SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર પ૯ अत्रादिशब्दात्सर्वैरपि जीवैः श्रुतमनन्तशः स्पृष्टमित्यादि, यदस्यामेव-प्रज्ञापनायामेव वक्ष्यते प्रागुक्तं च तत्परिग्रहस्ततो न कश्चिद्दोषः' इत्यग्रे व्यक्तमेवानादिवनस्पत्यतिरिक्तानां व्यावहारिकत्वाभिधानाच्च अनादिवनस्पतय इति च सूक्ष्मनिगोदानामेवाभिधानं, न तु बादरनिगोदानामिति । ग्रन्थान्तरेऽप्ययमेवाभिप्रायो ज्ञायते । उक्तं च लघूपमितभवप्रपञ्चग्रन्थे श्रीचन्द्रसूरिशिष्यश्रीदेवेन्द्रसूरिभिः (६७-७४) - अस्त्यत्र लोके विख्यातमनन्तजनसंकुलम् । यथार्थनामकमसंव्यवहाराभिधं पुरम् ।। तत्रानादिवनस्पतिनामानः कुलपुत्रकाः । वसन्ति च तत्र कर्मपरिणाममहीभुजा ।। नियुक्तौ तीव्रमोहोदयात्यन्ताबोधनामको । महत्तमबलाध्यक्षौ तिष्ठतः स्थायिनौ सदा ।। ताभ्यां कर्मपरिणाममहाराजस्य शासनात् । निगोदाख्यापवरकेष्वसंख्येयेषु दिवानिशम् ।। क्षिप्त्वा संपिण्ड्य धार्यन्ते सर्वेऽपि कुलपुत्रकाः । प्रसुप्तवन्मूर्छितवन्मत्तवन्मृतवच्च ते ।। युग्मम् ।। ते स्पष्टचेष्टाचैतन्यभाषादिगुणवर्जिताः । छेदभेदप्रतिघातदाहादीनाप्नुवन्ति च ।। કહ્યા છે તે શેષજીવોને ઉદ્દેશીને સમજવા, અનાદિ વનસ્પતિજીવોને ઉદ્દેશીને નહિ કે જેઓ સંવ્યવહારબાહ્ય છે.” અહીં “આદિ શબ્દથી બધા જીવોએ શ્રુત અનંતી વાર મેળવ્યું છે ઇત્યાદિ જે આ પ્રજ્ઞાપના સૂત્રમાં જ આગળ કહેવાશે તેમજ પૂર્વે કહી ગયા તે બધાનો સમાવેશ છે. તેથી કોઈ દોષ રહેતો નથી.” આમ પ્રજ્ઞાપનાના વૃત્તિકારે પણ અનાદિ વનસ્પતિને સંવ્યવહારબાહ્ય તરીકે માન્ય રાખવા દ્વારા અનાદિ વનસ્પતિને અવ્યાવહારિક કહ્યા છે અને આગળ તભિન્ન જીવોને વ્યાવહારિક કહ્યા છે. વળી “અનાદિ વનસ્પતિ તો સૂક્ષ્મનિગોદનું જ નામ છે, બાદર નિગોદનું નહિ. માટે સૂક્ષ્મનિગોદ જ અવ્યવહારરાશિ છે. તભિન્ન એવી બાદરનિગોદ તો વ્યવહારરાશિ જ છે. તેથી પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાય મુજબ પણ બાદરનિગોદજીવો વ્યવહારરાશિમાં હોવા જ જણાય છે. બીજા ગ્રન્થોમાં પણ આ જ અભિપ્રાય હોવો જણાય છે. (બા. નિગોદવ્યવહારિત્વસિદ્ધિમાં ગ્રન્થસાક્ષીઓ) લઘુપમિતભવપ્રપંચગ્રન્થમાં શ્રી ચન્દ્રસૂરિના શિષ્યશ્રી દેવેન્દ્રસૂરિએ કહ્યું છે કે “આ લોકમાં પ્રસિદ્ધ, અનંતજનથી વ્યાપ્ત યથાર્થનામવાળું અસંવ્યવહાર નામનું નગર છે. તેમાં અનાદિવનસ્પતિ નામના કુલપુત્રો રહે છે. અને ત્યાં કર્મપરિણામ રાજા વડે નિયુક્ત કરાયેલા તીવ્રમોહોદય અને અત્યન્તઅબોધ નામના મહત્તમ અને બલાધ્યક્ષ હંમેશા રહે છે. કર્મપરિણામ રાજાની આજ્ઞાથી તે બે જણા તે બધા કુલપુત્રકોને નિગોદ નામના અસંખ્ય ઓરડાઓમાં નાંખીને અને એકદમ જકડીને ભેગા કરીને સૂતેલા, મૂચ્છિત, મત્ત કે મૃત માણસની જેમ પકડી રાખે છે. સ્પષ્ટ ચેષ્ટા-ચૈતન્ય-ભાષા વગેરે ગુણોથી શૂન્ય
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy