SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર द्रव्यलिङ्गप्रधानाः शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः, किम्? इत्याह-अनन्ता: अनंतनामकसंख्याविशेषानुगताः, अतीताः=व्यतिक्रान्ताः, भवे-संसारे, सकला अपि तथाविधसामग्रीवशात्परिपूर्णा अपि, सर्वेषां भवभाजां प्रायेण अव्यावहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः । ततोऽपि किम्? इत्याह-न च नैव तत्रापि=तास्वपि सकलासु द्रव्यलिङ्गक्रियासु जातमेतद् धर्मबीजमित्यादि ।' अथ 'पृथिव्यादिव्यवहारयोगेन तेषां व्यावहारिकत्वेऽप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्ताधिकसंसारवत्त्वेन न व्यावहारिकत्वमिति परिभाषान्तरमाश्रीयते' इति द्वितीयः पक्षः परिगृह्यते इति चेत् ? परिगृह्यतां यदि बहुश्रुताः प्रमाणयन्ति। नैवमस्माकं कापि क्षतिः, मुख्यव्यावहारिकलक्षणपरित्यागेन तेषामव्यक्तमिथ्यात्वनियमाभ्युपगमादिविरुद्धप्रक्रियाया असिद्धेः। न हि परिभाषा वस्तुस्वरूपं त्याजयतीति । एतेन बादरनिगोदजीवानां व्यावहारिकत्वनिषेधोऽपि प्रत्युक्तः, परिभाषामात्रेण लक्षणसिद्धस्य તેવી મિથ્યાત્વાદિમોહરૂપ મલ દૂર થયો ન હોવાના કારણે પૂજા વગેરેની અભિલાષાથી થતી હોઈ દ્રવ્યલિંગપ્રધાન એવી એ ક્રિયાઓ સંસારમાં અવ્યવહારિક રાશિમાં રહેલા તેમજ તેમાંથી અલ્પકાળપૂર્વ જ નીકળેલા જીવોને છોડીને બાકીના બધા જીવોએ અનંતીવાર કરી છે. આવી દ્રવ્યલિંગક્રિયાઓ હોવા છતાં આ ધર્મબીજ પ્રાપ્ત થયું નથી.” શંકાઃ “પૃથ્વી” વગેરેનો વ્યવહાર થતો હોવાના કારણે અભવ્યોમાં વ્યાવહારિકત્વ હોવા છતાં પન્નવણાસૂત્રમાં વ્યવહારિજીવોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ આવલિકાના અસંખ્યાતમાભાગ જેટલા પુદ્ગલપરાવર્તા કહી છે તે સંગત કરવા ઉક્તકાલથી વધુ સંસાર ન હોવા રૂપ એક બીજું પારિભાષિક વ્યવહારિકત્વ પણ માનવું જોઈએ જે અભવ્યોમાં ન હોવાથી તેઓ અવ્યવહારિક સિદ્ધ થાય છે. આમ અભવ્યોને અવ્યવહારી સિદ્ધ કરવા અન્ય પરિભાષા સ્વીકારવા રૂપ બીજો વિકલ્પ અમે લઈએ છીએ. સમાધાન - તમે એ લઈ શકો છો, જો બહુશ્રુતો એવા વિકલ્પને પ્રમાણ માને. એમાં અમારે કોઈ નુકશાન પણ નથી. કેમ કે આમ મુખ્ય વ્યાવહારિકત્વ છોડીને તેમજ પારિભાષિક વ્યાવહારિકત્વ નવું કલ્પીને એ પરિભાષાનુસાર તેઓને અવ્યવહારી માનવા અને પછી એ પારિભાષિક અવ્યવહારીપણાને આગળ કરીને તેઓમાં પણ, મુખ્ય અવ્યવહારિકપણા સાથે સંબંધ ધરાવનાર “જેઓ અવ્યવહારી હોય તેઓ નિયમા અવ્યક્તમિથ્યાત્વી હોય એ નિયમ ઠોકી બેસાડવો એ વિરુદ્ધ પ્રક્રિયા રૂપ હોવાથી અસિદ્ધ રહે છે. કેમકે પરિભાષા કંઈ વસ્તુસ્વરૂપનો ત્યાગ કરાવી દેતી નથી. અર્થાત્ અભવ્યોમાં આવેલું એ પારિભાષિક અવ્યવહારિકપણું પણ કંઈ તેઓમાં રહેલા વાસ્તવિક વ્યવહારિકપણાને કાઢી મૂકતું નથી કે જેથી તેઓ અવ્યક્તમિથ્યાત્વી જ હોવાનો નિયમ સિદ્ધ થાય. (બાદરનિગોદમાં વ્યવહારિકત્વની સ્થાપના) આમ પરિભાષા વસ્તસ્વરૂપને છોડાવતી નથી એવું જે કહ્યું તેનાથી જ “બાદરનિગોદ જીવો
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy