SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્ભગી અંગે ભગવતીજીનું સૂત્ર અને વૃત્તિ ૧૩૧ प्रकाराः । सीलवं असुयवंति कोऽर्थः ? उवरए अविण्णायधम्मेत्ति, उपरतो-निवृत्तः स्वबुद्ध्या पापात्, अविज्ञातधर्मा=भावतोऽनधिगतश्रुतज्ञानो बालतपस्वीत्यर्थः, गीतार्थाऽनिश्रिततपश्चरणनिरतोऽगीतार्थ इत्यन्ये । 'देसाराहए'त्ति देशं स्तोकमंशं मोक्षमार्गस्याराधयतीत्यर्थः, सम्यग्बोधरहितत्वात् क्रियापरत्वाच्चेति । असीलवं सुअवं ति कोऽर्थः? अणुवरए विण्णायधम्मेत्ति, पापादनिवृत्तो विज्ञातधर्मा चाविरतसम्यग्दृष्टिरिति भावः । देसविराहएत्ति देशं स्तोकमंशं ज्ञानादित्रयरूपस्य मोक्षमार्गस्य तृतीयभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्यापालनाद् अप्राप्तेर्वा । सव्वाराहएत्ति सर्वं त्रिप्रकारमपि मोक्षमार्गमाराधयतीत्यर्थः, श्रुतशब्देन ज्ञानदर्शनयोः संगृहीतत्वात्, न हि मिथ्यादृष्टिविज्ञातधर्मा तत्त्वतो भवति । एतेन समुदितयोः शीलश्रुतयोः श्रेयस्त्वमुक्तम्' इति ।।१८।। अत्र प्रथमभङ्गस्वामिनं भगवतीवृत्त्यनुसारेणैव स्वयं विवृण्वन्नन्यमतं दूषयितुमुपन्यस्यति - पढमो बालतवस्सी गीयत्थाणिस्सिओ व अग्गीओ । अण्णे भणंति लिंगी समग्गमुणिमग्गकिरियधरो ।।१९।। હોતો નથી. તે પુરુષ મારા વડે સર્વવિરાધક કહેવાય છે.” આ સૂત્રની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે – વં=આગળ કહેવાશે એ પ્રમાણે. પુરિસનાપુરુષના પ્રકારો. શીલવાન્ - અશ્રુતવાનો શું અર્થ? આ-ઉપરત – અવિજ્ઞાતધર્મા. અર્થાત્ સ્વબુદ્ધિ અનુસારે પાપથી અટકેલ પણ ભાવથી શ્રુતજ્ઞાન નહિ પામેલ જીવ. આ ભાંગામાં બોલતપસ્વી આવે છે. કેટલાક અન્ય આચાર્યોના અભિપ્રાય પ્રમાણે ગીતાર્થની નિશ્રાશૂન્ય અને તપ-ચારિત્રમાં તત્પર એવો અગીતાર્થ આ ભાંગામાં આવે છે. આ જીવ દેશ આરાધક છે, અર્થાત્ મોક્ષમાર્ગના થોડા ભાગને આરાધે છે. કેમકે સમ્યગુ બોધશૂન્ય હોઈ જ્ઞાન-દર્શન અંશની આરાધના હોતી નથી અને ક્રિયામાં તત્પર હોઈ ચારિત્ર અંશની આરાધના હોય છે. અશીલવાનું શ્રુતવાનો શું અર્થ? આ-અનુપરત વિજ્ઞાતધર્મા. પાપથી નિવૃત્ત નહિ થયેલ એવો ધર્મનો ભાવથી જાણકાર. અવિરત સમ્યગ્દષ્ટિ જીવ આમાં આવે છે. આ દેશવિરાધક છે, અર્થાત્ જ્ઞાનાદિ ત્રણ રૂપ મોક્ષમાર્ગના દેશ=ત્રીજા ભાગરૂપ ચારિત્રને પ્રાપ્ત એવા તેના અપાલનથી કે પ્રાપ્તિ જ થઈ ન હોવાથી વિરાધે છે. સર્વઆરાધક એટલે સંપૂર્ણ–ત્રણ પ્રકારવાળા મોક્ષમાર્ગને આરાધે છે તે, કેમકે શ્રુતવાનું-શીલવાન શબ્દમાં “શ્રત શબ્દથી જ્ઞાન અને દર્શન બન્નેની હાજરી સૂચવી છે, કારણ કે મિથ્યાત્વી જીવ તાત્ત્વિક રીતે ધર્મનો જાણકાર હોતો નથી. અને “શીલવાનું” શબ્દથી ચારિત્રની આરાધના તો સૂચવેલી જ છે. આમ આ ચતુર્ભગી દ્વારા સમુદિત શીલ-શ્રુત જ મુખ્યતયા હિતકર છે એ જણાવ્યું. (બેમાંથી એકની પણ ગેરહાજરીમાં સર્વ આરાધકત્વ હોતું નથી એ દર્શાવવા દ્વારા.)” ૧૮ આ ચતુર્ભગીમાંના પહેલા ભાંગાના સ્વામીનું ભગવતી સૂત્રના વૃત્તિને અનુસારે જ સ્વયં વિવરણ કરતાં ગ્રન્થકાર ભેગા ભેગા અન્યના મતને પણ દૂષિત ઠેરવવા માટે કહે છે – ગાથાર્થ: બાળ તપસ્વી કે ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ પ્રથમ ભાંગાનો સ્વામી છે. બીજા કેટલાકનું કહેવું છે કે સમગ્ર મુનિમાર્ગની ક્રિયાઓ પાલનાર લિંગી એનો સ્વામી છે.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy