SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ स्येव स्वरूपयोग्यतया व्यवहारतो मन्तव्यं, निश्चयतस्तु मिथ्यादृगकरणनियमो हिंसाद्यासक्तजनमनुष्यत्वं वेत्युभयमपि संसारकारणत्वेनानर्थहेतुत्वादसुन्दरमेवेति" यत्केनचिदुक्तं तदपास्तं, न ह्येतादृशं वचनमभिनिवेशं विना संभवति, यतः पूर्वसेवाऽपि मुक्त्यद्वेषादिसङ्गता चरमावर्त्तभाविनी निश्चयतः प्राच्यावतभावितद्विलक्षणा योगयोग्यतयाऽऽचार्यरतिशयितोक्ता, किं पुनरकरणनियमस्य साक्षाद् योगाङ्गस्य वक्तव्यमिति । न हि मनुष्यत्वसदृशमकरणनियमादिकं, अन्येषामपि सदाचाररूपस्य तस्य सामान्यधर्मप्रविष्टत्वात्, सामान्यधर्मस्य च भावलेशसङ्गतस्य विशेषधर्मप्रकृतित्वात्, मनुष्यत्वं चानीदृशम् । किञ्च हिंसाद्यासक्तमनुष्यत्वस्थानीयं यदि मिथ्यात्वविशिष्टमकरणनियमादिकं तदा मेघकुमारजीवहस्त्यादिदयाऽपि तादृशी स्याद्, उत्कटमिथ्यात्वविशिष्टस्य तस्य तथात्वे રીતે સુંદર હોવાના કારણે નહિ, કિન્તુ જેમ હિંસા વગેરેમાં ડૂબેલા માણસનું મનુષ્યત્વ સુંદર બનવાની સ્વરૂપયોગ્યતા ધરાવતું હોઈ વ્યવહારથી સુંદર હોય છે તેમ સ્વરૂપયોગ્યતાના કારણે વ્યવહારથી જ સુંદર કહ્યા હોવા જાણવા. નિશ્ચયથી તો મિથ્યાત્વીનો અકરણનિયમ કે હિંસાદિમાં આસક્તજીવનું મનુષ્યત્વ એ બંને સંસારનું જ કારણ બનતાં હોઈ અસુંદર જ હોય છે.”— (અકરણનિયમ અને મનુષ્યત્વમાં વૈષમ્ય) પૂર્વપક્ષીનું આવું વચન “અપુનબંધક વગેરે ચરમાવર્તવર્તી મિથ્યાત્વીની પ્રવૃત્તિઓ પણ અસુંદર જ હોય” એવા અભિનિવેશ વિના ખરેખર બોલી શકાય એવું નથી. કેમ કે પૂર્વાચાર્યોએ સાક્ષાત્ યોગાંગ એવા અકરણનિયમને જ નહિ પણ તે યોગાંગના પૂર્વભૂમિકા રૂપ અને ચરમાવર્તમાં થયેલી એવી મુક્તિઅદ્વેષાદિયુક્ત પૂર્વસેવાને પણ ઊભી થયેલ યોગની યોગ્યતાના કારણે અચરમાવર્તભાવી પૂર્વસેવાઓ કરતાં ચઢિયાતી કહી છે. તેથી અકરણનિયમનું તો પૂછવું જ શું? વળી અકરણનિયમ વગેરેમાં કંઈ મનુષ્યત્વનું સાદશ્ય નથી કે જેથી તમે દૃષ્ટાન્ત તરીકે આપેલ મનુષ્યત્વ દાન્તિક અકરણનિયમમાં પણ નિશ્ચયથી અસુંદરત્વની સિદ્ધિ કરી આપે. કારણ કે ગાઢ મિથ્યાત્વી વગેરેના પણ અકરણનિયમ વગેરે સદાચાર રૂપ હોઈ દુન્યવી દૃષ્ટિએ સામાન્ય ધર્મમાં ગણાય છે. જ્યારે હિંસા વગેરેમાં આસક્ત વ્યક્તિનું મનુષ્યત્વ તો એ રીતે પણ ધર્મમાં કે સુંદર વસ્તુઓમાં ગણતરી પામતું નથી. સામાન્ય ધર્મમાં ગણતરી પામતા પણ તે અકરણનિયમાદિ વાસ્તવિકતાએ સુંદર એટલા માટે નથી કે આંશિક ભાવયુક્ત તે અકરણનિયમાદિ જ ભાવઆજ્ઞા વગેરે રૂપ વિશેષધર્મનું કારણ બનતા હોય છે, જે આંશિકભાવ જ ગાઢ મિથ્યાત્વી વગેરેને હોતો નથી. એ વાત ધ્યાનમાં રાખવી. વળી મિથ્યાત્વયુક્ત (સહચરિત) અકરણનિયમ વગેરે જો હિંસાદિ યુક્ત મનુષ્યત્વ જેવા હોય અને તેથી નિશ્ચયથી અસુંદર જ હોય તો તો મેઘકુમારના જીવ હાથીની દયા પણ મિથ્યાત્વયુક્ત જ હોઈ વાસ્તવિક રીતે અસુંદર જ થઈ જવાની આપત્તિ આવે. તેથી, ઉત્કટ મિથ્યાત્વયુક્ત અકરણનિયમ-દયા વગેરેને જ જો અસુંદર હોવા કહેશો, તો અમારે એ ઈષ્ટ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy