SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર तल्लघुवृत्तावप्युक्तम् - आदौ सूक्ष्मनिगोदे जीवस्यानन्तपुद्गलविवर्तान् । तस्मात्कालमनन्तं व्यवहारवनस्पतौ वासः ।। उत्सर्पिणीरसंख्याः प्रत्येकं भूजलाग्निपवनेषु । विकलेषु च संख्येयं कालं भूयो भ्रमणमेव ।। तिर्यक्पञ्चेन्द्रियतां कथमपि मानुष्यकं ततोऽपीह । क्षेत्रकुलारोग्यायुर्बुद्ध्यादि यथोत्तरं तु दुरवापम् ।। धर्मरत्नप्रकरणवृत्तावप्युक्तम् - इभ्यस्तन्नमनार्थं प्रययौ नत्वा गुरून् समयविधिना । निषसाद यथास्थानकमथ सूरिर्देशनां चक्रे ।। अव्यवहारिकराशौ भ्रमयित्वाऽनन्तपुद्गलविवर्तान् । व्यवहतिराशौ कथमपि जीवोऽयं विशति तत्रापि ।। बादरनिगोदपृथिवीजलदहनसमीरणेषु जलधीनाम् । सप्ततिकोटाकोट्यः कायस्थितिकाल उत्कृष्टः ।। सूक्ष्मेष्वमीषु पञ्चस्ववसर्पिण्यो ह्यसंख्यलोकसमाः । सामान्यबादरेऽङ्गुलगणनातीतांशमानास्ताः ।। इत्यादि । संस्कृतनवतत्त्वसूत्रेऽप्युक्तम् - निगोदा एव गदिता जिनैरव्यवहारिणः । सूक्ष्मास्तदितरे जीवास्तेऽन्येऽपि व्यवहारिणः ।। तदेवंविधवचनैरनादिसूक्ष्मनिगोदस्यैवासांव्यवरहारिकत्वं, अन्येषां च व्यावहारिकत्वमिति स्थिती છે. એ પછી દરેક વિકલેન્દ્રિયભેદમાં સંખ્યાતાકાલ રહે છે. આમ ફરી ફરી વ્યવહારરાશિમાં ભમે છે.” તેની જ લઘુવૃત્તિમાં પણ કહ્યું છે કે “જીવનો સૌ પ્રથમ સૂક્ષ્મનિગોદમાં અનંત પુગલપરાવર્ત સુધી વાસ થાય છે. પછી વ્યવહારવનસ્પતિમાં અનંતકાલ વાસ થાય છે. એ પછી ભૂ-જલ-અગ્નિવાયુમાં પ્રત્યેકમાં અસંખ્ય ઉત્સર્પિણી વાસ થાય છે અને પછી સંખ્યાત કાલ વિકસેન્દ્રિયમાં આ રીતે પુનઃ પુનઃ પણ ભ્રમણ થાય છે. એમાં પંચેન્દ્રિયતિર્યચપણું મળવું મુશ્કેલ છે. અને એના કરતાં મનુષ્યપણુંઆર્યક્ષેત્ર-આર્યકુલ-આરોગ્ય-દીર્ઘઆયુષ્ય-બુદ્ધિ વગેરે મળવા તો ઉત્તરોત્તર અત્યન્ત દુર્લભ છે. “ ધર્મરત્નપ્રકરણની વૃત્તિમાં પણ કહ્યું છે કે “શેઠ તેમને નમવા માટે ગયા. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ગુરુને નમીને યોગ્ય સ્થાને બેઠા. આચાર્યભગવંતે દેશના શરૂ કરી. અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલપરાવર્તો ભમીને જીવ ગમે તે રીતે પણ વ્યવહારરાશિમાં પ્રવેશ કરે છે. ત્યાં પણ બાદર એવા નિગોદપૃથ્વી-પાણી- અગ્નિ-પવનમાં પ્રત્યેક ૭૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાલ સુધી રહે છે અને આ જ પાંચેના સૂક્ષ્મભેદોમાં દરેકમાં અસંખ્યલોક પ્રમાણ કાળચક્ર સુધી રહે છે. સામાન્યથી બાદરમાં અંગુલના અસંખ્યતમા ભાગ જેટલા કાળચક્ર રહે છે.” સંસ્કૃત નવતત્ત્વસૂત્રમાં પણ કહ્યું છે કે “જિનેશ્વરોએ સૂક્ષ્મનિગોદને જ અવ્યવહારી કહ્યા છે એ સિવાયના બધા જીવો વ્યવહારી છે.” (પૂર્વપક્ષીય અનુમાનોનું નિરાકરણ) આમ વિવિધશાસ્ત્રોના આવાં વચનોથી “અનાદિસૂક્ષ્મનિગોદ જ અવ્યાવહારિક છે, બીજા બધા
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy