SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫૦ પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૫-૬-૭ કરવાના પરિણામવાળા છે અર્થાત્ સ્વચ્છ જીવન અને ઉત્તમ આચારોના ફળરૂપે સ્વર્ગ-અપવર્ગના ફળને પામનારા છે, તેવો આ તપાગચ્છ જગતમાં વિજય પામે છે. III) શ્લોક ઃ समर्थगीतार्थसमर्थितार्थिज्ञानक्रियोद्बोधपवित्रितेऽस्मिन् । उत्कृष्टसप्ताष्टपरम्पराप्तशैथिल्यपङ्कादपि नास्ति शङ्का ।।५।। અન્વયાર્થ: સમર્થગીતાર્થસમથિતાથિજ્ઞાનવિોલ્વોષવિત્રિત=સમર્થ ગીતાર્થોથી સમર્થિત થયેલા અર્થી સાધુઓની જ્ઞાન-ક્રિયાના ઉદ્બોધથી પવિત્ર થયેલા અસ્થિ આમાં=તપાગચ્છમાં, ઉત્કૃષ્ટમપ્તાષ્ટપરમ્પરાપ્તશેથિજ્યપાપિ=ઉત્કૃષ્ટ સાત-આઠ પરંપરાથી પ્રાપ્ત સાધુઓમાં શૈથિલ્ય કાદવથી પણ જ્ઞા નાસ્તિ=શંકા નથી. પ શ્લોકાર્થ ઃ સમર્થ ગીતાર્થોથી સમર્થિત થયેલા, અર્થી સાધુઓની જ્ઞાન-ક્રિયાના ઉદ્બોધથી પવિત્ર થયેલા, આમાં=તપાગચ્છમાં, ઉત્કૃષ્ટ સાત-આઠ પરંપરાથી પ્રાપ્ત સાધુઓમાં શૈથિલ્ય કાદવથી પણ શંકા નથી. ।।૫।। ભાવાર્થ : શ્લોક-૩માં પૂ. જગચંદ્રસૂરિથી તપાગચ્છ શરૂ થયો તે બતાવ્યું અને તે તપાગચ્છનું સ્વરૂપ શ્લોક-૪માં બતાવ્યું. હવે તે તપાગચ્છમાં સમર્થ ગીતાર્થ પુરુષો સાત-આઠ પાટપરંપરા સુધી થયેલા, જેનાથી સમર્થન પામેલા કલ્યાણના અર્થી સાધુઓ જ્ઞાન-ક્રિયાનું સેવન કરેલ, અને તેઓના જ્ઞાન-ક્રિયાના સેવનથી પવિત્ર થયેલો આ તપાગચ્છ છે. તે તપાગચ્છમાં ઉત્કૃષ્ટથી સાત-આઠ પાટપટંપરા સુધી શૈથિલ્યરૂપ કાદવની પણ પ્રાપ્તિ ન હતી. તેથી સંપૂર્ણ મલિનતા વગરના આચારવાળો સાત-આઠ પાટપરંપરા સુધી તપાગચ્છ હતો. IIII શ્લોક ઃ जाते मुनीन्दुप्रतिमारिवर्गे स्वर्गेशसाहाय्यामिव प्रपन्ने । आनन्दनन्दैर्विमलाभिधानैरिहोद्धृता सूरिभिरुग्रचर्या ।। ६ ।। क्रियामलेन पाखण्डैर्जगदेतद्विडम्बितम् । विमलैर्विमलीचक्रे विमलक्रियया पुनः ।।७।।
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy