SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦૨-૧૦૩-૧૦૪ ૧૫૪૫ વળી, આ પ્રતિમા કેવા પ્રભાવવાળી છે, તે બતાવતાં કહે છે – ભગવાનની પ્રતિમાના વણરૂપ અમૃતના છંટકાવથી જગતના જીવોનો ઘણા રોગોથી છૂટકારો થાય છે. તેથી ભગવાનની પ્રતિમા જગતના જીવોનું રક્ષણ કરનારી છે, અને આવી પ્રતિમાને પરમ આનંદ માટે અમે નમસ્કાર કરીએ છીએ. અહીં વિશેષ એ છે કે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના જળના છંટકાવથી યાદવોની જરા દૂર થયેલી તેને સામે રાખીને ગ્રંથકારશ્રીએ કહેલ છે કે ભગવાનની પ્રતિમાના હવણજળના છંટકાવથી ઘણા રોગો દૂર થાય છે, અને તેનાથી જગતનું રક્ષણ થાય છે, તેવી તમારી પ્રતિમા છે. ll૧૦૩ શ્લોક : तपगणमुनिरुद्यत्कीर्तितेजोभृतां श्रीनयविजयगुरूणां पादपद्मोपजीवी । शतकमिदमकार्षीद्वीतरागैकभक्तिः, प्रथितशुचियशःश्रीरुल्लसद्व्यक्तयुक्तिः ।।१०४ । । અન્વયાર્થ : ૩ીર્તિનોમૃતા શ્રીનવિન પુરૂ પદિપોપનીવી=ઉદ્ય અર્થાત્ ચમકતી કીતિના તેજથી ભરાયેલા શ્રી નયવિજય ગુરુના ચરણકમલની સેવા કરનારા, વીતરામવિત =વીતરાગને વિશે એક ભક્તિવાળા, પ્રથિત વિશ:શ્રી =વિસ્તાર પામેલ પવિત્ર યશરૂપી લક્ષ્મીવાળા, કન્નસત્રવાવિતઃ=ઉલ્લાસ પામતી વ્યક્ત યુક્તિવાળા, ત૫મુનિ =તપગચ્છના મુનિએ શતર—આ શતકને વાર્ષી–કર્યું. ll૧૦૪ શ્લોકાર્ચ - ચમકતી કીર્તિના તેજથી ભરાયેલા શ્રી નયવિજય ગુરુના ચરણકમલની સેવા કરનારા, વીતરાગને વિશે એક ભક્તિવાળા, વિસ્તાર પામેલ પવિત્ર યશરૂપી લક્ષ્મીવાળા, ઉલ્લાસ પામતી વ્યક્ત યુક્તિવાળા, તપગચ્છના મુનિએ આ શતકને ક્યું. ll૧૦૪ll ભાવાર્થ : ગ્રંથકારશ્રી મહામહોપાધ્યાયજી મહારાજાના ગુરુ પૂ. નિયવિજયજી મહારાજા છે, જેમની કીર્તિ જગતમાં વિસ્તાર પામી રહી છે અર્થાત્ આ મહાત્મા ભગવાનના શાસનની સુંદર આરાધના કરનારા છે, એ પ્રકારના કીર્તિરૂપી તેજથી તેઓ ભરાયેલા છે, અને તેવા પૂ. નયવિજયજી ગુરુના ચરણકમળને સેવનારા ગ્રંથકારશ્રી તપગચ્છના મુનિ છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy