SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧૪ પ્રતિમાશતક | શ્લોકઃ ૯૮-૯૯ આ યમક અલંકાર બે શબ્દોના સદશ અર્થને બતાવીને કાવ્યનો શોભાજનક અલંકાર છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે ગ્રંથકારશ્રીને જે માનNિ શબ્દથી અર્થ કહેવો છે, તે જ અર્થ કાંઈક ભિન્ન અર્થને બતાવનારા વિદ્યોતમના શબ્દથી બતાવવો છે; કેમ કે આખું વિશ્વ જે પ્રતિમાને નમે છે, તેથી જ તે પ્રતિમા વિશેષથી શોભાયમાન છે. માટે માનમક્રિશ્વા થી કાંઈક ભિન્ન અર્થને બતાવનાર વિદ્યોતીના શબ્દ પણ આખા વિશ્વથી પ્રતિમા નમાયેલી છે, તેથી જ શોભાવાળી છે, એ અર્થને બતાવીને, સદશ એવા અર્થને કહેનાર બે શબ્દો દ્વારા કાવ્યની શોભાના જનક એવા બે શબ્દોના જોડલારૂપ યમક અલંકાર છે. આ યમક અલંકારની સંગતિ કાવ્યાનુશાસન સૂત્ર-૧૦૯, અધ્યાય-૫/૩માંથી કરેલ છે. ૮ શ્લોક : त्वद्बिम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रूपान्तरम्, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा । तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो नोयुष्मदस्मत्पदो ल्लेखः किञ्चिदगोचरं तु लसति ज्योतिः परं चिन्मयम् ।।९९ ।। શ્લોકાર્ચ - પૂર્વમાં અન્ય દેવોના દર્શન થતા પૂર્વમાં જ, તમારું બિંબ હૃદયમાં વિશેષથી ધારણ કરાયે છતે રૂપાંતર=અન્ય દેવોના આકારો, ફુરણ થતા નથી અર્થાત્ દેવબુદ્ધિથી ઉપાસ્યરૂપે ઉપસ્થિત થતા નથી. ત્યારપછી તમારા બિંબરૂપ આલંબનના ધ્યાન પછી, તમારું રૂપ સ્મરણ કરાયે છતે અર્થાત્ ભગવાનનું સર્વોત્કૃષ્ટ દેહસૌંદર્યનું ધ્યાન કરાયે છતે, જગતમાં રૂ૫માત્રની પ્રથા થતી નથી અર્થાત્ જગતમાં અન્યનું સુંદર રૂપ છે, એવી વિચારણામાત્ર થતી નથી. તેથી પ્રથમ અને બીજા પાદમાં બતાવ્યું તે પ્રકારે તમારા રૂપના ધ્યાનથી, તમારામાં અને મારામાં અભેદબુદ્ધિનો ઉદય થવાથી યુઝઅસ્પષ્પદનો ઉલ્લેખ થતો નથી અર્થાત્ તમે અને હું જુદા છીએ એ પ્રકારના પદનો ઉલ્લેખ થતો નથી, પરંતુ કાંઈક અગોચર ચિન્મય જ્ઞાનમય, એવી પર પ્રકૃષ્ટ જ્યોતિ ઉલ્લસિત થાય છે. I૯૯ll. ટીકા : 'त्वबिम्ब' इतिः-तव बिम्बं=त्वबिम्बं, तस्मिन् हदि विशेषेण धृते सति प्रागेव, सुतरां रूपान्तरं कार्यान्तरं (आकारान्तरं) न स्फुरति-न स्मृतिकोटीमाटीकते, सदृशदर्शनविधया स्मारकेन त्वबिम्बेन त्वदन्यस्य स्मृतिपथारोहायोगात्, त्वबिम्बमेव च तादृशं प्रकृतिरमणीयं येनान्यबिम्बमेव दृक्पथे नागन्तुं दीयते, कुतस्तरां तदाकारिणि देवत्वमुपनीतं दोषेणाऽपि भायात्, अवदाम चाष्टसहस्रीविवरणे -
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy