SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩ इत्तो अ गुणट्ठाणं पढमं खलु लद्धजोगदिट्ठीणं । मिच्छत्तेवि पसिद्धं परमत्थगवेसणपराणं ।।१३।। इतश्च गुणस्थानं प्रथमं खलु लब्धयोगदृष्टीनाम् । मिथ्यात्वेऽपि प्रसिद्ध परमार्थगवेषणपराणाम् ।।१३।। इतश्च अनाभिग्रहिकस्य हितकारित्वादेव च, मिथ्यात्वेऽपि, खल्विति निश्चये, लब्धयोगदृष्टीनां= मित्रादिप्रथमदृष्टिचतुष्टयप्राप्तिमतां, परमार्थगवेषणपराणां मोक्षकप्रयोजनानां योगिनां, प्रथमं गुणस्थानमन्वर्थं प्रसिद्धम् । अयं भावः-मिथ्यादृष्टयोऽपि परमार्थगवेषणपराः सन्तः पक्षपातं परित्यज्याद्वेषादिगुणस्थाः खेदादिदोषपरिहाराद् यदा संवेगतारतम्यमाप्नुवन्ति तदा मार्गाभिमुख्यात्तेषामिक्षुरसकक्कबगुडकल्पा मित्रा तारा बला दीप्रा चेति चतस्रो योगदृष्टय उल्लसन्ति, भगवत्पतञ्जलिभदन्तभास्करादीनां तदभ्युपगमात् । तत्र मित्रायां दृष्टौ स्वल्पो बोधो, यमो योगाङ्गं, देवकार्यादावखेदो, योगबीजोपादानं, भवोद्वेगसिद्धान्तलेखनादिकं, बीजश्रुतौ परमश्रद्धा, सत्संगमश्च भवति; चरमयथाप्रवृत्तकरणसामर्थ्येन कर्ममलस्याल्पीकृतत्वात् । अत एवेदं चरमयथाप्रवृत्तकरणं पर ગાથાર્થ આમ અનાભિગ્રહિક મિથ્યાત્વ ગુણકર હોવાથી જ, યોગની દૃષ્ટિ પામેલા પરમાર્થ ગવેષણમાં તત્પર જીવોને મિથ્યાત્વની હાજરીમાં પણ પહેલું ગુણસ્થાન યથાર્થ હોવું કહ્યું છે. વળી અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકર હોવાથી જ મિથ્યાત્વની હાજરીમાં પણ મિત્રા વગેરે યોગની પહેલી ચાર દૃષ્ટિ પામેલા અને મોક્ષ એકમાત્ર છે પ્રયોજન જેઓનું તેવાં યોગીઓને પહેલું ગુણસ્થાન યથાર્થ રીતે હોવું શાસ્ત્રમાં કહ્યું છે. જો આ મિથ્યાત્વ ગુણકર ન હોય તો એ અવસ્થામાં ગુણસ્થાન શી રીતે બને? અહીં આ તાત્પર્ય છે - મિથ્યાત્વીઓ પણ પરમાર્થ=મોક્ષના ગવેષણમાં તત્પર બનીને, પક્ષપાતને છોડીને અદ્વેષ વગેરે ગુણોમાં સ્થિર થાય છે. અને ખેદ વગેરે દોષોના પરિહારથી સંવેગની તરતમતા પામે છે ત્યારે તેઓમાં માગભિમુખતાના કારણે શેરડી-શેરડીનો રસ-ગોળની રસી અને ગોળ જેવી મિત્રા-તારા-બલા અને દીપા એ ચાર યોગદષ્ટિઓ ખીલે છે, કેમકે ભગવાન પતંજલિ ભદંત ભાસ્કર વગેરેને તે દૃષ્ટિઓ હોવી માની છે. (મિત્રાદિ ચાર દૃષ્ટિઓ) આ દૃષ્ટિઓમાંથી મિત્રા દૃષ્ટિમાં અત્યન્ત અલ્પબોધ, “યમ” નામનું યોગાંગ અને દેવકાર્ય વગેરેમાં અખેદ (ખેદ દોષનો ત્યાગ) હોય છે. યોગબીજના ઉપાદાનભૂત ભવોગ, સિદ્ધાન્તલેખન, બીજશ્રવણમાં ૧. અર્થાત્ જેમ આ ચાર અવસ્થાઓ ઉત્તરકાલીન ખાંડ-સાકર-મર્ચંડી-વરસોલારૂપ ચાર અવસ્થાની કારણભૂત હોય છે તેમ આ મિત્રાદિ ચાર દષ્ટિઓ સ્થિરા-કાન્તા-પ્રભા-પરા દૃષ્ટિરૂપ પાછલી ચાર દષ્ટિઓની કારણભૂત છે.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy