SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અનુબંધ તૂટી જવાથી અનંત સંસાર થતો નથી. પણ જેણે અનંતભવવેદ્ય નિરુપક્રમ કર્મબંધ(અનુબંધ) કર્યો હોય તે અનંતભવ સુધીમાં પ્રાયશ્ચિત્ત જ કરી શકતો નથી. પૂ.દશવૈકાલિકમાં નિદ્વવ માટે કહ્યું છે કે “કિલ્બિષિકપણું પામીને પણ એ જાણી શકતો નથી કે મારા કયા કર્મનું આ ફળ છે? ત્યાંથી નીકળીને પણ એ મૂંગા બોબડાપણું-નરકપણું વગેરે પામે છે.” આના પરથી જણાય છે કે નિવવાદિ ઉત્સુત્રભાષીને પરભવમાં સ્વપાપનું જ્ઞાન જ હોતું નથી. તો એનું પ્રાયશ્ચિત્ત ક્યાંથી સંભવે? માટે અનુબંધ તૂટવા વગેરેની વાત અયોગ્ય છે. - ઉ.વ ત્યાં તો તપોચોર વગેરેનો પણ અધિકાર છે જેના માટે તમે પણ કિલ્બિષિકપણા વગેરેનો આવો નિયમ માનતા નથી. એટલે ‘તપસ્વૈન્ય વગેરેનું આ માત્ર ઉત્કૃષ્ટ ફળ દેખાડ્યું છે...” એવું જેમ માનવું પડે છે તેમ ઉસૂત્રભાષી માટે પણ માનવું જોઈએ. (પાંચ મિથ્યાત્વો પૃ.૩૨-૪૮) અશુભ અનુબંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે જેના આભિગ્રહિક વગેરે પાંચ ભેદો છે. (૧) તત્ત્વોના અજાણ જીવની સ્વઅભ્યગત પદાર્થોની એવી શ્રદ્ધા કે જે તેને અપ્રજ્ઞાપનીય બનાવે તે આભિગ્રહિક મિથ્યાત્વ છે' (૨) સ્વ-પરમાન્ય તત્ત્વોની સમાન રીતે શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. (૩) ભગવત્રણીત શાસ્ત્રમાં બાધિત અર્થની વિદ્વાનને પણ જે સ્વરસવાહી શ્રદ્ધા હોય છે તે આભિનિવેશિક મિથ્યાત્વ છે.(૪) “ભગવાનનું આ વચન પ્રમાણભૂત હશે કે નહિ? એવા સંશયના કારણે શાસ્ત્રાર્થ અંગે પડેલો સંશય એ સાંશયિક મિથ્યાત્વ છે.(૫) સાક્ષાત કે પરંપરાએ તત્ત્વોની જાણકારી ન હોવી એ અનાભોગિકમિથ્યાત્વછે. અભવ્યોમાં આભિગ્રહિક કે અનાભોગિક મિથ્યાત્વ હોય છે. આભિગ્રહિક મિથ્યાત્વના “આત્મા નથી' વગેરે માન્યતા રૂપ જે છ ભેદો છે તે અભવ્યોમાં પણ હોવા સ્પષ્ટ જ છે, તેથી આભિગ્રહિક મિથ્યાત્વ પણ તેઓમાં સંભવિત છે. પૂ.) અનાભોગ મિથ્યાત્વ જ અવ્યક્ત છે. અભવ્યોને અવ્યક્ત મિથ્યાત્વ જ હોઈ માત્ર અનાભોગ મિથ્યાત્વ જ હોય છે. ઉ.૦ ગુણસ્થાનક ક્રમારોહમાં અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ હોવાનું પણ જણાવ્યું છે. ઠાણાંગ સૂત્ર પરથી પણ અભવ્યોમાં આભિગ્રહિક મિથ્યાત્વની વિદ્યમાનતાનું સમર્થન થાય છે, વળી પાલક-સંગમ વગેરેને વ્યક્ત મિથ્યાત્વજન્ય અનેક કુવિકલ્પો હતા એવું સંભળાય છે. પૂ.૦ચરમાવર્તમાં જ ક્રિયારૂચિનિમિત્તભૂત વ્યક્તમિથ્યાત્વ હોય છે. અભવ્યોને ચરમાવત ન હોઈ વ્યક્તમિથ્યાત્વ પણ હોતું નથી. ઉ.૦ તો શું અચરમાવર્તી ભવ્યોમાં પણ તમે વ્યક્તમિથ્યાત્વ નથી માનતા? | (વ્યવહારરાશિ વિચાર પૃ૪૮-૭૦) પૂ.૦ વ્યવહારી જીવોનો સંસારકાળ અસંખ્ય પુદ્ગલપરાવર્ત કહ્યો છે. અભવ્યો અનંતાનંત
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy