SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬. ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩ योगसाधनोपायकौशलं च भवति । दीप्रायां दृष्टौ प्राणायामः, प्रशान्तवाहितालाभाद् योगोत्थानविरहः, तत्त्वश्रवणं, प्राणेभ्योपि धर्मस्याधिकत्वेन परिज्ञानं, तत्त्वश्रवणतो गुरुभक्तेरुद्रेकात्समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनं च भवति ।। तथा मित्रादृष्टिस्तृणाग्निकणोपमा न तत्त्वतोऽभीष्टकार्यक्षमा, सम्यक्प्रयोगकालं यावदनवस्थानाद्, अल्पवीर्यतया ततः पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः, विकलप्रयोगभावाद् भावतो वन्दनादिकार्यायोगादिति । तारादृष्टिगोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वाद् । अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः, तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथाकार्याभावादिति । बलादृष्टिः काष्ठाग्निकणतुल्या, ईषद्विशिष्टोक्तबोधद्वयात्, तद् भवतोऽत्र मनास्थितिवीर्येऽतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये, तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति । दीप्रा (શ્રવણેચ્છા), યોગ અંગે અક્ષેપ (પદોષત્યાગ), અને ચિત્ત સ્થિર હોવાના કારણે થયેલ યોગના સાધનઉપાયો અંગેની કુશલતા હોય છે. દીપ્રાદષ્ટિમાં પ્રાણાયામ યોગાંગ, પ્રશાન્ત વાહિતાનો લાભ થયો હોઈ યોગોત્થાન દોષનો અભાવ, તત્ત્વશ્રવણ, પ્રાણ કરતાં પણ ધર્મની વધુ કિંમત આંકવી-જાણવી તે, તત્ત્વશ્રવણથી ગુરુભક્તિ ઉછાળા મારવી વગેરે થાય છે. અને તેના સામર્થ્યથી શ્રી તીર્થંકરનું સમાપત્તિ વગેરે ભેદથી દર્શન થાય છે. (૪ દૃષ્ટિમાં વંદનાદિ અનુષ્ઠાન) આ ચાર દષ્ટિઓમાંથી મિત્રાદષ્ટિ ઘાસના તણખલાના અગ્નિના કણના પ્રકાશ જેવા અત્યંત સ્વલ્પબોધવાળી હોય છે. એ ઇષ્ટકાર્ય કરવાની ક્ષમતાવાળી હોતી નથી. કારણ કે વંદનાદિ ક્રિયાના સમ્યફ આચરણના કાળ સુધી તેનો બોધ ટકતો નથી. એ ન ટકવાનું કારણ એ છે કે એ અલ્પશક્તિવાળો હોવાથી એના દ્વારા એવા સંસ્કાર ઊભા નથી થતાં કે જે સારી સ્મૃતિનું કારણ બને; અને વંદનાદિ ક્રિયા અપૂર્ણ બની રહેવાથી ભાવથી વંદનાદિરૂપ કાર્ય થતું નથી. તારાદષ્ટિછાણાના અગ્નિકણના પ્રકાશ જેવા બોધવાળી હોય છે. આ પણ મિત્રાદષ્ટિ જેવી જ હોય છે. અર્થાત્ ઈષ્ટકાર્યક્ષમ હોતી નથી, કેમ કે એનો બોધ વિશિષ્ટ સ્થિતિવાળો (લાંબો કાળ ટકવાવાળો) હોતો નથી કે જયાં સુધી ટકે છે ત્યાં સુધી પણ વિશિષ્ટ વીર્ય (સામર્થ્ય) વાળો હોતો નથી. એટલે એનાથી પણ ક્રિયાકાળે પટું સ્મરણ ન થવાથી અને એના અભાવે ક્રિયા સાંગોપાંગ થતી ન હોવાથી તેવા પ્રકારનું ભાવકાર્ય થતું નથી. બલાદષ્ટિ કાષ્ઠાગ્નિકણના પ્રકાશ જેવા બોધપ્રકાશવાળી હોય છે. તેથી ઉપરની બે દૃષ્ટિઓ કરતાં આ કંઈક વિશિષ્ટકોટિની હોય છે. માટે એનો બોધપ્રકાશ કંઈક સ્થિરતા (ટકવા) વાળો હોય છે. તેમજ કંઈક વીર્યવાળો હોય છે. એટલા માટે અહીં ક્રિયાપ્રયોગકાળે યોગદષ્ટિના બોધનું સાચું સ્મરણ-સંમીલન હોય છે જેના કારણે અહીં ધર્મક્રિયા માત્ર શુદ્ધ પ્રીતિથી થાય છે. એમાં કાંઈક શુદ્ધ સદ્ ઉદ્યમ થાય છે. દિપ્રા
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy