SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧૬ પ્રતિમાશતક | શ્લોક : ૯૯ કુંત=ભાલો, અસિતલવારથી સહિત એવું જે અન્ય દેવોનું લીલા રૂપ છે, તે કેવી રીતે નિરાકાર પદવીને પ્રગટ કરે ? અર્થાત્ ન કરે. “અતર્યા ........ વિનયતે” | તિ . ઇશ=ઈશ સંબંધી લીલા અતર્ક્સ છે, એ પણ વાનરના કુળથી ભણેલ ચપળ સ્વભાવવાળાનું ઉત્ક્રાંતપણું છે, જે કારણથી બુદ્ધિમાનો પરીક્ષા કરે છે, જે ધ્યાનનું અંગ નથી તે અહીં અન્ય દેવોની પ્રતિમામાં, જગતની લીલાનો હેતુ એવું ભગવાનનું રૂપ પણ શું બહુ પ્રકારના અદષ્ટનો વિજય કરે ? અર્થાત્ ન કરે. રૂતિ શબ્દ અષ્ટસહસ્ત્રીવિવરણના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ લખતી વખતે પૂર્વમાં જ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના બિંબને હૃદયમાં ધારણ કરેલ છે અને તે પ્રતિમાને સંબોધીને સ્તુતિરૂપે પ્રસ્તુત ગ્રંથ રચેલ છે. ત્યાં ભગવાનની સાક્ષાત્ સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અન્ય દેવોના દર્શન પૂર્વે જ તમારું બિંબ હૃદયમાં ધારણ કરાય છતે અન્ય દેવોના આકારમંતર ફુરણ થતા નથી. કેમ અન્ય દેવોના આકારમંતર સ્કુરણ થતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે – ભગવાનની પ્રતિમામાં ભગવાનની કર્મકાય અવસ્થા અભિવ્યક્ત થાય છે અને તેના દર્શનથી ભગવાનની વાસ્તવિક સમવસરણસ્થ ઉપદેશ આપતી અવસ્થાનું સ્મરણ થાય છે, અને તે અવસ્થાનું સ્મરણ થયા પછી ભગવાનનું બિંબ જ તેવું પ્રકૃતિરમ્ય દેખાય છે, જેના કારણે અન્ય દેવોનાં બિબો દૃષ્ટિપથમાં આવતાં નથી. અન્ય દેવોનાં બિંબો કેમ દષ્ટિપથમાં આવતાં નથી, તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ઉપનીત એવા દોષથી પણ અન્ય દેવોના આકારમાં દેવપણું કેવી રીતે ભાસે ? અર્થાત્ ભાસે નહિ. આશય એ છે કે ભગવાનની સમવસરણસ્થ અવસ્થા જગતના ઉપકાર માટે પ્રવર્તતી અને વીતરાગતાને ઘોતન કરતી અત્યંત કાંત અવસ્થા છે. તેથી તેમાં દેવપણાની બુદ્ધિ થયા પછી સ્ત્રીઓ સાથે બેઠેલા, શસ્ત્રો આદિવાળા એવા રાગ-દ્વેષી આકારને બતાવનારી અન્ય દેવની પ્રતિમામાં ભ્રમદોષથી પણ દેવપણાની બુદ્ધિ કેવી રીતે થઈ શકે ? અર્થાત્ થાય નહિ અહીં કહ્યું કે અન્ય દેવોના આકારવાળામાં ઉપનીત દેવપણું કેવી રીતે દોષથી પણ ભાસે ? તેનો ભાવ એ છે કે અન્ય દેવોની મૂર્તિમાં અન્ય લોકો “આ દેવની મૂર્તિ છે' એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે, એ વચનપ્રયોગના શ્રવણથી ભ્રમ થાય છે કે આ દેવની પ્રતિમા છે. તે ઉપનીત દેવપણું દોષથી પણ ગ્રંથકારશ્રીને ભગવાનની પ્રતિમા જોયા પછી અન્ય દેવોની મૂર્તિમાં ભાસતું નથી અર્થાત્ અન્ય દેવોની મૂર્તિમાં દેવપણાની બુદ્ધિનો ભ્રમ થતો નથી. અષ્ટસહસીવિવરણના શ્લોકોથી તેની પુષ્ટિ કરેલ છે, તેનો ભાવ આ પ્રમાણે છે – ભગવાનનું (૧) સાલંબનપદ અને (૨) નિરાલંબનપદ છે. સાલંબનપદ પ્રથમ છે. તેમાં ભગવાન સમવસરણમાં બેઠેલા, અત્યંત કાંતરૂપવાળા વગેરે ભાવોથી વીતરાગતાના સ્વરૂપને ઘોતિત કરે તેવી મુદ્રાથી
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy