SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૮ ૧૫૦૫ અને ભાવસ્તવના સ્વરૂપને બતાવતી વખતે વીતરાગગુણમાં લય પામે ત્યારે નિદિધ્યાસન થાય છે, જે નિશ્ચયભક્તિરૂપ છે, અને તેનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૯૭માં કર્યું. તેથી શ્લોક-૯૭ પ્રમાણે દુર્વાદીને દૂષણ આપવા દ્વારા ભગવાનના મતના સ્થાપનરૂપ જે વ્યવહારથી ભગવાનની સ્તુતિ હતી, તે સાક્ષાત્ ન હતી, પરંતુ પરવાદીના દૂષણના ઉમૂલનપૂર્વક સ્વપક્ષના સ્થાપનરૂપ હતી. હવે ગ્રંથકારશ્રી કેટલાક શ્લોકો દ્વારા સાક્ષાત્ સ્તુતિને કહે છે અર્થાત્ જે સ્તુતિમાં ભગવાનમાં વર્તતા ગુણોનું સ્તવન છે, તેવી સ્તુતિને કહે છે – શ્લોક : दर्श दर्शमवापमव्ययमुदं विद्योतमाना लसद्विश्वासं प्रतिमामकेन रहित ! स्वां ते सदानन्द ! याम् । सा धत्ते स्वरसप्रसृत्वरगुणस्थानोचितामानम द्विश्वा संप्रति मामके नरहित ! स्वान्ते सदानं दयाम् ।।९८ ।। શ્લોકાર્ચ - હે સર્વ દુઃખથી રહિત ! (આથી જ) સદા આનંદવાળા ! તારી પોતાની જે પ્રતિમાને ઉલ્લાસ પામતા વિશ્વાસપૂર્વક જોઈ જોઈને હૃદયમાં મેં અવ્યય એવા આનંદને પ્રાપ્ત કર્યો, હે નરહિત != મનુષ્યના હિતને કરનારા ! વિશ્વ જેને નમી રહ્યું છે એવી વિધોતમાન વિશેષથી શોભતી, તે તારી પ્રતિમા, સંપતિ દર્શનજન્ય ભાવનાના પ્રકર્ષકાળમાં, મારા હૃદયમાં સ્વરસથી પ્રવર્ધમાન જે ગુણસ્થાનક, તેને ઉચિત એવી અભયદાન સહિત દયાને પોષણ કરે છે. ll૯૮ ટીકા - दर्श दर्शम् इतिः-हे अकेन रहित! सर्वदुःखविप्रमुक्त! अत एव सदानन्द !-ध्वंसाप्रतियोग्यानन्द! ते तव प्रतिमां-त्वन्मूर्ति, कीदृशीम् ? स्वां सद्भावस्थापनामित्यर्थः । यां दर्श २ दृष्ट्वा दृष्ट्वा, प्रतिक्षणप्रवर्द्धमानशुभपरिणामोऽहमव्ययमुदं विगलितवेद्यान्तरपरब्रह्मास्वादसोदरशान्तरसास्वादम्, अवापम्=प्रापं कुत्र ? स्वान्ते-हृदये, कथम् ? लसद्विश्वासं-लसन् विश्वासो यत्र, यस्यां क्रियायामविश्वस्तस्य रमणीयदर्शनेनापि सुखानवाप्तेः, धर्मकर्मणि सविचिकित्सस्य समाध्यलाभाच्च, तथा च पारमर्षं “वितिगिच्छसमावनेणं अप्पाणेणं णो लभति समाहि" इति । ભગવાનના પારમાર્થિક સ્વરૂપને ઉપસ્થિત કરવા અર્થે ગ્રંથકારશ્રી ભગવાનને સંબોધન કરતાં કહે છે - ટીકાર્ય : મન રહિત !....શિયાવાન્ હે અકથી રહિત !=સર્વ દુઃખોથી રહિત, આથી જ હે સદાનંદવાળા!= ધ્વસના અપ્રતિયોગી એવા આનંદવાળા ! તારી પ્રતિમા તારી મૂર્તિ, કેવી છે? તો કહે છે –
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy