SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ विशेषस्तु पुनस्तस्य कात्न्येनासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ।। तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ।। यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ।। सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ।। न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ।। इति । न च परेषां सर्वज्ञभक्तरेवानुपपत्तिः, तेषामप्यध्यात्मशास्त्रेषु चित्राचित्रविभागेन भक्तिवर्णनात्, संसारिणां विचित्रफलार्थिनां नानादेवेषु चित्रभक्तरेकमोक्षार्थिनां चैकस्मिन् सर्वज्ञेऽचित्रभक्त्युपपादनात् । तथा च हारिभद्रं वचः (योगदृष्टि. ११०-११२)चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योग(शैवयोग)शास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ।। સ્વીકાર્યો છે તે બધાએ તે મુખ્ય સર્વજ્ઞને જ સ્વીકારેલા છે એ વાસ્તવિકતા વ્યાજબી છે. તેની=સર્વશની સર્વ વિશેષતાઓને કોઈ છમસ્થ જાણી શકતો નથી. તેથી તે વિશેષતાઓને આગળ કરીને તો કોઈએ તેમને સ્વીકારેલા નથી. માટે સર્વજ્ઞત્વ વગેરે રૂપ સામાન્ય ધર્મને આગળ કરીને પણ જેઓ સર્વશને સ્વીકારે છે તે બધાને બુદ્ધિશાળી માણસો “મુખ્યસર્વજ્ઞને સ્વીકારવા રૂપ બાબતને આગળ કરીને નિર્ચાજપણે સમાન જ માને છે. જેમ એક રાજાના ઘણા સેવકો દૂર નજીક વગેરે ભેદ હોવા છતાં તેના સેવકરૂપે એક સરખા જ છે તેમ સર્વજ્ઞો વચ્ચે તાત્ત્વિક રીતે તો અભેદ જ હોઈ શ્રીજિન વગેરેના મતભેદોને અવલંબનારા અને છતાં સર્વજ્ઞને જ આગળ કરનારા બધા ભિન્ન આચારોમાં રહ્યા હોવા છતાં મુખ્ય સર્વજ્ઞત્વને અનુસરનારા છે એ જાણવું, આમ પરમાર્થથી સર્વજ્ઞ મહાત્માઓમાં ભેદ છે જ નહિ. તેમ નામ વગેરેનો ભેદ હોવા છતાં તેઓમાં તાત્ત્વિક ભેદ છે નહિ, એ શ્રુતમેધા યુક્ત હોવાના કારણે અને સંમોહશૂન્ય હોવાના કારણે સારભૂત એવી પ્રજ્ઞાવાળા મહાત્માઓએ વિચારવું. આમ જુદા જુદા નામવાળા દેવોને પૂજનારા મધ્યસ્થ જીવો વસ્તુતઃ તે મુખ્ય સર્વજ્ઞને જ પૂજતા હોઈ ભાવથી જૈન જ છે એ વાત સિદ્ધ થાય છે. ઇતરમાર્ગમાં રહેલા જીવોમાં તો સર્વશની ભક્તિ હોવી જ અસંગત છે એવું માનવું નહિ, કેમ કે તેઓના અધ્યાત્મવિષયક શાસ્ત્રોમાં ચિત્ર-અચિત્રના (વિવિધતા-અવિવિધતાના) વિભાગપૂર્વક ભક્તિનું વર્ણન કર્યું છે. કેમ કે સંસાર સંબંધી જાતજાતના અનેક ફળના અર્થીઓની વિવિધ દેવો વિશે વિચિત્ર ભક્તિ (અનેક પ્રકારની ભક્તિ) હોય છે એવું પ્રતિપાદન કર્યું છે અને એકમાત્ર મોક્ષના અર્થીઓની એક સર્વજ્ઞમાં અચિત્ર (ભેદ વિનાની) ભક્તિ હોય છે એવું પ્રતિપાદન કર્યું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિ સમુચ્ચય (શ્લો. ૧૧૦-૧૧૨)માં કહ્યું છે કે “વળી અધ્યાત્મ વગેરે સદ્યોગશાસ્ત્રોમાં ચિત્ર અને અચિત્ર વિભાગ પૂર્વક દેવો અંગેની ભક્તિનું જે વર્ણન કર્યું છે તેના પરથી પણ આ વાત (મુખ્ય
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy