SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાદિપ્રાપ્તિના ચરમાવર્તકાળનું સમર્થન ૧૨૩ स्तावदन्तरं तस्य लभ्यत इति वाच्यम्, बीजादिप्राप्तौ चरमावर्त्तमान एव संसार इति परिपाट्या व्यापककालस्यैव लाभादधिकरणकालमानाभिप्रायेणेत्थमभिधानासंभवाद्, अन्यथा सम्यक्त्वेऽप्येतावान् संसार इति वचनस्याप्यनवद्यत्वप्रसङ्गात् । શિષ્ય - अचरिमपरिअडेसुं कालो भवबालकालमो भणिओ । चरिमो अ(उ) धम्मजुव्वणकालो तह चित्तभेओत्ति ।।१९।। ता बीजपुव्वकालो णेओ भवबालकाल एवेह । इयरो उ धम्मजुव्वणकालो विह लिंगगम्मुत्ति ।।१६।। इत्येतच्चतुर्थपञ्चमविंशिकागाथाद्वयार्थविचारणया बीजकालस्य चरमावर्त्तमानत्वमेव सिध्यति ।। ગપિ ૨ - नवनीतादिकल्पस्तत्तद्भावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्त्तश्चरमो न्यायसंगतम् ।।१६।। इति योगबिन्दुवचनाच्चरमावर्त्तस्य घृतादिपरिणामस्थानीये योगे म्रक्षणादिस्थानीयत्वसिद्धौ પ્રાપ્તિ થાય છે એવા શાસ્ત્રવચન પરથી બીજાદિની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તનું અંતર પડે છે એવો અર્થ નીકળતો નથી. સમાધાન : “બીજાદિની પ્રાપ્તિ પછી ચરમાવર્ત જેટલો જ સંસાર હોય છે.” એવી પણ વાત ગુરુપરંપરાથી સંભળવા મળે છે જેનાથી વ્યાપકકાલનો જ લાભ થાય છે અર્થાત્ બીજાદિ પ્રાપ્તિ (નો કાલ) એ સંપૂર્ણ ચરમાવર્ત કાલમાં વ્યાપીને રહી હોય છે એવું જ જણાય છે. વળી તમે કહો છો એવું હોય તો તો ફલિત એ થાય કે ચરમાવર્ત બીજાદિપ્રાપ્તિનું (એકભાગાવચ્છેદન) અધિકરણ માત્ર છે. અને તો તો “બીજાદિની પ્રાપ્તિ થએ છતે ચરમાવર્ત જેટલો સંસાર હોય છે.” ઇત્યાદિ રૂપે કથન થઈ શકશે નહિ, કેમકે નહીંતર તો એ રીતે “સમ્યત્વની પ્રાપ્તિ થએ છતે ચરમાવર્ત જેટલો સંસાર બાકી હોય છે” એવું પણ કથન નિર્દોષ બની જવાની આપત્તિ આવે, કારણ કે સમ્યક્તની પ્રાપ્તિ પણ ચરમાવર્તમાં જ થતી હોઈ ચરમાવર્ત તેનું પણ અધિકરણ તો છે જ. વળી “અચરમાવર્ત સંસારનો બાલ્યકાળ છે જ્યારે ચરમાવર્તને ધર્મયૌવનકાલ કહ્યો છે જે અનેક પ્રકારનો હોય છે. તેથી બીજપ્રાપ્તિ પૂર્વેનો કાલ ભવબાલ્યકાળ છે અને બીજો (પછીનો) કાલ ધર્મયૌવનકાલ છે એ જાણવું. જે ધર્મયૌવનકાળ તેના લિંગોથી જણાય છે.” ચોથી અને પાંચમી વિશિકાની આ બે ગાથાઓનો અર્થ વિચારવાથી જણાય છે કે બીજકાલ ચરમાવર્ત જેટલો હોય છે. વળી યોગબિન્દુ (૬)ના “આ યોગવિચારણામાં માખણ વગેરે જેવો ચરમાવર્તકાલ અધ્યાત્મ વગેરે પરિણામ રૂપ ભાવનું કારણ १. अचरमपरावर्तेषु कालो भवबालकालो भणितः । चरमश्च धर्मयौवनकालस्तथा चित्रभेद इति । २. तस्माद् बीजपूर्वकालो ज्ञेयो भवबालकाल एवेह । इतरस्तु धर्मयौवनकालोऽपीह लिङ्गगम्य इति ।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy