SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૭૩ ૧૨૧૫ અહીં પૂર્વપક્ષી કહે કે પ્રતિમા પુદ્ગલાત્મક છે તેથી તેમાં ગુણ-દોષ નથી, તેમ સાધુ લિંગ પણ પુદ્ગલાત્મક છે, તેથી તેમાં ગુણ-દોષ નથી, માટે લિંગમાં દોષ-ગુણ છે, તેમ કહી શકાય નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે -- પ્રસ્તુત શ્લોકમાં લિંગમાં દોષ-ગુણનું સત્ત્વ છે, એમ કહ્યું ત્યાં લિંગ શબ્દને જે સપ્તમી વિભક્તિ છે, તે વ્યંજકત્વાખ્ય વિષયતાઅર્થક છે. તેથી એ પ્રાપ્ત થાય કે લિંગ પુદ્ગલાત્મક હોવાથી દોષ-ગુણ લિંગમાં રહેતા નથી, પરંતુ લિંગને ધારણ કરનાર સાધુમાં જે દોષ-ગુણ રહેલા છે, તેનું વ્યંજક લિંગ છે. તેથી લિંગમાં વ્યંજકત્વાખ્ય વિષયતા છે. માટે લિંગમાં દોષ-ગુણનું સત્ત્વ છે, એમ કહેવામાં કોઈ દોષ નથી. લિંગમાં દોષ-ગુણનું વ્યંજકપણું આ રીતે છે – કોઈ ગૃહસ્થ સાધુનો વેશ ધારણ કરેલો હોય અને સમ્યગુ આલય-વિહારાદિ કરતો ન હોય ત્યારે જે પ્રતિજ્ઞા સ્વીકારીને તેણે લિંગનું ગ્રહણ કરેલ છે, તેનું તે પાલન કરતો નથી, તેથી તેમાં દોષ વર્તે છે એ વાત તેના લિંગથી જ અભિવ્યક્ત થાય છે. આથી જ સાધુની જેમ આલય-વિહારાદિમાં યત્ન નહીં કરનાર શ્રાવકને જોઈને તેણે પ્રતિજ્ઞા ભાંગી છે તેમ અભિવ્યક્ત થતું નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે સાધુનો વેષ જોઈને તેમની પ્રવૃત્તિમાં આલય-વિહારાદિ ઉચિત પ્રવૃત્તિ ન હોય તો તેમનું લિંગ જ બતાવે છે કે આ સાધુ નથી, પરંતુ દોષવાળા છે; અને જે સાધુમાં આલય-વિહારાદિ ઉચિત પ્રવૃત્તિ દેખાય ત્યારે તેમનામાં લિંગના બળથી અને ઉચિત પ્રવૃત્તિના બળથી આ સુસાધુ છે, તેમ નક્કી થાય છે. તેથી જે સાધુ વિશુદ્ધ આલય-વિહારાદિમાં યત્ન કરે છે તે સાધુમાં પ્રતિજ્ઞાને અનુરૂપ ગુણો છે, તેનું વ્યંજક તેમનું લિંગ છે, અને જે સાધુ વિશુદ્ધ આલય-વિહારાદિમાં યત્ન કરતા નથી, તે સાધુમાં પ્રતિજ્ઞાને અનુરૂપ ગુણો નથી, પરંતુ દોષો છે, તેનું વ્યંજક પણ તેમનું લિંગ છે. માટે લિંગમાં વ્યંજકત્વાખ્ય વિષયતા છે, તે બતાવવા માટે અહીં સપ્તમી વિભક્તિ ગ્રહણ કરેલ છે. ટીકા : अत्रायमाक्षेपसमाधानग्रन्थः आवश्यके - एवमुद्यतेतरविहारिगते विधौ प्रतिपादिते सति आह चोदकः-किं नोऽनेन पर्यायाद्यान्वेषणेन? सर्वथा भावशुद्ध्या कर्मापनयनाय जिनप्रणीतलिङ्गनमनमेव युक्तं तद्गतगुणविचारस्य निष्फलत्वात्, न हि तद्गतगुणप्रभवा नमस्कर्तुर्निजराऽपि त्वात्मीयाध्यात्मशुद्धिप्रभवा। तथाहि "तित्थयरगुणा पडिमासु नत्थि निस्संसयं वियाणंतो । तित्थयर त्ति णमंतो सो पावइ णिज्जरं विउलं" ।। [आवश्यकनियुक्ति गाथा-११३०] व्याख्या-तीर्थकरस्य गुणा ज्ञानादयस्तीर्थकरगुणास्ते प्रतिमासु-बिम्बलक्षणासु, 'नत्थि' न सन्ति, निस्संशयं= संशयरहितं, विजानन्=अवबुध्यमानः, तथापि 'तीर्थकरोऽयम्' इत्येवं भावशुद्ध्या नमन् प्रणमन्, स प्रणामकर्ता प्राप्नोति आसादयति निर्जरां कर्मक्षयलक्षणां विपुलां=विस्तीर्णाम् इति गाथार्थः ।।
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy