SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૭૪ गच्छान्तरीय . સદ્ભાવાત્ । ગચ્છાંતરીય સાધુની જેમ તાદશ પ્રતિમાનું=ગચ્છાંતરીય પરિગૃહીત પ્રતિમાનું, અવંદ્યપણું છે, એમ જે પૂર્વપક્ષી કહે છે એ પણ અયુક્ત છે; કેમ કે ત્યાં=ગચ્છાંતરીય પરિગૃહીત પ્રતિમામાં, અધ્યારોપના વિષયનો સદ્ભાવ છે=જિનપ્રતિમાના આકારરૂપ અધ્યારોપના વિષયનો સદ્ભાવ છે. ૧૨૩૪ तदाह તેને કહે છે=ગચ્છાંતર પરિગૃહીત પ્રતિમાનું અવંઘપણું અયુક્ત છે, તેને શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે - તુલ્યે .....પ્રતીતત્વાન્ ।। વળી, પાપકર્મરહિત=સાવદ્યચેષ્ટા રહિત, ઉભયાભાવને કારણે=સાવધનિરવધકર્મરૂપ ઉભયાભાવને કારણે, આકારસામ્યવાળી તુલ્ય વસ્તુમાં, ભાવ પણ=ગુણ પણ, આરોપણ કરાય છે. અંગારમર્દકમાં ભાવાચાર્યનો ગુણ આરોપણ કરાતો નથી તેની જેમ, કૂટદ્રવ્યપણા વડે ધારણ કરાયેલ વસ્તુમાં=સાધુવેધારી લિંગમાં, આરોપણ કરાતો નથી=ગુણ આરોપણ કરાતો નથી. તેથી=ગચ્છાંતરીય પરિગૃહીત પ્રતિમામાં ગુણનો આરોપ કરાય છે અને કૂટલિંગધારી એવા સાધુમાં ગુણનો આરોપ કરાતો નથી તેથી, સાધુની જેમ સ્વગચ્છીય જ પ્રતિમા વંદન કરાય છે, અન્ય નહિ. એ પ્રકારનો શિષ્ટોને શું મોહ હોય ? અર્થાત્ એ પ્રકારનો મોહ શિષ્ટોને થવો જોઈએ નહીં; કેમ કે કતિપય ગુણવાળા પણ દ્રવ્યમાં=કતિષય, ગુણવાળા પણ સાધુવેષધારી દ્રવ્યમાં, સંપૂર્ણ ગુણવાળાનો અધ્યારોપ યુક્ત છે. વળી પ્રતિમામાં આકારસામ્યથી અધ્યારોપ યુક્ત છે, એ પ્રમાણે ગોવાળઅંગનાને પ્રતીતપણું છે=ઓછી બુદ્ધિવાળી ગોવાળની સ્ત્રીઓ પણ આટલું સમજી શકે છે. ૭૪|| ૭ તિવયમુળવપિ - અહીં ‘પિ'થી એ સમુચ્ચય થાય છે કે ઘણા ગુણવાળામાં તો સંપૂર્ણ ગુણવાળાનો અધ્યારોપ યુક્ત છે, પરંતુ કેટલાક ગુણવાળામાં પણ સંપૂર્ણ ગુણવાળાનો અધ્યારોપ યુક્ત છે. ભાવાર્થ : સાધુ વેષવાળા કોઈ મહાત્માને જોઈને તે વેષવાળા સાધુમાં સંયમનો પરિણામ છે કે અસંયમનો પરિણામ છે, તેવો બોધ થતો નથી; પરંતુ આ સાધુવેષવાળા મહાત્મામાં ચારિત્ર હશે, તેવી સંભાવનામાત્ર રહે છે, અને તેઓના આચારમાં શુદ્ધ આલય-વિહારાદિ દેખાય તો તે આલયવિહારાદિ લિંગથી આ સુસાધુ છે એવું અનુમાન થાય છે, અને તે અનુમાન કર્યા પછી ફરી તે સાધુનાં દર્શન થાય ત્યારે તે લિંગની સાથે સંબંધવાળા આય-વિહારાદિ ગુણોને કારણે તેમનામાં ચારિત્રધર્મ છે, તેવું સ્મરણ થાય છે; અને જો તે સાધુમાં પૂર્વે આલય-વિહારાદિ નથી, તેવું જ્ઞાન થયું હોય તો તે સાધુને જોઈને તેમનામાં અવિદ્યમાન એવા ચારિત્રધર્મનું સ્મરણ થાય છે. તેથી લિંગ સાથે પ્રતિબદ્ધ એવા ચારિત્રધર્મની વિદ્યમાનતા હોય તો તે સાધુ વંઘ છે અને લિંગ સાથે પ્રતિબદ્ધ એવા ચારિત્રધર્મની વિદ્યમાનતા ન હોય તો તે સાધુ અવંઘ છે. અહીં સાધુવેષધારીને જોઈને તેમનામાં રહેલા સંયમધર્મનું સ્મરણ કેમ થાય છે, તેમાં યુક્તિ આપે છેએક સંબંધીનું જ્ઞાન થયે છતે અપર સંબંધીનું સ્મરણ થાય છે, એ પ્રકારનો ન્યાય છે. એ નિયમ પ્રમાણે કોઈ મુનિમાં સાધુવેષનું દર્શન થાય ત્યારે તે સાધુવેષ સાથે સંબંધવાળા એવા સાધુના આલય-વિહારાદિ
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy