढिओ हुज्जा । तो परिभासा जुत्ता वित्तिं परिगिज्झ वुत्तुं जे ।।२२।। तथा निह्नवानां देशाराधकभावोऽवस्थितो भवेत् । ततः परिभाषा युक्ता वृत्तिं परिगृह्य वक्तुम् ।।२२।। तहत्ति । तथेति दोषान्तरसमुच्चये । एकान्तद्रव्यक्रिययैवाराधकत्वाभ्युपगमे निह्नवानामभिनिवेशादिना त्यक्तरत्नत्रयाणां सर्वविराधकत्वकालेऽपि देशाराधकभावोऽवस्थितो भवेद, यथाप्रतिज्ञातद्रव्यक्रियाया अपरित्यक्तत्वात् । इष्टापत्तौ को दोषः? इति चेत्, व्यवहारविरोध एव, न हि सर्वविरा લેવાની છે, અને તે તો દ્રવ્યલિંગીમાં છે જ. તો શા માટે એ દેશઆરાધક ન બને? – આવી શંકાનું સમાધાન એ છે કે આ રીતે દ્રવ્યથી આરાધકતાને જ જો ગણતરીમાં લેવાની હોય તો તો ચારિત્રની જેમ જ્ઞાનની પણ તે આરાધકતા દ્રવ્યલિંગીમાં હોય જ છે એ બતાવી ગયા છીએ. માટે દ્રવ્યથી તો તેઓને પણ સર્વઆરાધક માનવા પડશે – “તેઓએ દ્રવ્યથી પણ પોતાની સેવા પ્રકારની ઇચ્છાવશાત્ વતાંશનું જ ગ્રહણ કર્યું હોય છે, શ્રદ્ધાનાંશનું નહિ (અર્થાત્ તેઓને દ્રવ્યથી ચારિત્રનું જ આરાધકત્વ હોય છે, જ્ઞાનનું નહિ. માટે તેઓને સર્વઆરાધકમાનવાની આપત્તિ નથી.) – એવું પૂર્વપક્ષીનું કથન પણ ઉન્મત્તવ્યક્તિના પ્રલાપ જેવું જાણવું, કેમ કે ક્રિયાના બળે જે રૈવેયક પ્રાપ્તિ તેઓને થવી કહી છે તે સંપૂર્ણ સામાચારી પાલનના બળે જ કહી છે, આંશિકપાલનના બળે નહિ. માટે દ્રવ્યથી જ્ઞાનાંશનો પણ સ્વીકાર અને પાલન તેઓમાં માનવા જ પડે છે. રક્ષા ગૌણ આરાધકત્વ લેવાના આ જ અન્ય મતમાં બીજો દોષ દેખાડતાં ગ્રન્થકાર કહે છે ( નિવામાં દેશઆરાધકતા જળવાઈ રહેવાની આપત્તિ) ગાથાર્થ તથા નિહ્નવોમાં દેશઆરાધકપણું તો ઊભું જ રહેવાની આપત્તિ આવશે. અને તેથી જો પરિભાષા જ કરવી પડે તેમ હોય તો વૃત્તિને અનુસરીને જ તે કરવી યોગ્ય છે. “તથા” શબ્દ બીજા દોષનો ગણતરીમાં ઉમેરો કરવા માટે વપરાયો છે. સર્વથા દ્રવ્યભૂત એવી ક્રિયા વડે જ આરાધકત્વ માની લેવામાં અભિનિવેશાદિના કારણે રત્નત્રયીને ફગાવી દેનારા નિહ્નવોમાં સર્વવિરાધક અવસ્થામાં પણ દેશઆરાધકભાવ જળવાઈ રહેવાની આપત્તિ આવશે, કેમકે જે દ્રવ્યક્રિયાની
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy