SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧ ૧૫૩૩ તથા - "सिद्धस्स सुहरासी सव्वद्धापिंडिओ जइ हविज्जा । સોગંતવમો સંડ્યTIણે જ મફિન્ના” | [આવશ્યવનિ. ન. ૧૮૨-૧૮૨. अत्र साद्धासंपिण्डनमनन्तवर्गभजनं सर्वाकाशमानं चानन्तानन्तरूपप्रदर्शनार्थं व्याबाधाक्षयसञ्जातसुखलवानामत्र मेलनाभावात्, वास्तवस्य निरतिशयसिद्धसुखस्य कालेन भेदस्य कर्तुमशक्यत्वात्, न हि न्यासीकृतधनकोटिसत्ता धनिनः कालभेदेन भिद्यते । ટીકાર્ચ - દે પ્રમો.... તાવા હે પ્રભુ! મારા હદયમાં તમારું રૂપ પરિવર્તન પામો=અનેક પ્રકારે જોયાકારરૂપે પરિણમન પામો અર્થાત્ સમવસરણસ્થ કર્મકાય અવસ્થારૂપે અને યોગનિરોધરૂપ તત્ત્વકાય અવસ્થારૂપે પરિણમન પામો અથવા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અવસ્થારૂપે પરિણમત પામો. ક્યાં સુધી પરિણમત પામો? જ્યાં સુધી નિષ્પાપ=ક્ષીણકિલ્બિષક્ષીણપાપમળ, અરૂપ રૂપરહિત, ફળભૂત એવું ઉત્તમ પદ આવિર્ભાવ પામે નહિ અથવા સાધતભૂત એવું અપ્રતિપાતી ધ્યાન આવિર્ભાવ પામે નહિ, ત્યાં સુધી તમારું રૂપ મારા હૃદયમાં અનેક પ્રકારે પરિણમત પામો, એમ સંબંધ છે. ૩મલમખોતિ - ઉત્તમ પદની સ્તુતિ કરે છે – ત્ર.... અનન્તાનન્તમિચર્થ જે આનંદઘનમાં-આનંદતા એકરસમાં, કાળવ્રયસંભવિ=ત્રણે કાળમાં થનારું, સર્વથી સંપિંડિત=સર્વથી એકરાશી કરાયેલું, સુર-અસુરનું સુખ અનંતમા પણ ભાગમાં ઘટનાને પામતું નથી અર્થાત્ સિદ્ધનું સુખ અનંતાનંત છે, એ પ્રકારનો અર્થ છે. વર્ષ - જે કારણથી આર્ષ છે=આવશ્યકતિર્થંક્તિ ગાથા-૯૮૧-૯૮૨માં કહેલ છે – “સુરાસુદં ..... વવધૂટિં” I “સર્વ અદ્ધાથી પિડિત=સર્વકાળના સમયોથી ગુણિત, અનંતા વર્ણવર્ગથી વર્ગિત એવું અનંતગુણ, સમસ્ત સંપૂર્ણ, સુરગણનું સુખ મુક્તિસુખને પામતું નથી." ૦ મુદ્રિત પુસ્તકમાં સદ્ગદિગં પાઠ છે ત્યાં આવશ્યકનિયુક્તિ ગાથા-૯૮૧માં સર્વાર્ષિક પાઠ છે, તે સંગત છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે. તથા - અને સિદ્ધસ ..... | મન્ના | સર્વ અદ્ધાથી પિડિત=સર્વકાળના સમયોથી ગુણિત, સિદ્ધના સુખની રાશિ જો અનંતવર્ગથી ભાજીત હોય તોપણ સર્વ આકાશમાં લોક અને અલોક સર્વ આકાશમાં, સમાય નહિ. મત્ર .. પ્રદર્શનાર્થ, અહીં આવશ્યકનિર્યુક્તિના પાઠમાં, સર્વ અદ્ધાનું સંપિંડન અનંતવર્ગનું ભજન, સર્વ આકાશનું માન, અનંતાનંત સ્વરૂપના પ્રદર્શન માટે છેઃસિદ્ધનું સુખ અનંતાનંત સ્વરૂપ છે, તે બતાવવા માટે છે. સર્વ અદ્ધાનું સંપિંડન કેમ થઈ શકે નહિ ? તેમાં હેતુ કહે છે –
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy