SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારિતાનો કાળ ઃ દેશોન અર્ધપુદ્ગલપરાવરત્ત - પૂર્વપક્ષ માન્યતા भवति । अपुनर्बन्धकप्रभृतिषु वचनप्रयोगः क्रियमाणोऽपि न तथा सूक्ष्मबोधविधायकः, अनाभोगबहुलत्वात्तत्कालस्य, भिन्नग्रन्थ्यादयस्तु व्यावृत्तमोहत्वेन निपुणबुद्धितया तेषु कृत्येषु वर्त्तमानास्तत्कर्मव्याधिसमुच्छेदका जायन्त इति । ग्रन्थिभेदमेव पुरस्कुर्वन्नाह - इंहरावि हंदि एअंमि एस आरोग्गसाहगो चेव । पोग्गलपरिअट्टद्धं जमूणमेअंमि संसारो ।।४३४।। ફતરથાપિ=વિષે: સવાપાત્તનમન્તરેગાપિ, હૅન્દ્રીતિ પૂર્વવત્, તસ્મિન=પ્રશ્ચિમેને તે સતિ, ષ:=વચનપ્રયોગઃ, आरोग्यसाधकश्चैव=भावारोग्यनिष्पादक एव सम्पद्यते । तथा च पठ्यते - ૧૦૭ लब्ध्वा मुहूर्त्तमपि ये परिवर्जयन्ति, सम्यक्त्वरत्नमनवद्यपदप्रदायि । यास्यन्ति तेऽपि न चिरं भववारिराशौ तद्बिभ्रतां चिरतरं किमिहास्ति वाच्यम् ।। () अत्र हेतुमाह-पुद्गलानामौदारिक- वैक्रिय-तैजस-भाषा- Sऽनप्राण-मनः कर्मग्रहणपरिणतानां विवक्षिता कृत्वा यावतां सामस्त्येनैकजीवस्य ग्रहनिसर्गी सम्पद्येते स कालः पुद्गलपरावर्त्त इत्युच्यते पुद्गलग्रहणनिसर्गाभ्यां परिवर्त्तन्ते=परापरपरिणतिं लभन्तेऽस्मिन्निति व्युत्पत्तेः, तस्यार्द्धं यावद्, यद्=यस्माद्, ऊनं=किंचिद्धीनं, અટકવા રૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અપુનર્બંધક વગેરે કાલમાં વચનૌષધપ્રયોગ હોવા છતાં તે આવો સૂક્ષ્મબોધ પેદા કરી શકતો નથી, કેમ કે એ કાલ અનાભોગની પ્રચુરતા વાળો હોય છે. (જો કે હમણાં જ પૂર્વે અપુનર્બંધકાદિને પ્રૌઢપ્રજ્ઞા હોવી કહી ગયા, તો પણ કોઈ વિરોધ નથી, કેમકે એ પ્રૌઢ પ્રજ્ઞા માર્ગાનુસારિતાને પ્રાયોગ્ય છે. જ્યારે અહીં જે સૂક્ષ્મબોધની વાત છે તે સમ્યક્ત્વપ્રાપ્તિ પ્રાયોગ્ય છે, જેનો અપુનર્બંધકાદિમાં અભાવ અવિરુદ્ધ છે.) જ્યારે ભિન્નગ્રન્થિકજીવો મોહ ક્ષીણ થયો હોવાના કા૨ણે નિપુણબુદ્ધિવાળા હોય છે જેથી તે ઉચિત કર્તવ્યોને કરતાં તેઓ કર્મવ્યાધિનો સમુચ્છેદ કરી શકે છે. વચનૌષધપ્રયોગની સફળતામાં વિધિપાલન વગેરે કરતાં પણ ગ્રન્થિભેદ જ મુખ્ય ચીજ છે એવું જણાવતાં ઉપદેશપદકાર આગળ કહે છે - “ગ્રન્થિભેદ થયે છતે તો વિધિના સાર્વદિક પાલન વિના પણ આ વચનૌષધપ્રયોગ ભાવઆરોગ્ય ઉત્પાદક જ બને છે. આ હકીકત એના પરથી જણાય છે કે તીર્થંકર વગેરેની આશાતના ક૨ના૨ જીવોનો પણ ગ્રન્થિભેદ પછી સંસાર દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત્ત જ વધુમાં વધુ હોય છે. જેમ કે ફૂલવાલકમુનિ, ગોશાળો વગેરે. કહ્યું છે કે – “અનવદ્યપદ(મોક્ષ)ને આપનાર સમ્યક્ત્વરત્નને એક મુહૂર્ત માટે પણ પામીને જેઓ છોડી દે છે તેઓ પણ ભવસમુદ્રમાં લાંબો કાળ ભટકતાં નથી, તો તે સમ્યક્ત્વરત્નને લાંબો કાળ જાળવી રાખનાર માટે તો કહેવું જ શું ? '' અહીં પુદ્ગલપરાવર્ત્ત એટલે ઔદારિક-વૈક્રિય-તૈજસભાષા-શ્વાસોશ્વાસ-મન અને કર્મ તરીકે ગૃહીત થવાને પરિણમેલા બધા પુદ્ગલો વિવક્ષિત કાલથી માંડીને જેટલા કાળમાં એક જીવ દ્વારા ગૃહીત થઈ છોડાય જાય તેટલો કાળ. આ શબ્દની વ્યુત્પત્તિ આવી છે १. इतरथाऽपि हंदि एतस्मिन्नेष आरोग्यसाधकञ्चैव । पुद्गलपरावर्त्तार्धं यदूनमेतस्मिन् संसारो ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy