SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનબંધકના લક્ષણો ૧૧૯ – एतवृत्तिर्यथा - ‘पापमशुद्धं कर्म, तत्कारणत्वाद् हिंसाद्यपि पापं तद्, न नैव, तीव्रभावाद्=गाढसंक्लिष्टपरिणामात्, करोति-विधत्ते, अत्यन्तोत्कटमिथ्यात्वादिक्षयोपशमेन लब्धात्मनैर्मल्यविशेषत्वात् । तीव्रति विशेषणादापन्नमतीव्रभावात्करोत्यपि, तथाविधकर्मदोषात् । तथा न बहुमन्यते न बहुमानविषयीकरोति, भवं संसारं, घोरं रौद्रं, तस्य घोरत्वावगमात् । तथोचितस्थिति अनुरूपप्रतिपत्तिं, 'च'शब्दः समुच्चये, सेवते भजते, कर्मलाघवात्, सर्वत्रापि आस्तामेकत्र, देशकालावस्थाऽपेक्षया समस्तेष्वपि देवातिथिमातापितृप्रभृतिषु, मार्गानुसारिताऽभिमुखत्वेन मयूरशिशुदृष्टान्तात्, अपुनर्बन्धकः उक्तनिर्वचनो जीवः इत्येवंविधक्रियालिङ्गो भवतीति गाथार्थः ।।' न चापुनर्बन्धकस्य क्वचिन्मार्गानुसारितायाः क्वचिच्च तदभिमुखत्वस्य दर्शनेन भ्रमकलुषितं चेतो विधेयं, द्रव्यभावयोगाभिप्रायेणोभयाभिधानाविरोधात् । एतेन "मार्गानुसारित्वात्' इत्यत्र धर्मबिन्दुप्रकरणे (६-२२) मार्गस्य सम्यग्ज्ञानादेर्मुक्तिपथस्यानुवर्त्तनादिति व्याख्यानात् , वन्दारुवृत्तावपि 'मग्गाणुसारिअत्ति असद्ग्रहपरित्यागेनैव तत्त्वप्रतिपत्तिर्मार्गानुसारितेत्येवं व्याख्यानान मिथ्यादृष्टेरकरणनियमादिकारिणोऽपि मार्गानुसारित्वं" इत्यपास्तं, ઉચિત સ્થિતિનું પાલન કરે છે.” આની વૃત્તિનો અર્થ - “અશુદ્ધ કર્મ રૂપ પાપનું કારણ હોઈ હિંસા વગેરે પણ પાપ છે. તેને ગાઢ સંક્લિષ્ટ પરિણામથી કરતો નથી, કેમ કે અત્યંત ઉત્કટ મિથ્યાત્વાદિનો ક્ષયોપશમ થયો હોવાથી આત્માની વિશેષ પ્રકારે નિર્મળતા થઈ હોય છે. અહીં તીવ્ર એવું વિશેષણ કહ્યું છે એનાથી જણાય છે કે તેવા પ્રકારના કર્મદોષના કારણે મંદભાવે હિંસાદિ પાપ કરે પણ ખરો. તથા ઘોર સંસારની રૌદ્રતા જાણેલી હોવાથી તેના પર બહુમાન રાખતો નથી. તેમજ કર્મની લઘુતા થઈ હોવાના કારણે કોઈ એક દેશકાલાદિમાં જ નહિ પણ સર્વત્ર દેશકાલાદિમાં દેવ-અતિથિ-માતા-પિતા વગેરે સમસ્ત વ્યક્તિઓ પ્રત્યે માર્ગાનુસારિતાને અભિમુખ થયો હોઈ મયૂરશિશુના દષ્ટાન્ન મુજબ યોગ્ય વ્યવહાર કરવા રૂપ ઉચિત સ્થિતિને સેવે છે. જેની વ્યાખ્યા પૂર્વે કહી ગયા છીએ તે અપુનબંધકજીવ આવા પ્રકારની ક્રિયાઓ રૂપ લિંગ=લક્ષણવાળો હોય છે. એવો ગાથાર્થ છે.” અપુનબંધકમાં ક્યારેક માર્ગોનુસારિતા અને ક્યારેક માર્ગાનુસારિતાને અભિમુખત્વ હોવું કહેલું જે દેખાય છે તેનાથી ગૂંચવણમાં ન પડવું, કેમ કે દ્રવ્યયોગ અને ભાવયોગના અભિપ્રાયથી એ બંને રીતે કહેવામાં કોઈ દોષ નથી. (અન્યથા જૈનપ્રક્રિયાવિલોપની આપત્તિ) આમ “અત્યન્ત સમ્યક્ત્વાભિમુખ જીવ જ માર્ગાનુસારી હોય છે એવું નથી.” એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ ~ ધર્મબિંદુ પ્રકરણનાં છઠ્ઠા અધ્યયનના ૨૨માં “માનુસારિત્રાત્' એવા સૂત્રની કરેલી “સમ્યગ્દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગને અનુસરતાં હોવાથી એવી વ્યાખ્યાથી અને “પુસરિકા' પદની વન્દારુવૃત્તિમાં કરેલી “અસગ્રહના પરિત્યાગપૂર્વક થયેલ તત્ત્વમતિપત્તિ જ માર્ગાનુસારિતા છે.' એવી વ્યાખ્યાથી જણાય છે કે “અકરણનિયમ વગેરે કરનાર પણ અપુનબંધકાદિ મિથ્યાષ્ટિઓ તાદશ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy