SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ગીત રાગ વેડી. 11 પ્રમોદ ભાવના 11 વિનય, વહો ગુણનો પરિતોષ! વિનય વહો. નિજ પુણ્ય જેણે પાઈ વડાઈ દૂર તજો તસ મત્સર રોષ! વિનય. ૧ • આપે અહો! આ દાને ઘણેરું! પામે એ અહીં માન ભલેરું! એમ શું ના અનુમોદી ભાવે તાસ સુકૃતમાં ભાગ તું પાવે? વિનય. ૨ જેનું મન અહીં છે અવિકાર, જે કરતા જગમાં ઉપકાર; પાળે વળી જે ઉચિત આચાર, નામ જપું તસ વારંવાર. વિનય. ૩ અહહ! તિતિક્ષાગુણ પ્રભુ કેરો, પેખો! મુક્તિનિદાન અનેરો! અભિમાની અઘર્વાદ તુરંત જેણે નાસે રોષ ફુરંત! વિનય. ૪ પાળે કંઈક શીલ ઉદારા, ગૃહિજન પણ તજતા પરદારા, આજે પણ અહીં યશ શુચિ તેહનો, વિલસે ફલિત અદ્ય સહકારા! વિનય. ૫ સતીઓ પણ બંને કુળમાં જે બાંધી કીર્તિધજા શીલ સાજે, સચ્ચરિતે પૂનમ જિમ રાજે દર્શન પણ તસ સુકૃત નવાજે. વિનય. ૬ તાત્ત્વિક-સાત્વિક-સુજનવતા, કેઈક યુક્તિવિવેકે હંસા: જેઓ ત્રિજગત સકલ શોભાવે, સ્મરણ તાલ શુભયોગ કરાવે! વિનય. ૭ એમ પરાયા ગુણ નિત ભાવો! નિજ અવતારનું સલ્ફળ પાવો! સુવિહિત-ગુણનિધિના ગુણ ગાવો! શાંત સુધારસ પાન રચાવો! વિનય. ૮ ૨૨9 || (मालमा ਬਰਫ दियाकम alઠીક્સ ||JJ વિમોચ dડીઝ!!]
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy