SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫ "ललितविस्तरायामप्युक्तं-'एतत्सिद्ध्यर्थं तु यतितव्यमादिकर्मणि, परिहर्त्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न लङ्घनीयोचितस्थितिः, अपेक्षितव्यो लोकमार्गः, माननीया गुरुसंत(ह)तिः, भवितव्यमेतत्तन्त्रेण, प्रवर्तितव्यं दानादौ, कर्त्तव्योदारपूजा भगवतां, निरूपणीयः साधुविशेषः, श्रोतव्यं विधिना धर्मशास्त्रं, भावनीयं महायत्नेन, प्रवर्तितव्यं विधानतो, अवलम्बनीयं धैर्य, पर्यालोचनीयाऽऽयतिः, अवलोकनीयो मृत्युः, परिहर्त्तव्यो विक्षेपमार्गः, यतितव्यं योगसिद्धौ, कारयितव्या भगवत्प्रतिमा, लेखनीयं भुवनेश्वरवचनं, कर्तव्यो मङ्गलजापः, प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि दुष्कृतानि, अनुमोदनीयं कुशलं, पूजनीया मन्त्रदेवता, श्रोतव्यानि सच्चेष्टितानि, भावनीयमौदार्य, वर्तितव्यमुत्तमज्ञातेन। एवम्भूतस्य येह प्रवृत्तिः सा सर्वैव साध्वी, मार्गानुसारी ह्ययं नियमादपुनर्बन्धकादिः, तदन्यस्यैवंभूतगुणसंपदोऽभावात्' इत्यत आह-यद्-यस्मादपुनर्बन्धकानां चित्रम् अनेकविधमनुष्ठानमुपदिष्टं, अतो भिन्नाचारस्थितानामपि तेषां द्रव्याज्ञाया नानुपपत्तिरिति । અદ્વેષ અને ઔચિત્યથી શાસ્ત્રાનુસારે સર્વ દીનાદિ વિશે એકસરખું રાગદ્વેષાદિકૃતભેદભાવ વગરનું યથાયોગ્ય આચરણ આ પણ યોગબીજ છે.” શંકાઃ (ચાલુ) લલિતવિસ્તરામાં પણ કહ્યું છે કે – “આની (ચૈત્યવંદનની) સિદ્ધિ માટે પ્રાથમિક કર્તવ્યોમાં પ્રયત્ન કરવો, અકલ્યાણમિત્રયોગ વર્જવો, કલ્યાણમિત્રોનાં પડખાં સેવવા, ઉચિત સ્થિતિને ઉલ્લંઘવી નહિ, લોક માર્ગનો ખ્યાલ રાખવો, વડીલોનું બહુમાન કરવું, ગુરુપરતંત્ર રાખવું, દાનાદિ પ્રવૃત્તિ કરવી, ભગવાનની ઉદારપૂજા કરવી, સાધુઓમાં વિશેષતાનું નિરીક્ષણ કરવું, વિધિપૂર્વક ધર્મશાસ્ત્ર સાંભળવું, મહાપ્રયત્નપૂર્વક તેને ભાવવું, શાસ્ત્રવિધાન મુજબ પ્રવવું, ધૈર્યને અવલંબવું, ભવિષ્યનો વિચાર કરવો, મૃત્યુને નજરમાં રાખવું, ઉન્નતિમાં વિક્ષેપ પાડનાર માર્ગને વર્જવો, યોગ સિદ્ધ થાય એ માટે પ્રયત્નશીલ રહેવું, ભગવાનની પ્રતિમા ભરાવવી, જિનવચનો લખાવવા, નમસ્કાર મંત્રાદિ મંગલજાપ કરવો, ચાર શરણ સ્વીકારવા, દુષ્કતોની ગહ કરવી, સુકૃતોની અનુમોદના કરવી, મંત્રદેવતાને પૂજવા, સચ્ચારિત્રોને સાંભળવા, ઉદારતા ભાવિત કરવી, ઉત્તમ દષ્ટાન્ત મુજબ વર્તવું. આ રીતે વર્તનારની જે કોઈ દેવનમસ્કારાદિ પ્રવૃત્તિ હોય છે, તે બધી સુંદર હોય છે , કેમ કે આ માર્ગાનુસારી જીવ અવશ્ય અપુનબંધકાદિ અવસ્થાને પામેલો હોય છે, કારણ કે એવી અવસ્થાને ન પામેલા જીવોમાં આવી ગુણસંપત્તિ હોતી નથી.” ભિન્નમાર્ગસ્થ જીવોમાં માધ્યચ્યું હોવા છતાં શ્રીજિન વિશે કુશળચિત્ત, સિદ્ધાન્તલેખન, વગેરે રૂપ જિનોક્ત ક્રિયાઓ ન હોવાથી અપુનબંધકપણું હોતું નથી. તો દ્રવ્યઆજ્ઞા પણ શી રીતે હોય? આવી શંકા દૂર કરવા માટે ગ્રંથકાર ઉત્તરાર્ધમાં સમાધાન આપતાં કહે છે કે – અપુનબંધક જીવોને અનેકવિધ અનુષ્ઠાનો હોવા કહ્યા છે માત્ર જૈનમાર્ગ સંબંધી અનુષ્ઠાનો જ નહિ). તેથી જિનનમસ્કાર વગેરે યોગબીજરૂપ જિનોક્ત અનુષ્ઠાન ન હોવા છતાં ભિન્નમાર્ગસ્થજીવોને અપુનર્બન્ધકત્વ અને દ્રવ્યઆજ્ઞા હોવામાં કોઈ અસંગતિ નથી.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy