SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩૬ પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧ વળી, સિદ્ધનું સુખ સિદ્ધના જીવની અનંત ક્ષણોના સમુદાયથી મેલન થઈ શકે નહિ. કેમ થઈ શકે નહિ ? તેમાં હેતુ કહે છે – વાસ્તવિક એવા નિરતિશય સુખનો કાલના ભેદથી ભેદ કરી શકાય નહિ અર્થાત્ પ્રથમ ક્ષણમાં આટલા સુખાંશો હતા, બીજી ક્ષણમાં તે દ્વિગુણા સુખાંશો થયા, ત્રીજી ક્ષણમાં તે ત્રિગુણા સુખાંશો થયા, એમ કરીને સર્વ ક્ષણોના સુખની સંખ્યા એકઠી કરીને ઘણી મોટી છે તેમ બતાવી શકાય નહિ. ફક્ત સિદ્ધનું સુખ કેટલું અનંતાનંત છે, તે બતાવવા માટે સિદ્ધના સુખનું સર્વ અદ્ધાથી પિંડન કરેલ છે. સિદ્ધનું સુખ કાળના ભેદથી ભેદ કેમ કરી શકાય નહિ ? તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ કોઈક ધનિકે ક્રોડ ધનની સત્તા એકઠી કરેલી હોય અને તે ક્રોડ ધન તેમની પાસે દશ વર્ષ રહે તો પ્રથમ વર્ષમાં ક્રોડ ધન હતું, બીજા વર્ષમાં ક્રોડ ધન હતું, ત્રીજા વર્ષમાં ક્રોડ ધન હતું, એમ દશ વર્ષના ક્રોડ ધનથી ગુણીને તે દશ ક્રોડ સંખ્યાવાળું છે, તેમ કહી શકાય નહિ; પરંતુ તેમની પાસે હંમેશાં ક્રોડ ધન છે તેમ કહી શકાય. તેમ સિદ્ધના જીવોને પ્રતિક્ષણ નિરતિશય સુખ છે, તેમ કહી શકાય; પરંતુ દરેક ક્ષણના સમયોથી ગુણીને સિદ્ધના જીવોના સુખની સંખ્યા એકઠી કરીને મોટી કરી શકાય નહિ. ફક્ત સિદ્ધનું સુખ અનંતાનંત છે અને અનંતાનંત કાળ સુધી રહેનારું છે, તે બતાવવા માટે સર્વ અદ્ધાથી પિંડન કરેલ છે. ટીકા : તદુ: યોટિ – “वाबाहक्खयसंजायसुखलवभावमित्थमासज्ज । तत्तो अणंतरुत्तरबुद्धीए रासि कप्पो सो (परिकप्पो)।।१।। एसो पुण सव्वो वि हु णिरइसओ एगरूवमो चेव । सव्वाबाहाकारणक्खयभावाओ तहा णेयो ।।२।। ण उ तह भिन्नाणं चिय सुक्खलवाणं तु एस समुदाओ । ते तह भिन्ना संतो खओवसम जाव जं हुंति ।।३।। ण य तस्स इमो भावो ण हु सुक्खं पि परं तहा होइ । बहुविसलवसंजुत्ते (संविद्ध) अमयं पि न केवलं अमयं ।।४।। सव्वद्धासंपिंडणमणंतवग्गभयणं च जं इत्थ । सव्वागासामाणं चणंतस(त)इंसणत्थं तु ।।५।। तिन्नि वि पएसरासी एगाणंता तु ठाविया हुंति । हंदि विसेसेण तहा अणंतयाणंतया (अणतया णं तया) सम्मं ।।६।। तुल्लं च सव्वहेयं सव्वेसिं होइ कालभेए वि । जं जहा कोडीसत्तं तहा तं णासइ सुहुममिणं ।।७।।
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy