SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યલિંગી દેશઆરાધક છે - પૂર્વપક્ષ < प्रसङ्गात् । किञ्च मिथ्यादृष्टीनां ज्ञानस्याप्यज्ञानत्वेनेव तन्मार्गपतितशीलस्याप्यशीलत्वेन प्रज्ञप्तत्वादन्यमार्गस्थानां शीलवत्त्वमेव न, इति कुतस्तेषां देशाराधकत्वम् ? अन्यभिक्षवो हि जीवाद्यास्तिक्यरहिताः सर्वथाऽचारित्रिण एवेति 'संति एगेहिं भिक्खुहिं गारत्था संजमुत्तरा' (उत्तरा.५/२०) इत्यादि बहुग्रन्थप्रसिद्धं, अन्यथाऽन्यतीर्थिकाभिमतदेवादयोऽपि देवत्वादिनाऽभ्युपगन्तव्याः प्रसज्येरन्, मोक्षमार्गभूतशीलस्योपदेष्टृत्वात्, तस्माद् भव्या अभव्याश्च निखिलजैनसामाचार्यनुष्ठानयुक्ता मिथ्यादृष्टय एव देशाराधका ग्राह्याः, तेषां द्रव्यशीलस्यापि मार्गपतितत्वेन व्यवहारनयापेक्षया प्रशस्तत्वाद्, अत एवाराधकानां सतामेतेषां नवमग्रैवेयकं यावदुपपातो न विरुद्धः, अखंडसामाचारीपरिपालनबलेन तत्रोत्पादात् । यदागमः . 'अह भंते असंजयभविअदव्वदेवाणं भवणवासीसु उक्कोसेण उवरिमगेविज्जएसुं त्ति ।' (भग० श० १ उ० २) वृत्त्येकदेशो यथा 'तस्मान्मिथ्यादृष्टय एवाभव्या भव्या वाऽसंयतभव्यद्रव्यदेवाः श्रमणगुणधारिणो निखिलसामाचार्यनुष्ठानयुक्ता द्रव्यलिङ्गधारिणो गृह्यन्ते । ते ह्यखिल २ -- - ૧૩૩ એમ કરવામાં પણ આરાધકત્વ છોડાવી વિરાધકત્વ જ ઊભું કરવાનું થાય છે. વળી મિથ્યાદષ્ટિઓનું જ્ઞાન પણ જેમ અજ્ઞાન રૂપે કહેવાયું છે તેમ તેઓના માર્ગમાં રહેલ શીલ પણ અશીલ તરીકે પ્રરૂપાયું હોઈ તે માર્ગમાં રહેલા જીવો તો શીલવાન જ હોતા નથી તો દેશ આરાધક શી રીતે કહેવાય? વળી ‘અન્યભિક્ષુઓ સર્વથા અચારિત્રી જ હોય છે’ એવું ‘કેટલાક અન્યતીર્થિક ભિક્ષુઓ કરતાં ગારસ્થ=ગૃહસ્થો દેશવિરતિરૂપ સંયમના કારણે ઊંચા હોય છે.’ ઇત્યાદિ જણાવનાર ઉત્તરાધ્યયનાદિ ઘણા ગ્રન્થોમાં કહ્યું છે. તેથી તેઓ શીલવાન્ હોતા નથી. બાકી તે અનુષ્ઠાનોના આચરણ માત્રથી જો તેઓ શીલવાન્ અને મોક્ષમાર્ગના આરાધક બની જતા હોય તો તો તેઓના અભિમત દેવ વગેરેને પણ દેવ રૂપે માનવા પડશે, કેમ કે તેઓએ પણ તે અનુષ્ઠાનાત્મક મોક્ષમાર્ગભૂત શીલનો ઉપદેશ આપ્યો છે. તેથી ભવ્યો કે અભવ્યો કોઈપણ, જેઓ સંપૂર્ણ જૈન સામાચારીના અનુષ્ઠાનયુક્ત મિથ્યાર્દષ્ટિ જ હોય તે બધા દેશ આરાધક છે, કેમ કે તેઓનું જિનોક્ત અનુષ્ઠાન આચરવા રૂપ દ્રવ્યશીલ માર્ગપતિત હોઈ વ્યવહારનયના અભિપ્રાય મુજબ પ્રશસ્ત છે. આમ આરાધક હોવાથી જ તેઓનો નવમા ત્રૈવેયક સુધી થતો ઉપપાત સંગત રહે છે, કેમકે અખંડપણે સામાચારીના પરિપાલન પર જ ત્યાં ઉત્પત્તિ થાય છે. ભગવતીસૂત્ર (શ. ૧ ઉ.૨)માં કહ્યું છે કે “અસંયતભવ્યદ્રવ્યદેવોની ઉત્પત્તિ જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી ઉવરિમત્રૈવેયકમાં થાય છે.” આની વૃત્તિનો ભાવાર્થ - “અહીં અસંયતભવ્યદ્રવ્યદેવ તરીકે અભવ્ય કે ભવ્ય મિથ્યાદૃષ્ટિઓ જ લેવાના છે. તે પણ શ્રમણપણાંના બાહ્યગુણોને ધારતાં અને સંપૂર્ણ સામાચારીના અનુષ્ઠાન યુક્ત દ્રવ્યલિંગધારી જ લેવાના છે. કેમ કે તેઓ જ સંપૂર્ણ સામાચારીરૂપ કેવલ ક્રિયાના પ્રભાવથી જ નવમા १. सन्ति एकेभ्यो भिक्षुभ्यो गारस्थाः संयमोत्तराः । अस्योत्तरार्धः गारत्थेहिअ सव्वेहिं साहवो संजमुत्तराः ॥ २. अथ भगवन् ! असंयतभव्यद्रव्यदेवानां यावज्जघन्येन भवनवासिषु उत्कृष्टेनोपरिमग्रैवयकेषु ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy