SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૬ પ્રતિમાશતક | શ્લોક : ૭૧ નહિ હોવા છતાં વિધિની પ્રરૂપણા સાંભળીને વિધિપક્ષને દૂષણ આપતા નથી, જોકે વિશેષ પક્ષપાત થતો નથી, પરંતુ સામાન્યથી તેઓને વિધિ સુંદર લાગે છે, એવા વિધિપક્ષના અદૂષકો પણ ધન્ય છે. વળી, આસન્નસિદ્ધિકોને સદાકાળ વિધિનો પરિણામ હોય છે, એમ કહ્યું ત્યાં વિશેષ એ છે કે ચરમશરીરી એવા જીવો પણ પૂર્વે માર્ગવિરુદ્ધ હોઈ શકે છે, અને વિધિના પરિણામવાળા જીવો પણ પાત પામીને યાવતુ અનંત સંસાર કરી શકે છે; તોપણ જ્યારે વિધિનો પરિણામ વર્તતો હોય ત્યારે સિદ્ધિને અનુકૂળ આસન્નભાવ છે, તેથી તે જીવો આસન્નસિદ્ધિક કહેવાય છે. માટે જે જીવોને વિધિનો પરિણામ વર્તતો હોય તે જીવો સિદ્ધિ પ્રત્યે સતત પ્રસર્પણ પામી રહ્યા છે, અને જો પૂર્વ ઉપાત્ત વિશિષ્ટ કર્મ પતનનું નિયામક ન બને તો તે જીવો થોડા ભાવોમાં અવશ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે, તેથી આસન્નસિદ્ધિકોને સદા વિધિનો પરિણામ હોય છે, તેમ કહેલ છે. વળી, અભવ્ય, દુર્ભવ્ય જીવોને નવમા રૈવેયકની પ્રાપ્તિની પૂર્વે દ્રવ્યથી નિરતિચાર ચારિત્ર હોય છે, તોપણ પ્રણિધાનાદિ આશયથી રહિત એવી બાહ્ય મન-વચન અને કાયાની આચરણારૂપ તેમની વિધિ હોય છે. માટે પ્રણિધાનાદિ આશય નહિ હોવાના કારણે વિધિનો ત્યાગ અને અવિધિની ભક્તિ તેમને હોય છે. વળી, શ્રાદ્ધવિધિ ગ્રંથની સાક્ષી આપી, તેમાં કહ્યું કે સર્વત્ર વિધિ જાણવી જોઈએ અને પૂજાદિ પુણ્યક્રિયામાં શક્તિ પ્રમાણે વિધિમાં યત્ન કરવો જોઈએ અને સર્વત્ર ક્રિયાની સમાપ્તિ વખતે અવિધિ આશાતના નિમિત્તે મિચ્છા મિ દુક્કડું આપવું જોઈએ. તે રીતે વર્તમાનમાં પણ કોઈ શ્રાવક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવતો હોય અને સમ્યગૂ વિધિ જાણવા માટે યત્ન કરતો હોય અને પોતાની શક્તિ પ્રમાણે વિધિ જાળવવા પણ યત્ન કરતો હોય, આમ છતાં કાળદોષને કારણે વિધિ પ્રમાણે કરી ન શકતો હોય, તોપણ અંતે અવિધિ આશાતના નિમિત્તે “મિથ્યા દુષ્કૃત” આપતો હોય તો તેની જિનપ્રતિમાની પૂજા-પ્રતિષ્ઠા કે વંદનાદિ ક્રિયા ઇન્દ્રજાળ જેવી કહેવાય નહિ, પરંતુ તે ક્રિયા ધર્મરૂપ માનવી જોઈએ. ઉત્થાન : શ્લોક-૭૦માં પૂર્વપક્ષીએ વિધિકારિત પ્રતિમા પૂજનીય છે, અન્ય નહિ, એમ કહીને પૂજા-પ્રતિષ્ઠાદિ સર્વ ક્રિયાઓને ઇન્દ્રજાળ જેવી બતાવી, તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત શ્લોક-૭૧માં પૂર્વે કર્યું. હવે તેને દઢ કરવા અર્થે અધ્યાત્મચિંતકો અમૃત અનુષ્ઠાન અને તહેતુ અનુષ્ઠાનને ઉપાદેય માને છે, તેથી વિધિના પક્ષપાતીનું કે વિધિના અષીનું અનુષ્ઠાન આદેય છે, એમ બતાવીને તે રીતે કરાયેલી જિનપ્રતિમા પણ પૂજનીય માનવી જોઈએ, તે બતાવવા અર્થે કહે છે – ટીકા - विधिभक्त्युपयोगादिसाचिव्ये देवपूजादिकममृतानुष्ठानमेव, अन्ततो विध्यद्वेषस्यापि सत्त्वे प्रथमयोगाङ्गसंपत्त्याऽनुबन्धतो विधिरागसाम्राज्ये “एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः” [यो.बि. श्लो.१५९ पूर्वार्द्धः] इति वचनात् तद्धत्वनुष्ठानरूपम्, तद् द्वयमपि चादेयं भवति, विषगराननुष्ठानानामेव हेयत्वादित्यध्यात्मचिन्तात्मकाः, अतएवाभोगानाभोगाभ्यांद्रव्यस्तवस्य यद्द्वविध्यमुक्तंग्रान्थिकैस्तदुपपद्यते ।
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy